For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેતાગિરીનું સત્ય: જેટલો મોટો ક્રિમિનલ રેકોર્ડ, એટલી વધુ સંપત્તિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

criminalminister
નવી દિલ્હી, 30 જુલાઇ: કહેવામાં આવે છે કે રાજકારણ મસલ્સ પાવર અને મેનપાવરના જોરે ચાલે છે. જો રાજકારણમાં પોતાનો સિક્કો જમાવવો હોય તો તાકાત અને પૈસા બંને મહત્વની બાબત છે. જાણકારોનું માનીએ તો પૈસા અને તાકાતથી ફક્ત ના ચૂંટણી જીતી શકાય છે પરંતુ રાજકારણમાં સારી એવી કમાણી કરી શકાય છે.

એસોશિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સના એક સર્વે અનુસાર ભારતીય રાજકારણમાં કેટલાક નેતાઓએ 10 વર્ષમાં પોતાની સંપત્તિમાં 100 ટકાનો વધારો કર્યો છે. એડીઆર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતીય રાજકારણમાં 10 વર્ષોમાં 62,47 ઉમેદવારો પાસે સરેરાશ 1.37 કરોડની સંપત્તિ હતી પરંતુ તે ઉમેદવાર જેમને ચૂંટણી જીતી તેમની પાસે 3.83 કરોડ એટલે કે સરેરાશથી વધુ સંપત્તિ હતી.

ખાસ વાત એ છે કે એડીઆરે પોતાના આ રિસર્ચમાં હજારો રાજકારણીઓનો સમાવેશ કર્યો અને 10 વર્ષોના પોતાના રિસર્ચ બાદ વિશ્લેષણ રજૂ કર્યું. આ સ્ટડી અનુસાર 10 વર્ષોમાં આ નેતાઓની સંપત્તિમાં સો ટકાનો વધારો થયો છે. જ્યારે જે ધારાસભ્યો વિરૂદ્ધ આપરાધિક કેસ હતા, તેમની સંપત્તિ 4.30 કરોડ થઇ ગઇ છે. સર્વે અનુસાર જે સાંસદો અને ધારાસભ્યો પર હત્યા, અપહરણ અને રેપ જેવા ગંભીર ગુનાના આરોપો હતા, તેમની સરેરાશ સંપત્તિ ઝડપથી વધી અને 4.38 કરોડ થઇ ગઇ.

એડીઆર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર 2004થી માંડીને અત્યાર સુધી 62,847 ઉમેદવારોમાંથી 11,063 ઉમેદવારો વિરૂદ્ધ કોઇને કોઇ આપરાધિક કેસ ચાલી રહ્યાં છે. જેમાંથી 5,253 ઉમેદવારો વિરૂદ્ધ ગંભીર કેસ ચાલી રહ્યાં છે. આપરાધિક રેકોર્ડવાળા ઉમેદવારોની સંપત્તિમાં ચૂંટણી જીત્યા બાદ અનેકગણો વધારો થયો છે. આવા 4181 ઉમેદવારોની સંપત્તિ સરેરાશ 1.74 કરોડ રૂપિયા રૂપિયા વધીને 4.08 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

એડીઆરના પ્રોફેસર ત્રિલોચન શાસ્ત્રીનું માનીએ તો પૈસા ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવે છે અને ગુનાખોરીના કારણે પરિસ્થિતી એકદમ બગડી જાય છે. આ સ્ટડીમાં બતાવવામાં આવ્યું છે કે 1072 ઉમેદવાર એવા હતા કે જેમના પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યો હતો અને તે પહેલીવાર ચૂંટણીમાં ઉભા રહ્યાં હતા જ્યારે 788 એવા પણ કેસ હતા જ્યાં ક્રિમિનલ કેસનો સામનો કરી રહેલા ઉમેદવાર બીજીવાર ચૂંટણી લડી રહ્યાં હતા. આ સર્વે અનુસાર 2004થી શિવસેના પાસે 75 ટકા એમપી અને એમએલએ, રાષ્ટ્રીય જનતા દળ પાસે 46 ટકા, જનતા દળ પાસે 44 ટકા જ્યારે કોંગ્રેસ પાસે 22 ટકા અને ભાજપ પાસે 31 ટકા ઉમેદવારોએ તેમના વિરૂદ્ધ ક્રિમિનલ કેસ હોવાની જાહેરાત કરી હતી.

English summary
An analysis of self-sworn affidavits of the candidates by ADR and NEW has found that wealth of 317 candidates, who re-contested the elections, had grown by over 1,000 per cent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X