• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો: આ છે તેલંગાણા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ તથ્યો

By Kumar Dushyant
|

હૈદ્રાબાદ, 31 જુલાઇ: પૃથક રાજ્ય બનેલા આંધ્ર પ્રદેશના તેલંગાણા વિસ્તાર સાથે જોડાયેલા તથ્યો પર એક નજર કરી કરીએ: તેલંગાણાનો આશય છે 'તેલૂગૂ ભાષીઓની ભૂમિ'. આ વિસ્તાર પહેલાં હૈદ્રાબાદની રિયાસત અંતગર્ત આવતો હતો.

- ભારતીય સેના દ્વારા એક અભિયાન હેઠળ હૈદ્રાબાદને 1948માં ભારતમાં સામેલ કર્યું હતું, કારણ કે હૈદ્રાબાદ રિયાસતના નિઝામ હૈદ્રાબાદને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર કરવા માંગતા હતા.

- મદ્રાસ સ્ટેટથી કાપીને તેલંગાણાને સામેલ કરી તેલૂગૂભાષીઓ માટે 1956માં આંધ્રપ્રદેશ રાજ્યનું નિર્માણ કરવામાં આવ્યું.

- તેલંગાણામાં 10 જિલ્લા છે: ગ્રેટર હૈદ્રાબાદ, રંગારેડ્ડી, મેદક, નાલગોંડા, મહબૂબનગર, વારંગલ, કરીમનગર, નિજામાબાદ, અદીલાબાદ અને ખમ્મમ.

-તેલંગાણાનો ભૌગોલિક વિસ્તાર આંધ્રપ્રદેશની બોર્ડર, રાયલસીમા (હાલમાં આંધ્રપ્રદેશનો ભાગ) કર્ણાટક, મહારાષ્ટ્ર અને છત્તીસગઢને પણ મળે છે.

- ક્ષેત્રફળ 114,800 વર્ગ કિલોમીટર

-વસ્ત્રી 35.28 કરોડ

-બોલવામાં આવતી ભાષા તેલૂગૂ અને ઉર્દૂ છે

- આખો વિસ્તાર ઉંચાઇ પર આવેલો છે. બે મુખ્ય નદીઓ ગોદાવરી અને કૃષ્ણા છે, પરંતુ મોટાભાગનો વિસ્તાર દુષ્કાળ પ્રભાવિત છે.

- વર્તમાન આંધ્રપ્રદેશના 294માંથી 119 ધારાસભ્ય આ વિસ્તારમાંથી ચૂંટાઇ આવે છે, તથા રાજ્યના કુલ 42 લોકસભા સીટોમાંથી 17 સીટો આ વિસ્તારમાં આવે છે.

- અત્યારે જે વિસ્તારને તેલંગાણા કહેવામાં આવે છે તે એક સમયે હૈદ્રાબાદ પ્રાંતનો ભાગ હતો, જેનું 17 સપ્ટેમ્બર 1948ના રોજ ભારતમાં વિલિનીકરણ કરવામાં આવ્યું હતું.

- કેન્દ્ર સરકારે નૌકરશાહ એમકે વેલ્લોડીને 26 જાન્યુઆરી 1950ના રોજ હૈદ્રાબાદ પ્રાંતના પ્રથમ મુખ્યમંત્રી નિમવામાં આવ્યા હતા. આંધ્ર પહેલું રાજ્ય હતું જેને 'મદ્રાસ પ્રાંત' (જે અત્યારે નથી) સાથે ભાષાના આધારે અલગ કરીને એક નવેમ્બર 1953ના રોજ રચવામાં આવ્યું હતું. નવા રાજ્યના નિર્માણની માંગને લઇને 53 દિવસો સુધી આમરણાંત અનશન પર બેઠેલા પોટ્ટી શ્રીમાલુના મૃત્યું બાદ તેનું નિર્માણ થયું જેના રાજધાની કર્નૂલ શહેર હતી જે રોયલસીમા વિસ્તારમાં પડે છે.

- હૈદ્રાબાદ પ્રાંતને આંધ્ર રાજ્યમાં ભેળવવાનો પ્રસ્તાવ 1953માં રજૂ કરવામાં આવ્યો હતો અને તત્કાલીન હૈદ્રાબાદ પ્રાંતના તત્કાલીન મુખ્યમંત્રી બરગુલા રામકૃષ્ણ રાવે આ મુદ્દે કોંગ્રેસ કેન્દ્રિય નેતૃત્વના નિર્ણયનું સમર્થન કર્યું જ્યારે તેલંગાણા વિસ્તારમાં આ નિર્ણયનો વિરોધ થઇ રહ્યો છે. વિલય પ્રસ્તાવને સ્વિકાર કરતાં આંધ્ર વિધાનસભાએ 25 નવેમ્બર 1955ના રોજ તેલંગાણાને હિતોની સુરક્ષા પુરી પાડવાનો વાયદો કર્યો.

- તેલંગાણાના હિતોની સુરક્ષા કરવાના વાયદા સાથે તેલંગાણા અને આંધ્રનું વિલય કરવા માટે 20 ફેબ્રુઆરી 1956ના રોજ તેલંગાણા નેતાઓ તથા આંધ્ર નેતાઓ વચ્ચે એક કરાર થયો હતો. બેજવાડા ગોપાલ રેડ્ડી અને બરગુલા રામકૃષ્ણ રાવે એક કરાર પર હસ્તાક્ષર કર્યા.

- રાજ્યના પુનર્ગઠન અધિનિયમ હેઠળ હૈદ્રાબાદ પ્રાંતના તેલગૂ ભાષી વિસ્તારોને આંધ્રની સાથે ભેળવી દિધા અને 1 નવેમ્બર 1956ના રોજ આંધ્રપ્રદેશ રાજ્ય બન્યું. હૈદ્રાબાદ પ્રાંતની તત્કાલીન રાજધાની હૈદ્રાબાદ શહેરને આંધ્ર પ્રદેશની રાજ્યની રાજધાની બનાવવામાં આવી.

