For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...આ કારણોથી દારૂના રવાડે ચડે છે પુરુષો!

|
Google Oneindia Gujarati News

'પીને વાલો કો પીને કા બહાના ચાહિએ'.. નિયમિતપણે દારુનું સેવન કરનારાઓ માટે આ સુત્ર એકદમ ફીટ બેસે છે. પરંતુ ડ્રિંક કરવાની આદત માત્ર શોખ જ નથી હોતો પરંતુ પીવા અને પીવડાવવાની અન્ય કારણો પણ અસર કરે છે જેને જાણીને આપ ચોક્કસ અચંબામાં પડી જશો.

હાલમાં જ લાઇવસાઇન્સમાં પ્રકાશિત એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે પુરુષો અને મહિલાઓમાં દારુની અલગ અલગ અસર પડે છે અને દારુને લઇને તેના આકર્ષણનું કારણ જુદું-જુદું હોઇ શકે છે. સંશોધનકર્તાઓનું માનવું છે કે પુરુષ દુ:ખ અથવા ખુશીના બદલે પોતાનો ગુસ્સો કાઢવા માટે રોજ રોજ દારુ પીવે છે.

યુનિવર્સિટી ઓફ વેરમોન્ટના શોધકર્તાઓએ પોતાના સંશોધનમાં જાણ્યું છે કે મનમાં છૂપાયેલા આક્રોશના કારણે જે પુરુષો દારુ પીવે છે, તેમનામાં બીજા દિવસે દારૂ પીવાની તિવ્ર ઇચ્છા થાય છે.

શોધકર્તા વેલેરી એસ હાર્ડર અનુસાર, લોકો એવું કહે છે કે તેઓ પોતાના મૂડને સારુ કરવા માટે વારંવાર દારૂનું સેવન કરે છે, જોકે સાચી વાત એ છે કે રોજેરોજ દારૂનું સેવન કરનારાઓ ખુશ રહેવાને બદલે વધારે દુ:ખી થાય છે. પુરુષ મોટા ભાગે પોતાના મનમાં છૂપાયેલા ગુસ્સાને ભુલાવવા માટે દારૂનો સહારો લે છે અને તેનું સેવન કરે છે.

આ સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે પુરુષ અને મહિલાઓ બંને જ દારૂના સેવન બાદ ખૂબ જ વધારે દુ:ખ અનુભવે છે. જ્યારે મહિલાઓ દારૂ પીધા બાદ પુરુષોની અપેક્ષા વધારે દુ:ખ અનુભવે છે.

સંશોધન દરમિયાન 21થી 82 વર્ષની ઉંમરના 246 લોકોનું છ મહિના સુધી પરિક્ષણ કરવામાં આવ્યું. જેમાં દારૂની તેમની આદત, મૂડ, સ્ટ્રેસ વગેરેનું અધ્યયન કરવામાં આવ્યું હતું. છ મહિના સુધી પરીક્ષણ કરાયા બાદ આ તારણ કાઢવામાં આવ્યા હતા.

પોતાનો ગુસ્સો કાઢવા માટે રોજ દારુ પીવે છે

પોતાનો ગુસ્સો કાઢવા માટે રોજ દારુ પીવે છે

સંશોધનકર્તાઓનું માનવું છે કે પુરુષ દુ:ખ અથવા ખુશીના બદલે પોતાનો ગુસ્સો કાઢવા માટે રોજ રોજ દારુ પીવે છે.

મૂડને સારુ કરવા

મૂડને સારુ કરવા

શોધકર્તા વેલેરી એસ હાર્ડર અનુસાર, લોકો એવું કહે છે કે તેઓ પોતાના મૂડને સારુ કરવા માટે વારંવાર દારૂનું સેવન કરે છે, જોકે સાચી વાત એ છે કે રોજેરોજ દારૂનું સેવન કરનારાઓ ખુશ રહેવાને બદલે વધારે દુ:ખી થાય છે.

મનમાં છૂપાયેલા ગુસ્સાને ભુલાવવા

મનમાં છૂપાયેલા ગુસ્સાને ભુલાવવા

પુરુષ મોટા ભાગે પોતાના મનમાં છૂપાયેલા ગુસ્સાને ભુલાવવા માટે દારૂનો સહારો લે છે અને તેનું સેવન કરે છે.

વધારે દુ:ખ અનુભવે છે

વધારે દુ:ખ અનુભવે છે

આ સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે પુરુષ અને મહિલાઓ બંને જ દારૂના સેવન બાદ ખૂબ જ વધારે દુ:ખ અનુભવે છે.

મહિલાઓ દારૂ પીધા બાદ

મહિલાઓ દારૂ પીધા બાદ

જ્યારે મહિલાઓ દારૂ પીધા બાદ પુરુષોની અપેક્ષા કરતા વધારે દુ:ખ અનુભવે છે.

English summary
Because of these reasons men become drunker for everyday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X