For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેઃ સ્થૂળતાના કારણે બાળકોમાં વધી રહ્યુ છે અસ્થમાનું જોખમ, ગંભીર બિમારીઓ લઈ રહી છે જન્મ

એક નવા સર્વેમાં ખુલાસો થયો છે કે સ્થૂળતાના કારણે બાળકોમાં દમ (અસ્થમા) નું જોખમ વધી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

એક નવા સર્વેમાં ખુલાસો થયો છે કે સ્થૂળતાના કારણે બાળકોમાં દમ (અસ્થમા) નું જોખમ વધી રહ્યુ છે. સર્વે મુજબ અસ્થમાનો ઈલાજ કરાવી રહેલ બાળકોમાં સ્થૂળકાય બાળકોની સંખ્યા સરેરાશ વજન ધરાવતા બાળકોની સંખ્યાની તુલનામાં વધુ છે અને 23 થી 27 ટકા અસ્થમાના નવા દર્દી સ્થૂળતાના કારણે છે. આ રિસર્ચ જર્નલ 'પીડિયાટ્રિક્સ' માં પ્રકાશિત થયુ છે. આ રિસર્ચ માટે પાંચ લાખ બાળકોના મેડીકલ રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ લોનના બદલે લોકો પાસે ન્યૂડ સેલ્ફીની ડિમાંડ, ન ચૂકવવા પર લીક કરી દે છે ફોટોઆ પણ વાંચોઃ લોનના બદલે લોકો પાસે ન્યૂડ સેલ્ફીની ડિમાંડ, ન ચૂકવવા પર લીક કરી દે છે ફોટો

ભારતમાં પણ વધી રહી છે સ્થૂળ બાળકોની સંખ્યા

ભારતમાં પણ વધી રહી છે સ્થૂળ બાળકોની સંખ્યા

જ્યાં સુધી ભારતનો સવાલ છે તો અહીં પણ સ્થૂળ બાળકોની સંખ્યા સતત વધી રહી છે કે જે એક સારા સમાચાર ન કહી શકાય. ઈન્ડિયન મેડીકલ એસોસિએશન (આઈએમએ)ના રિપોર્ટ મુજબ ભારત પાચનતંત્ર સિંડ્રોમની મહામારીમાંથી પસાર થઈ રહ્યુ છે. જેને સામાન્ય ભાષામાં ‘સામાન્ય વજન સ્થૂળતા' કહેવાય છે. જે મુજબ ફાંદ નીકળવી, હાઈ ટ્રિગ્લિસાઈડ, લો કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ શૂગર, પુરુષોમાં 90 સેન્ટીમીટરથી વધુ પેટવાળા અને મહિલાઓમાં 80 સેન્ટીમીટરથી વધુ પેટવાળા આ રોગની અંદર આવે છે. આ રોગમાં બાળકો પણ સપડાયેલા છે. જે આગળ જઈને યુવાવસ્થામાં જ હ્રદયરોગથી ગ્રસિત થઈ જાય છે. એટલા માટે સ્થૂળતા ગ્રસ્ત બાળકો પર માતાપિતાએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

સ્થૂળતાના કારણે મહિલાઓને ગર્ભધારણમાં મુશ્કેલી

સ્થૂળતાના કારણે મહિલાઓને ગર્ભધારણમાં મુશ્કેલી

આટલુ જ નહિ બધી ગંભીર બિમારીઓનું જડ સ્થૂળતા જ છે. વધુ વજનવાળી મહિલાઓને ગર્ભધારણ કરવામાં વધુ સમય લાગે છે અને તે તેમના થનારા બાળક માટે યોગ્ય નથી. હાલમાં જ ઘણા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જો પતિ-પત્ની બંને સ્થૂળ હોય તો પત્ની ગર્ભધારણમ કરવામાં સામાન્ય લોકોથી 55થી 59 ટકા વધુ સમય લાગે છે.

ગંભીર બિમારીઓ

ગંભીર બિમારીઓ

સ્થૂળતાના શિકાર બાળકોમાં માત્ર અસ્થમા જ નહી પરંતુ નીચે જણાવેલ ઘણી બિમારીઓ જન્મ લે છે.

હાઈપર ટેન્શન અને હાઈ કોલેસ્ટ્રોલ, જે ગંભીર હ્રદયરોગનું કારણ છે.

શરીરમાં ગ્લુકોઝ સહનશીલતાનું અસંતુલન અને ઈન્સ્યુલીન પ્રતિકાર

શ્વાસના વિકાર, સ્લીપ એપનિયા

સાંધાના દુઃખાવા, સ્નાયુઓ અને હાડકામાં વિકાર

લીવરમાં સોજો અને હ્રદયની બળતરા

સામાજિક હિન ભાવના અને આત્મ વિશ્વાસની ઉણપ અને સતત તણાવ

ધ્યાન આપવા યોગ્ય વાતો

ધ્યાન આપવા યોગ્ય વાતો

સ્થૂળતાથી બચવા માટે અઠવાડિયામાં ઓછોમાં ઓછુ એક વાર કાર્બોહાઈડ્રેટ્સ ન લેવું.

ગળ્યા ખોરાકને કડવા ખોરાક સાથે મેળવીને લેવા જેમકે બટાકા-વટાણાના બદલે બટાકા-મેથી લેવી.

ગમે તે થાય અડધો કલાક નિયમિત ચાલવુ.

લીલી કડવી વસ્તુઓ ખાવી જેમકે કારેલા, મેથી, પાલક, ભીંડા.

વનસ્પતિ ઘી કે ટ્રાન્સફેટ બિલકુલ ન ખાવા.

એક દિવસમાં 80 એમએલથી વધુ સોફ્ટ ડ્રિંક ન પીઓ.

30 ટકાથી વધુ ગળપણવાળી મિઠાઈઓ ન ખાવી.

મેંદો, ચોખા અને સફેદ ખાંડ ન લેવી.

આ પણ વાંચોઃ હવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, 'દલિત નહિ આર્ય હતા બજરંગબલી'આ પણ વાંચોઃ હવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, 'દલિત નહિ આર્ય હતા બજરંગબલી'

English summary
Children and teens who are overweight or obese may be more likely to develop asthma, a US study suggests.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X