For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2022: દિવાળીની સફાઈ કરતી વખતે ઘરમાંથી આ વસ્તુઓને ફેંકો બહાર, નહિતર આવશે બદનસીબી!

દિવાળી પહેલા કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો જરૂરી છે. જો તમે તેને ઘરમાંથી દૂર ન કરો તો નકારાત્મકતા હાવી થઈ જાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિવાળી પર આપણુ ઘર સ્વચ્છ, સુંદર અને સજાવીને રાખવામાં આવે છે. ઉત્સવનો માહોલમાં ઘરને રોશનીથી સજાવવામાં આવે છે. દિવાળીમાં સ્વચ્છતાનુ વિશેષ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે સ્વચ્છ ઘર પર મા લક્ષ્મીની કૃપા હોય છે. રોજિંદા જીવનમાં લોકો તેમના ઘરમાં નકામી વસ્તુઓ ભેગી કરી લેતા હોય છે. જેમાંથી ઘણી વસ્તુઓ કામની નથી હોતી. દિવાળી પહેલા કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો જરૂરી છે. જો તમે તેને ઘરમાંથી દૂર ન કરો તો નકારાત્મકતા હાવી થઈ જાય છે.

તૂટેલો કાચ દૂર્ભાગ્યનુ પ્રતીક

તૂટેલો કાચ દૂર્ભાગ્યનુ પ્રતીક

વાસ્તુ અનુસાર તૂટેલા કાચથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જો તમે દિવાળી પર ઘરની સફાઈ કરી રહ્યા હોવ તો તૂટેલા કાચને ફેંકી દો. એવુ માનવામાં આવે છે કે તૂટેલો કાચ પ્રગતિને અટકાવે છે અને પરિવારમાં આર્થિક નુકસાન પહોંચાડે છે.

ખરાબ ગેઝેટ્સ ફેંકી દો

ખરાબ ગેઝેટ્સ ફેંકી દો

આજકાલ દરેકના ઘર અનેક પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી સજ્જ છે. જો તમારુ કોઈપણ ગેઝેટ બિનઉપયોગી હોય તો દિવાળી પહેલા તેને ઠીક કરી લો. જો તે કામ કરવાની સ્થિતિમાં ન હોય તો દિવાળી પહેલા તેને ફેંકી દો.

તૂટેલી મૂર્તિઓ દૂર્ભાગ્ય લાવે છે

તૂટેલી મૂર્તિઓ દૂર્ભાગ્ય લાવે છે

ઘરમાં તૂટેલી કે ખંડિત મૂર્તિ હોવી એ અશુભ સંકેત છે. જો તમારા પૂજા ઘરમાં કોઈ તૂટેલી મૂર્તિ હોય તો તેને તમારા ઘરમાંથી સન્માનપૂર્વક દૂર કરી દો.

તૂટેલુ ફર્નીચર પણ અશુભ

તૂટેલુ ફર્નીચર પણ અશુભ

જો તૂટેલુ ફર્નીચર રિપેર કરવાની સ્થિતિમાં ના હોય તો તેને કાઢી નાખો. જો રીપેર કરી શકાય તો દિવાળી પહેલા રીપેર કરાવી લો.

તૂટેલી ઘડિયાળ

તૂટેલી ઘડિયાળ

જો ઘરમાં જૂની ઘડિયાળ હોય કે કામ ન કરતી હોય તો તેને રિપેર કરાવીને સુધારી લો. અટકેલી ઘડિયાળ ઘરમાં ખરાબ નસીબ લાવે છે.

બાથરુમ સાફ રાખો

બાથરુમ સાફ રાખો

બાથરૂમની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ડોલ, શેમ્પૂ, સાબુ અને બૉડી વોશ વગેરે ખરાબ થઈ ગયા હોય અને જૂના દેખાતા હોય તો તેને બદલીને નવા રાખવા જોઈએ.

English summary
Diwali 2022: These items should be remove from home immediately while diwali cleaning to avoid bad luck
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X