For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે જ નરેન્દ્ર મોદીને બનાવ્યા દેશી ઓબામા!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[અજય મોહન] ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદ્રાબાદમાં પોતાના ભાષણના અંતમાં કેટલીક અંગ્રેજી લાઇનો બોલી, તો લોકોએ તેમને ભારતના ઓબામા અથવા દેશી ઓબામાની સંજ્ઞા આપી દિધી. દિગ્વિજય સિંહને આ વાત એટલી હદે પસંદ ન પડી કે તેમને ભડાસ નિકાળતાં તેમને દેસીની આગળ એક શબ્દ જોડી દિધો 'બનાવટીએ'. જવા દો બનાવટી કોણ છે તે આપણી ચર્ચાનો વિષય નથી, પરંતુ હા દેશી ઓબામા કોણ છે અને ક્યાંથી આવ્યા, એ જરૂર વિચારવા જેવી બાબત છે. અને જો તમે નરેન્દ્ર મોદીને દેશી ઓબામા માની ચૂક્યાં છો, તો સાચી કહીએ આ બધુ કોંગ્રેસના કારણે સંભવ થયું છે.

તમે વિચારી રહ્યાં હશો કે કોંગ્રેસમાં આટલી તાકાત ક્યાંથી આવી કે નરેન્દ્ર મોદીને બરાક ઓબામા બનાવી દિધા. જવાબ એ છે કે આ તાકાત નથી નબળાઇ છે. સીધા શબ્દોમાં કહીએ તો દેશમાં છેલ્લા એક દાયકાથી કોંગ્રેસનું શાસન છે. જો કોંગ્રેસે ગત 10 વર્ષમાં ભારતને અમેરિકાની નજીક પહોંચાડી દિધું હોત તો, કદાચ દેશની જનતા દેશી બરાક ઓબામાની શોધ તો દૂર, પણ એક નજર ઉઠાવીને પણ ના જોતી. સાચું કહીએ તો જનતા ઘા એટલા ઉંડા થઇ ગયા છે, કે હવે તેમને કોઇ એવો વ્યક્તિ જોઇએ છે કે જે તેના પર મલમ લગાવી શકે. એવામાં ભારતીય જનતા પાર્ટી તરફથી નવી સોચ, નવી આશાના નારા સાથે નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાન હૈદ્રાબાદથી શરૂ કર્યું. સાચું કહીએ તો દેશ તેમની તરફ આશાની નજરે જોઇ રહ્યો છે.

narendra-modi-at-hyderabad

અહીંયા આપણે કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહના ટ્વિટ પર જવા માંગશું. તેમને લખ્યું ''હવે આપણને એક બનાવટી દેશી ઓબામા મળી ગયો છે અને તે પણ એક ફેંકુંના રૂપમાં.'' અહીં દિગ્વિજય સિંહે સીધો નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો. ચાલો એકવાર આપણે નરેન્દ્ર મોદીને ફેંકુ માની લઇએ, તો દિગ્વિજય તે મુદાઓને ખોટા સાબિત કરી શકશે જે નરેન્દ્ર મોદીએ હૈદ્રાબાદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં ઉઠાવ્યા હતા. જો નરેન્દ્ર મોદી ફેંકુ છે, તો દિગ્વિજય સિંહની નજરમાં તેલંગાણામાં જે દરરોજ હિંસા યોગ્ય છે, ઉત્તરાખંડ-યુપી, ઝારખંડ-બિહાર, મધ્યપ્રદેશ-છત્તીસગઢ અલગ થતાં હિંસા થવી જોઇતી હતી. જો દિગ્વિજય સિંહને નરેન્દ્ર મોદીની દરેક વાત ફેંકવા જેવી લાગે છે, તો બધા વ્યક્તિઓ ફેંકુ થયા જે રૂપિયો ગગડતાં, ચીન દ્વારા ઘુસપેઠ, પાકિસ્તાનીઓ દ્વારા સરહદ પર ગોળીબાર, બાંગ્લાદેશના રસ્તેથી આતંકી ઘુસપેઠ પર ચિંતા વ્યક્ત કરે છે.

સાચું કહીએ તો દિગ્વિજય સિંહની આ ટ્વિટ ફક્ત એક ફાલતું હતી, કોંગ્રેસ તો નરેન્દ્ર મોદીને ભારતના બરાક ઓબામા માની ચૂકી છે. કોંગ્રેસના સમર્થક જો મારા આ લેખને બકવાસ માને છે, તો તેમને ફક્ત એક પ્રશ્ન પૂછવા માંગીશ- શું કોંગેસમાં કોઇ એવો નેતા છે, જેને સાંભળવા માટે લોકો પાંચ રૂપિયા ખર્ચીને આવે? જો હોય તો કોંગ્રેસ ઇંટનો જવાબ પથ્થરથી કેમ નથી આપતી?

English summary
After the rally in Hyderabad people called Narendra Modi as Obama of India. Actually Congress have made him a Desi Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X