For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્નનો રેર વીડિયો

રાહુલ ગાંધીની જન્મતિથિએ તેમના અને સોનિયા ગાંધીના લગ્ન સમારંભનો વીડિયો અને કેટલીક રસપ્રદ માહિતી મેળવો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

દેશના છઠ્ઠા વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના રોજ થયો હતો. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પ્રિયંકાના પતિ રૉવર્ટ વાડ્રાએ રાજીવ ગાંધીના સમાધિસ્થળ વીરભૂમિ પર પહોંચી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આર્પી હતી. રાજીવ ગાંધીનું નામ દેશના એ નેતાઓની શ્રેણીમાં આવે છે, જે મગજથી નહીં પરંતુ મનથી કામ લેતા હતા.

સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી

સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી

રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની પ્રેમકથા રાજકારણીય દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ સામાન્ય નજરથી જોવામાં આવે તે ખ્યાલ આવે કે તેમની પ્રેમકથામાં એ તમામ રંગો હતા, જે જીવનને વધુ સુંદર બનાવે છે. સાર્વજનિક મંચ પર તેમની પ્રેમકથા અંગે ખૂબ ઓછી જાણકારી ઉપલબ્ધ છે. થોડા સમય પહેલાં યુટ્યૂબ પર એસોસિએટેડ પ્રેસના આર્કાઇવનો શ્વેત-શ્યામ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, અવાજ વગરનો આ વીડિયો રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્નનો વીડિયો છે.

23 વર્ષના હતા રાજીવ ગાંધી

લગ્ન સમયે રાજીવ ગાંધીની ઉંમર હતી 23 વર્ષ અને સોનિયા ગાંધીની ઉંમર હતી 21 વર્ષ. આ લગ્ન સમારંભ ઇન્દિરા ગાંધીના નવી દિલ્હી ખાતેના 1, સફદરગંજ રોડ નિવાસ સ્થાને યોજાયો હતો. રાજકારણ ક્ષેત્રના અનેક દિગ્ગજ આ લગ્નના વીડિયોમાં જોવા મળે છે. સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીની મુલાકાત કેમ્બ્રિજમાં થઇ હતી.

'નાઇધર ઓ હૉક નોર અ ડવ'

'નાઇધર ઓ હૉક નોર અ ડવ'

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ કસૂરીએ પોતાના પુસ્તક 'નાઇધર ઓ હૉક નોર અ ડવ'માં સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીની સુંદર પ્રેમકથાનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, જ્યારે હૈદ્રાબાદ હાઉસની બેઠકમાં મેં સોનિયાને નટવરસિંહ સાથે જોયા, ત્યારે તેઓ મને થોડા ગંભીર લાગ્યા. આથી મેં જાણીજોઇને રાજીવ ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો.

જ્યારે થયો રાજીવ ગાંધીનો ઉલ્લેખ...

જ્યારે થયો રાજીવ ગાંધીનો ઉલ્લેખ...

તેમણે આગળ લખ્યું છે, ત્યારે મેં કહ્યું હતું કે, મેં પહેલીવાર રાજીવ ગાંધીને કેમ્બ્રિજમાં જોયા હતા. ત્યારે મેં લોકોને પૂછ્યું હતું કે આ સુંદર યુવક કોણ છે? ત્યારે મને જવાબ મળ્યો હતો કે આ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના દોહિત્ર છે. આ સાંભળતાં જ સોનિયાએ હસીને કહ્યું હતું, હા એ ખૂબ હેન્ડસમ હતા, આથી જ મેં એમની સાથે લગ્ન કર્યા હતા.

English summary
Some interesting facts about love story of Rajiv Gandhi and Soniya Gandhi. Watch the video of the marriage ceremony of Rajiv and Soniya Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X