For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tips: અધિકાર જમાવનાર પતિને આ રીતે કરી શકો હેન્ડલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કેટલાક પતિ એકદમ જિદ્દી, ધાક જમાવનાર, શાસન જમાવનાર હોય છે, એવામાં તેમની પત્નીને તેમની સાથે કેવી રીતે વર્તવું તે સૌથી મોટી મુશ્કેલી હોય છે. પતિ-પત્નીના સંબંધમાં એક-બીજાની સંભાળ રાખવી તે સ્વાભાવિક છે પરંતુ સંભાળ રાખવાના બદલે શાસન કરવા લાગવું, સંબંધોને ભારરૂપ બનાવી દે છે. આવી સ્થિતીમાં પત્નીને એકદમ સમજદારીપૂર્વક નિર્ણય લેવો પડે છે.

પતિ આ પ્રકારનો વ્યહારના ઘણા કારણોથી કરે છે, તે વધુ પ્રેમ કરે છે અને કોઇની સાથે પોતાની પત્નીને જોવાનું પસંદ કરતા નથી, દર વખતે તેમને પોતાની પત્નીનું ધ્યાન હોય છે અથવા તે શંકાશીલ મિજાજના હોય છે. એવા લોકોને ટ્રીટ કરવા માટે ખૂબ જ ધૈર્ય અને પ્રયત્નની જરૂર પદે છે જેથી તમારા બંનેનો સંબંધ એક સુંદર રીતે જળવાઇ રહે. અહીં કેટલીક ટિપ્સ બતાવવામાં આવી છે કે કેવી રીતે પોતાનું શાસન ચલાવનાર પતિને ડીલ કરશો:-

લિમિટ સમજો

લિમિટ સમજો

તમે પોતાની તરફથી સ્ટેંડ લેવાની સીમા નક્કી કરી લો. જો તમારા પતિ તમને લઇને વધુ પડતા લાગણીશીલ છે તો તેમને પ્રેમપૂર્વક હેન્ડલ કરો. તેમને સમય આપો અને તેમની સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરો.

પોતાને વ્યક્ત કરો

પોતાને વ્યક્ત કરો

જો તમને તેમની કોઇ આદત ખરાબ લાગે તો તરત જ તેમને કહી દો અથવા તો વ્યક્ત કરી શકો છો તમને કઇ વાત ખોટી લાગી છે. આનાથી તમારા મનમાં કોઇ પીડા રહેશે નહી અને સ્થિતીઓ વધુ બગડશે નહી.

કાઉન્સલિંગ લો

કાઉન્સલિંગ લો

જો તમારા પતિ વધુ પડતો પ્રભાવ જમાવવાનો પ્રયત્ન કરે છે તો તમે જોઇ કાઉન્સલરની મદદ લઇ શકો છો અને તેમને એક ક્લિનિકલ પ્રોસેસથી સમજાવી શકો છો. તેમા માટે તમારે ધૈર્ય અને સાહસની જરૂરિયાત પડશે.

માંગણી કરો

માંગણી કરો

તમે તમારા પતિ પાસે ક્યારેક-ક્યારેક કંઇ માંગી લો, તમને જે પણ વાતમાં તેમનું શાસન જોવા મળે છે, તે જ માંગી લો. જેમ કે તે તમને બહાર જતાં રોકે છે, તો બોલો કે તમારી ઇચ્છા છે કે તમે બહાર જવા માંગો છો. એવામાં તમારી ભાવનાઓને સમજશે અને તમારા માન ખાતર તમને પરવાનગી આપી દેશે.

સંબંધમાં પારદર્શિતા રાખો

સંબંધમાં પારદર્શિતા રાખો

તમે બંને પોતાના સંબંધમાં પારદર્શિતા બનાવી રાખો. કોઇપણ વાત છુપાવશો નહી. મનમાં ઉદભવનાર દરેક વાત અને ફીલિંગ શેર કરો. આનાથી તમારા સંબંધો મજબૂત બનશે અને કોઇ ખતરો બનશે નહી.

પરસ્પર વાતચીત વધારો

પરસ્પર વાતચીત વધારો

પરસ્પર વાતચીત વધારો. એક-બીજાને વધુમાં વધુ સમય આપવાનો પ્રયત્ન કરો. સાચું કહીએ તો કોઇપણ વાત છુપાવશો નહી. પરસ્પર વાતચીત કરતાં સંદેહ સ્પષ્ટ થઇ જાય છે અને પાર્ટનરના મનમાં અસુરક્ષાની ભાવના નિકળી જાય છે.

વખાણ કરો

વખાણ કરો

તમારા પાર્ટનરની સારી ટેવોની અને કેયરિંગના વખાણ કરો. આનાથી તમારી વિચારસણી પર ગાઢ અસર પડશે અને ખરેખર તમારી સંભાળ કરશે. તમે આ પ્રમાણે તમારા પતિને હેન્ડલ કરી શકો છો.

ગુસ્સા પર કાબૂ કરો

ગુસ્સા પર કાબૂ કરો

જો તમને પોતાના પતિની શાસન કરવાની ટેવ પર ગુસ્સો આવે છે તો તેના પર કાબૂ મેળવો. તેમની માનસિકતા સમજો અને ક્લિનિકલી ટ્રીટ કરો. જો તમે પણ તેમના પર ગુસ્સો કરશો તો પરસ્પર મતભેદ વધશે અને સંબંધોમાં તિરાડ આવશે.

સમય આપો

સમય આપો

બધુ સમયસર થાય છે. ક્યારેક-ક્યારેક કોઇ તમારી ખૂબ સંભાળ કરે છે અને એક વર્ષ બાદ કંઇપણ ના કરે, તેનાથી કોઇ ફરક પડતો નથી. પોતાના પાર્ટનરને તમને સમજવાનો સમય આપો. થોડા સમય બાદ તે તમારી ટેવો, તમારા વ્યવહાર અને તમારી પસંદ સમજી જશે તો કદાચ પોતાની શાસન કરવાની આદતને છોડી દેશે.

સાહસ વધારો

સાહસ વધારો

લગ્ન માટે કોઇપણ છોકરીને આપવામાં આવતી પ્રથમ સલાહ એ છે કે તે પોતાના પતિનું સાહસ વધારે અને તેનો સાથે આપે. લગ્ન બાદ પરસ્પર ભૂલોને માફ કરવી અને ભૂલતાં શીખો. આ રીતે તમે બંને ખુશ રહેશો.

English summary
Dealing with possessive husband can be one of the toughest tasks, if you have a really possessive husband. It is common to be possessive in a relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X