આ દિવાળીએ ટ્રાય કરો રોયલ જ્વેલરી, 'પદ્માવતી' અંદાજમાં

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'એ તેના પહેલા પોસ્ટર રિલિઝથી લઈને ટ્રેલર સુધી ધુમ મચાવી છે. આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલીએ રાજપૂતાના સ્ટાઇલને ખૂબ જ સુંદર રીતે દર્શાવી છે. બોલીવૂડમાં 'જોધા અકબર' બાદ ઘણા સમય બાદ આવી ફિલ્મ આવી રહી છે. જેના કપડાં, જ્વેલરીને લોકો પસંદ કરી રહ્યા છે. 'પદ્માવતી' ફિલ્મના ટ્રેલરમાં રાજસ્થાનના પારંપરિક પોષાકથી અને જ્વેલરી મળે છે. તો આ દિવાળીએ તમે પણ પોતાના લૂકને પદ્માવતી સ્ટાયલમાં રોયલ ટચ આપી શકો છો.

રાજપૂતી પોષાક

રાજપૂતી પોષાક

'પદ્માવતી' ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કપડાં 16મી સદીમાં પહેરાતા હતા. આ કપડા પર પારંપરિક રાજપૂતાના સ્ટાઇલનું ગોટા પતી વર્ક કરવામાં આવ્યું છે, જેમાં ફુલ અને મોરની આકૃતિમાં વિવિધ પેટર્નમાં આ વર્ક જોવા મળે છે. દિવાળીના કપડાની શોપિંગ કરવાની જો બાકી હોય તો તમે આવા વર્કના કપડા લઈ શકો છો અને પોતાને થોડો રાજપૂત રોયલ લૂક આપી શકો છો.

બોરલા

બોરલા

રાજપુતી મહિલા માંગ ટીકો તરીકે બોરલા પહેરતી હોય છો. ફિલ્મ 'જોધા અકબર'માં પણ ઐશ્વર્યા રાયે માંગ ટીકો પહેર્યો હતો. એ બાદ 'પદ્માવતી'માં દીપિકા પણ અલગ-અલગ ડિઝાઇનના માંગ ટીકા પહેરતી જોવા મળશે. આ માંગ ટીકામાં કુદંન વર્કથી લઈને સ્ટોન વર્કનો ઉપયોગ કરવામાં આવે છે. પરણીત મહિલાઓ દિવાળીમાં આ માંગ ટીકાનો ઉપયોગ કરીને પોતાના સિમ્પલ આઉટફિટને રોયલ ટચ આપી શકે છે. માંગ ટીકો તમારા લૂકને પરંપરાગત બનાવશે અને તમે લોકોથી થોડા અલગ પણ દેખાશો.

આડ

આડ

આડ રાજસ્થાની પરંપરામાં ગળામાં પહેરવામાં આવતી અંડાકાર જ્વેલરી છે. આ જ્વેલરી આખું ગળું ઢંકાઇ જાય એ રીતે બનાવવામાં આવે છે. તમે પણ પોતાના સિમ્પલ, વર્ક વગરના ડ્રેસ પર આ જ્વેલરી ટ્રાય કરી શકો છો. આ એક જ્વેલરી પહેરવાથી તમારો લૂક ટ્રાન્સફોર્મ થઇ જશે, તમારો સામાન્ય ડ્રેસ પણ સોફિસ્ટિકેટેડ અને એલિગન્ટ લાગશે.

ઝુમર

ઝુમર

કાનમાં પહેરાતા ઝુમકા કરતા થોડા વધારે ભારે અને મોટા એટલે ઝુમર. 'પદ્માવતી' ફિલ્મની વાત કરીએ તો તેમાં દીપિકાએ અદ્ભૂત ઝુમર પહેર્યા છે. જો તમને વધુ તૈયાર થવાનો શોખ ન હોય અને તેમ છતાં દિવાળીના તહેવારને મેચ થાય તેવો લુક જોઈતો હોય તો તમે ઝુમર ટ્રાય કરી શકો છો. રોયલ રાજસ્થાની ડિઝાઇનમાં તમે તેને કેરી કરી શકો છો. રાજસ્થાની સ્ટાઇલના ઝુમકાએને સૂરલિયા, કાનબાલી અને ઝાલના નામથી ઓળખવામાં આવે છે.

નથ

નથ

ઘણા સમયથી આપણી સ્ટઇલમાંથી નથ અથવા નથણી બાકાત થઈ ગઈ હતી, જે 'પદ્માવતી' ફિલ્મ બાદ ફરીથી ટ્રેન્ડમાં આવશે. નથણી પણ અલગ અલગ ડિઝાઇન હોય છે. તમે પણ આ દિવાળીના શૃંગારમાં તેનો ઉપયોગ કરી શકો છો. યુવતીઓ ડ્રેસ કે કુર્તી સાથે નાનકડી નથ પહેરી શકે છે, જ્વેલરીનો વધુ શોખ હોય એ મહિલાએ હેવી ડ્રેસ, સાડી કે ચણિયાચોળી સાથે મોટી નથણી પહેરી શકે છે.

English summary
Dewali 2017: The Padmavati trailer showcased some real gorgeous Rajputani styles, which you can adopt in your Diwali Looks. Have a look.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.