For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Must Read: ભૂકંપ આવે તો શું કરવું શું ના કરવું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 એપ્રિલ: નેપાળમાં આવેલા જોરદાર ભૂંકપથી નેપાળ સહિત ઉત્તર ભારતમાં પણ પરિસ્થિતિ વણસી છે. આ વિપદાની વચ્ચે ભારતીય ડિજાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ભારત માટે પણ સાવધાન રહેવાની ચેતાવણી આપી છે. રાષ્ટ્રીય ડિજાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ભૂકંપથી સાવધાન સંબંધી કેટલીક જરૂરી વાતો બતાવી છે જે આ પ્રમાણે છે.

આપ પણ આ ઉપયોગી માહિતીને વાંચો અને આપના મિત્રો સાથે તેને શેર કરો...

earthquake

1. જો આપ કોઇ ઇમારતની અંદર છો અને અચાનક ભૂકંપ આવે તો તુરંત કોઇ મજબૂત ફર્નીચરની નીચે છૂપાઇ જાવ. જો કોઇ ફર્નિચર ના હોય તો પોતાના ચહેરા અને માથાને હાથોથી ઢાંકી લો અને ઓરડામાં કોઇ ખૂણામાં બેસી જાવ.

2. જો આપ ઇમારતની બહાર હોવ તો ઇમારત, વૃક્ષ, થાંભલા અને વીજળીના તારોથી દૂર જતા રહેવું, બને ત્યાં સુધી ખુલ્લા મેદાનનો આસરો લેવો.

3. જો આપ કોઇ વાહનમાં મુસાફરી કરી રહ્યા હોવ, તો જેટલું જલદી બની શકે વાહન રોકી દો અને વાહનની અંદર જ બેસેલા રહો.

4. જો આપ કાટમાળમાં ફસાઇ ગયા હોવ તો માચિસ ક્યારેય સળગાવવી નહીં, સ્થિર રહો, હલો નહીં અને કોઇપણ ચીજ વસ્તુને ધક્કો મારવો નહીં.

5. કાટમાળમાં ફસાયેલા હોવાની સ્થિતિમાં કોઇ પાઇપ અથવા દીવાર પર હળવાસથી ખખડાવો, જેનાથી બચાવકર્મીઓને આપની સ્થિતિની ખબર પડી શકે. જો આપની પાસે સીટી હોય તો તેને વગાડો અથવા આપને સીટી વગાડતા આવડતું હોય અને વગાડવાની સ્થિતિમાં હોવ તો જરૂર વગાડો.

6. કોઇપણ વિકલ્પ નહીં હોવાની સ્થિતિમાં જ બૂમબરાડા પાડો. બૂમબરાડા પાડવાથી આપની શ્વાસનળીમાં દમઘોંટૂ ધૂળ અને માટી ફસાઇ શકે છે.

7. આપના ઘરમાં હંમેશા વધારે રાહત કિટ તૈયાર રાખો.

English summary
If indoors, drop to the ground. Take cover by getting under a sturdy table or other piece of furniture. If there is no desk or table, cover the face and head with the arms and crouch in an inside corner of the building.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X