For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વે- ફ્રી વસ્તુઓ પાછળ ભાગવામાં ભારતીયો સૌથી આગળ!

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 14 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસના અવસરે દેશના લગભગ દરેક અખબાર બજારમાં વેચાઇ રહેલી ચીજ-વસ્તુઓ પર ભારે છૂટની જાહેરાતોથી ભરેલા હોય છે. કંપનીયો કરોડો રૂપિયા માત્ર એક શબ્દ પર ખર્ચ કરી દે છે, અને તે છે Free. આપ જાણો છો કેમ? કારણ કે ભારતીયોને ફ્રી શબ્દથી ઘણો લગાવ થઇ ગયો છે. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ હાલમાં જ કૂપન વેબસાઇટ કૂપોનેશન દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેમાં કહેવામાં આવ્યું છે.

સર્વેમાં એક રસપ્રદ તથ્ય સામે નીકળીને આવ્યું છે. આવો એક નજર કરીએ એ તથ્યો પર જે સર્વેથી બહાર આવ્યા છે....

  • ભારતમાં 25થી 34 વર્ષના લોકો સૌથી વધારે મફત કૂપનનો ઉપયોગ કરે છે.
  • ભારતમાં ઓનલાઇન શોપિંગ કરનારાઓમાં 61.80 ટકા પુરુષો છે.
  • ભારતમાં ઓનલાઇન શોપિંગ કરનારાઓમાં 38.20 ટકા મહિલાઓ છે.
  • છૂટની પાછળ ભાગનારા શહેરોમાં સૌથી આગળ મુંબઇ છે.
  • ભારતમાં સૌથી વધારે ઓફિસ ટાઇમમાં લોકો ફ્રી કૂપન શોધે છે.
  • ભારતમાં સૌથી વધારે ફેશન માટે કૂપન શોધે છે લોકો.
  • ઉત્તરની તુલનામાં દક્ષિણ ભારતમાં ઓનલાઇન શોપિંગ વધારે કરવામાં આવે છે.
  • 92 ટકા લોકો ડિસ્કાઉંટ મેળવવા માટે ઓનલાઇન શોપિંગ કરતા છે.
  • શોપિંગ દરમિયાન લોકો પોતાનો 95 ટકા સમય ડીલ્સ શોધવામાં વિતાવે છે.

વધુ તથ્યો પર કરીએ નજર સ્લાઇડરમાં...

ઓનલાઇન શોપિંગ સર્વે

ઓનલાઇન શોપિંગ સર્વે

આ સર્વે કૂપન વેબસાઇટ કૂપોનેશન દ્વારા કરવામાં આવ્યો છે.

સૌથી આગળ ભારત

સૌથી આગળ ભારત

મફત કૂપન મેળવવામાં સૌથી આગળ ભારતીય છે. બીજા નંબર પર બ્રાઝીલ અને ત્રીજા પર સ્પેન છે.

સૌથી આગળ મુંબઇ

સૌથી આગળ મુંબઇ

ઇંટરનેટ પર મફતનો માલ મેળવવામાં સૌથી આગળ મુંબઇ છે. બીજા ક્રમે સાઓ પાલો અને ત્રીજા ક્રમે મેડ્રિડ છે.

ભારતીય પુરુષ અને ઓસ્ટ્રેલિયાઇ મહિલા

ભારતીય પુરુષ અને ઓસ્ટ્રેલિયાઇ મહિલા

ભારતીય પુરુષ અને ઓસ્ટ્રેલિયાઇ મહિલાઓ એક જેવી શોપિંગ કરે છે.

ભારતમાં સૌથી વધારે ફેશન પ્રોડક્ટ

ભારતમાં સૌથી વધારે ફેશન પ્રોડક્ટ

ભારતીય સૌથી વધારે ફેશન પ્રોડક્ટ્સ શોધે છે. બીજી પ્રાથમિકતા ગેજેટ અને ત્રીજી બ્યૂટી પ્રોડક્ટ્સ.

ભારત પર નંબર-1 બની ફ્લિપકાર્ટ

ભારત પર નંબર-1 બની ફ્લિપકાર્ટ

ભારત પર નંબર 1 બન્યું ફ્લિપકાર્ટ. બીજા નંબર પર એમેઝોન અને ત્રીજા નંબર પર સ્નેપડીલ આવે છે

62 ટકા ભારતીય એપ દ્વારા

62 ટકા ભારતીય એપ દ્વારા

62 ટકા ભારતીય મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન શોપિંગ કરે છે.

બેસ્ટ ડીલ શોધે છે ભારતીયો

બેસ્ટ ડીલ શોધે છે ભારતીયો

ભારતીયો પોતાનો સૌથી વધારે સમય બેસ્ટ ડીલ શોધવામાં વિતાવે છે.

ફ્રીની વસ્તુ મેળવવામાં ઇન્ડિયા પ્રથમ

ફ્રીની વસ્તુ મેળવવામાં ઇન્ડિયા પ્રથમ

ફ્રીમાં છૂટ, કૂપન, ગિફ્ટ પેક, વગેરેની પાછળ ભાગનારાઓમાં સૌથી આગળ ભારતીયો છે.

English summary
The latest survey done by Couponation, Indians actually love to get the things in Free. Check out how.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X