For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali Special: આ દુશ્મનો બગાડી શકે છે તમારી દિવાળી

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 નવેમ્બર: શિયાળીની શરૂઆતની સાથે દિવાળી પર તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. પ્રકાશના પર્વ પર મિઠાઇઓ, ખુશીઓ અને ભેટની આપ-લેની સાથે ઉજવવામાં આવે છે. આ દિવસોમાં લોકો એકબીજા સાથે મળીને દિપક પ્રગટાવે છે, મિઠાઇઓ ખાય છે અને પરસ્પર ગિફ્ટ વહેચે છે.

ખુશીનો આ તહેવાર દુકાનદારો અને મિલાવટખોરો માટે મહત્વપૂર્ણ છે. દિવાળી પર મિઠાઇઓ અને ગિફ્ટની માંગ વધી જાય છે એવામાં તેમના માટે નફો કમાવવાનો સૌથી મોટો અવસર હોય છે. સૌથી વધુ ભેળસેળ કોરી મિઠાઇઓ સાથે કરવામાં આવે છે. આવો જોઇએ આ દિવાળી પર આપણે કયા કયા દુશ્મનોથી બચીને રહેવું જોઇએ.

સીધો સ્વાસ્થ્ય પર હુમલો

સીધો સ્વાસ્થ્ય પર હુમલો

દિવાળીનો તહેવાર એટલે ભેટ અને ખુશીઓનું આદાન-પ્રદાન. એકબીજા મળવાની અને ખુશીઓ વહેંચાવવાના આ અવસર પર પરસ્પર ભેટ આપવાની પરંપરા વર્ષો જુની છે. એવામાં ઘણીવાર દિવાળી પર આપણે ભેટના રૂપમાં જે મિઠાઇઓ આપણા શુભચિંતકો આપે છે, તે તેમના જ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક થઇ જાય છે.

નકલી દૂધથી સાવધાન

નકલી દૂધથી સાવધાન

ભેળસેળીયા દૂધમાંથી તૈયાર મિઠાઇઓ સ્વાસ્થ્ય માટે એકદમ ખતરનાક છે. એવું નથી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ સચ્ચાઇથી માહિતગાર નથી, પરંતુ દુર્ભાગ્યવશ આનો સામનો કરવા માટે નક્કર પ્રયત્ન થઇ નથી રહ્યાં.

મોઢું મીઠું કરતી વખતે રહો સાવધાન

મોઢું મીઠું કરતી વખતે રહો સાવધાન

દિવાળી પર મિઠાસ ભરવા માટે શહેરના બજારો તૈયાર થઇ ગયા છે. કરોડો રૂપિયાની મીઠાઇ મોઢું મીઠું કરાવે છે. આ મિઠાઇઓની સાથે જ ભેળસેળનું બજાર પણ તમારું સ્વાસ્થ્ય બગાડવા માટે તૈયાર છે. જરૂરિયાતથી આનાથી બચવાની. નકલી માવામાંથી બનેલી મિઠાઇઓ સીધી તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે.

ચમકદાર વર્કવાળી મિઠાઇઓથી રહો સાવધાન

ચમકદાર વર્કવાળી મિઠાઇઓથી રહો સાવધાન

મિઠાઇઓની દુકાન પર પગ મુકતાંની સાથે જ ચમકીલા વર્કમાં વિંટેલી મિઠાઇઓ તમને આકર્ષિત કરે છે. પરંતુ આ ચમકની પાછળ ખતરો છે. જો કે મિઠાઇઓ પર લગાવવામાં આવેલો વર્ક ચાંદીનો બનેલો હોય છે. પરંતુ આજકાલ એલ્યુમિનિયમ એટલે કેમિકલમાંથી બનેલા વર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નકલી બેસનમાંથી તૈયાર થઇ રહ્યાં છે લાડવા

નકલી બેસનમાંથી તૈયાર થઇ રહ્યાં છે લાડવા

દૂધ અને માવાની મિઠાઇઓ બાદ સૌથી વધુ મિઠાઇઓ બેસનમાંથી બને છે. સૂત્રોનું માનીએ તો બેસનમાં દાળનું મિશ્રણ કરવામાં આવે છે. વટાણાની દાળ સસ્તી હોય છે. એવામાં તેનો ઉપયોગ કરી મિઠાઇઓ બનાવવામાં આવે છે.

ડ્રાઇ ફ્રૂટ પર પણ વિશ્વાસ નહી

ડ્રાઇ ફ્રૂટ પર પણ વિશ્વાસ નહી

વાત દૂધ અને બેસન પર પુરી થતી નથી. મિઠાઇઓમાં ઉપયોગ થનાર પિસ્તામાં પણ વેપારીઓ ત્રણ ગણો નફો કમાય છે. મિઠાઇ પર લાગેલા પિસ્તા હકિકતમાં કલર કરેલા તરબૂચના બીજ અથવા મગફળીના દાણા હોય છે. તેમને લાંબા-લાંબા કાપીને મિઠાઇ પર લગાવવામાં આવે છે. આ પ્રકારે બનાવટી પિસ્તા માર્કેટમાં સરળતાથી મળી રહે છે.

ખિસ્સુ ઢીલું કરી રહી છે શુગર ફ્રી મિઠાઇ

ખિસ્સુ ઢીલું કરી રહી છે શુગર ફ્રી મિઠાઇ

ડાયાબિટીસ છે તો શું થયું, મિઠાઇનો શોખ પુરો થોડો ન કરવાનો. દિવાળીના અવસર પર શુગર ફ્રી મિઠાઇની આડમાં નોર્મલ મિઠાઇ વેચવામાં આવે છે. તેમાં ફક્ત ગળપણ ઓછું હોય છે. ભાવની હેરાફેરી એવી કે સામાન્ય મિઠાઇ 400 રૂપિયે કિલ્લો હોય છે તો શુગર ફ્રી મિઠાઇના નામે 700 રૂપિયે કિલો વેચવામાં આવે છે.

તમારા જીવનું જોખમ

તમારા જીવનું જોખમ

દિવાળીના અવસર પર ફટાકડા ફોડવાનું ખાસ મહત્વ છે, પરંતુ નફાખોરો નકલી ફટાકડાને બજારમાં સરળતાથી વેચવામાં સફળ થઇ રહ્યાં છે. આ નકલી ફટાકડા તમારા જીવના દુશ્મન છે. નકલી ફટાકડા ફોડતાં તમને નુકસાન પહોંચાડી શકે છે.

English summary
Diwali is close at hand and all the sweet shops are under check for fake sweets. A lot many shopkeepers have been under consideration and many sweets have been confiscated at a number of shops that were making fake sweets. So this time around beware where you buy sweets from.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X