આ સેલેબ્રિટી જેમણે કરાવ્યું ધર્મ પરિવર્તન
પહેલાના સમયથી સેલેબ્રીટીઝ પોતાના નામ અને ધર્મનું પરિવર્તન કરાવતા રહેતા હોય છે અને જ્યારે જ્યારે તે આમ કરે છે ત્યારે તે સમાચારોમાં જરૂરથી છવાઇ જાય છે. મોટાભાગના સેલેબ્રિટી તેમના સાચા નામનો ઉપયોગ નથી કરતા. અને તેમનું સ્ક્રીનનું નામ જ તેમની પહેચાન બની જાય છે. ત્યારે આજે અમે તમારા માટે કેટલાક તેવા સેલેબ્રીટીની નામ લઇને આવ્યા છે જેમણે પ્રસિદ્ધ છે. અને તેમના ધર્મ પરિવર્તનના કારણે તેમની ફરી એક વાર ખબરોમાં છવાઇ ગયા છે.
આમાંથી કેટલાક સેલેબ્રિટીએ પોતાનું ધર્મનું પરિવર્તન શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિ માટે કરી છે તો અન્યએ પોતાના ધર્મનું પરિવર્તન પ્રેમ માટે કરીને કર્યું છે. અનેક જાણીતી સેલેબ્રીટી જેમકે શર્મિલા ટાગોરથી લઇને નરગિસ દત્ત પોતાના ધર્મનું પરિવર્તન કરાવી ચૂકી છે. તો કેટી હોમ્સ અને ટોમ ક્રૂઝ પણ લગ્ન કરવા માટે સાઇટોલોજી ધર્મમાં પરિવર્તન કરાવ્યું છે. 70ના દશકમાં હરે કુષ્ણા આંદોલનના સમયે પણ અનેક સેલેબ્રિટીએ હિંદૂ ધર્મ અપનાવ્યો છે. તો જાણો આ સેલેબ્રિટી વિષે વધુ અહીં....

જૂલિયા રોબર્ટ્સ
ઇટ, પ્રે એન્ડ લવ ફિલ્મમાં અભિનય કર્યા બાદ રોબર્ટે હિંદૂ ધર્મને અપનાવ્યો હતો. તેમણે ખ્રિસ્તી ધર્મમાંથી હિંદૂ ધર્મ અપનાવ્યો હતો. અને આ ફિલ્મ દરમિયાન તે ભારતમાં આત્માની ખોજ માટે પણ આવી હતી.

રિચર્ડ ગેરે- ખ્રિસ્તીથી બૌદ્ધ ધર્મ
રિચર્ડ ગેરે જ્યારે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો ત્યારે તેમને ખૂબ જ પ્રસિદ્ધ મળી હતી. એટલું જ નહીં બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ તે હવે શાકાહારી ભોજન જ ખાય છે.

શર્મિલા ટાગોર
શર્મિલા ટાગૌરે જ્યારે નવાબ મંસૂર અલી ખાન જોડે લગ્ન કર્યા ત્યારે તેમણે હિંદુ માથી મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. અને તેમણે પોતાનું નામ બદલીને બેગમ આયેશા રાખ્યું હતું.

ટોમ ક્રૂઝ
ટોમ ક્રૂઝ ખ્રિસ્તી ધર્મ છોડીને ચર્ચ ઓફ સાઇન્ટોલોજીને સ્વીકાર્યો. નોંધનીય છે કે તે જે ધર્મમાં વિશ્વાસ રાખે છે તે વિષે તેમણે ધણુ કહ્યું છે જે અપરંપરાગત છે.

ઓલેન્ડો બ્લૂમ
આ બ્રિટિશ એક્ટરે એગ્લિકન ચર્ચથી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે.

મેડોના
મડોના ખ્રિસ્તી પરિવારમાં જન્મી હતી પણ તેમણે એક વિશેષ દાસતા પંથનો સ્વીકાર કર્યા છે. સાથે જ ધર્મ પરિવર્તન સાથે જ તેમણે જ્યૂઇશ નામ એસ્થરનો પણ સ્વીકાર કર્યો છે.

કેટી હોમ્સ
ટોમ ક્રૂઝ સાથે લગ્ન કરીને કેટીએ પ સાઇટોલોજી ધર્મ અપનાવ્યો હતો. અને તેમણે તેમની પુત્રી સૂરીની પણ ચર્ચ સાઇટોલોજીમાં બૈપટાઇઝ્ડ કરાવી હતી.

માઇકલ જેક્શન
માઇકલ જેક્શન વિષે કહેવાય છે કે તેમણે તેમના ભાઇ જેરેમીથી પ્રેરિત થઇને મૃત્યુના કેટલાક સમય પહેલા ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. જો કે આ ખબરની કદી પુષ્ઠી નથી થઇ.

નરગિસ દત્ત
સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા પછી નરગિસે તેમનો ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને તેમનું નામ નિર્મલા દત્ત રાખ્યું હતું તેવું મનાય છે.

સ્નૂપ ડોગ
સ્નૂપ ડોગ બ્લેક અલગાવવાદી સમૂહ નેશન ઓફ ઇસ્લામથી જોડાયા છે. આ પહેલા તે બાપિસ્ટ ચર્ચ સાથે જોડાયા હતા.

એ.આર.રહેમાન
એ.આર.રહેમાનની માં મુસ્લિમ અને પિતા હિંદૂ હતા. તેમણે નાનપણમાં ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

ડ્રિયૂ બૈરીમોર
ડ્રિયૂ બૈરીમોર તેના જ્યૂઇશ બાયફ્રેન્ડ સાથે લગ્ન કરતા પહેલા જુદઇઝમ અપનાવાની યોજના બનાવી રહી છે.

માઇક ટાયસન
માઇક ટાયસનને જ્યારે બળાત્કારના આરોપ હેઠળ જેલ થઇ ત્યારે તેમણે ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો હતો. તેમણે મક્કાની દરગાહનો એક ફોટો પણ ટ્વીટ કર્યો હતો.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