- 1969માં તેલંગાણા વિસ્તારમાં એક આંદોલન શરૂ થયું કારણ કે લોકોએ કરારને લાગૂ કરવા અને અન્ય સુરક્ષાઓ લાગૂ કરવામાં નિષ્ફળને લઇને પ્રદર્શન શરૂ કર્યું. મારી ચન્ના રેડ્ડીએ તેલંગાણા પ્રજા સમિતિ રચીને અલગ રાજ્યના નિર્માણને સમર્થન કર્યું. આંદોલને જોર પકડ્યું અને હિંસક થઇ ગયું.

પ્રથમ રાજધાની કરીમનગરમાં

પ્રથમ રાજધાની કરીમનગરમાં

230 ઇ.સ. પૂર્વે મૌર્ય સામ્રાજ્ય ખતમ થયા બાદ સતાવના સામ્રાજ્ય આવ્યું અને આ વિસ્તારમાં શક્તિશાળી સામ્રાજ્યના રૂપમાં વિકસ્યું. આ સામ્રાજ્ય ગોદાવરી અને કૃષ્ણા નદી વચ્ચે ફેલાયેલું હતું. આ વિસ્તારની પ્રથમ રાજધાની કરીમનગરમાં કોટિલિંગલા હતી. ત્યારબાદ ધરનિકોટા થઇ ગઇ. સતાવના બાદ વકાતકા, વિષ્ણુકુડિના, ચાલુક્ય, રાષ્ટ્રકુટા અને પશ્વિમી ચાલુક્યોએ અહીં રાજ્ય કર્યું. કાકાતિકા સામ્રાજ્ય તેલંગાણા વિસ્તાર માટે ઇતિહાસમાં સુવર્ણ સમય રહ્યો છે. કાકાતિયાના રાજાઓએ આંધ્ર પ્રદેશના કેટલાક રાજ્યોમાં રાજ્ય કર્યું. કાકાતિયા સામ્રાજ્યમાં જ આ પણ તેલૂગૂ ભાષી વિસ્તારો એકજૂટ થઇને રાજ્યમાં પરિવર્તિત થયા.

14મી સદીમાં આવ્યા નિજામ

14મી સદીમાં આવ્યા નિજામ

આ રાજ્યમાં દિલ્હી સલ્તનતનું રાજ 14મી સદીમાં શરૂ થયું, ત્યારબાદ બાહમનિસ આવ્યા. ગોલકોંડાના રાજ્યપાલ સુલતાન કુલીએ 1518માં બાહમની સલ્તનત વિરૂદ્ધ મોરચો ખોલી દિધો અને પછી કુતુબ શાહી સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ 1987માં આ મુગલોના શાસક ઔરંગઝેબે રાજ્ય કર્યું. પછી બ્રિટિશ શાસન સુધી અહીં નિજામોનું શાસન રહ્યું. 1712માં આસિફ જહાંના નિઝામ-ઉલ-મુલ્ક બન્યા. તેમને જ આગળ ચાલીને આ વિસ્તારનું નામ હૈદ્રાબાદ ડેક્કન રાખ્યું. નિઝામોના અધિકાર છિનવાઇ ગયા.

સ્વતંત્રતા બાદ

સ્વતંત્રતા બાદ

સ્વતંત્રતા પછી હૈદ્રાબાદના નિઝામે ભારત સરકાર સમક્ષ પ્રસ્તાવ રાખ્યો, જેના અંતગર્ત તે હૈદ્રાબાદ રાજ્યને સરકારના આધીન નહી પરંતુ નિયમો હેઠળ શાહી રાજ્યનો દરજ્જો માંગ્યો. પરંતુ એવું થઇ શક્યું નહી અને જોત જોતામાં તેલૂગૂ ભાષી લોકો 22 જિલ્લાઓમાં વહેંચાઇ ગયા, જેમાંથી 9 જિલ્લાઓમાં નિઝામોનું રાજ્ય વર્ચસ્વ રહ્યું. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત સરકારે એમકે વેલ્લોડીને હૈદ્રાબાદ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે મદ્રાસ સ્ટેટ અને બોમ્બે સ્ટેટથી શાસન કરતા રહ્યા. 1952માં પ્રથમ લોકશાહી ચૂંટણી યોજાઇ અને ડૉ. બુગુલા રામકૃષ્ણ રાવ પહેલા મુખ્યમંત્રી બન્યા. આ તે જ સમય હતો જ્યારે અલગ તેલંગાણાની માંગણી શરૂ થઇ અને લોકોએ મદ્રાસ સ્ટેટ પર પોતાની માંગણી રાખતાં સરકાર વિરૂદ્ધ વિરોધ વ્યક્ત કર્યો.

આમરણાંત અનશન બાદ

આમરણાંત અનશન બાદ

1953માં પોટ્ટિ શ્રી રામુલૂના આમરણાંત અનશન બાદ ઉત્તરી સિરકાર અને રાયલસીમાને કાપીને આંધ્ર પ્રદેશ રાજ્ય બનાવવામાં આવ્યું, જેની રાજધાની કૂરનૂલ બની. આ દરમિયાન તેલંગાણાને અલગ રાજ્ય બનાવવા માટે 1946થી લઇને 1951 સુધી કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના નેતૃત્વમાં આંદોલન ચાલ્યું. આ આંદોલન નલગોંડા જિલ્લાથી શરૂ અને જોતજોતામાં વારંગલ બીદર જિલ્લા સુધી ફેલાઇ ગયું. હિંસા થઇ, લોકો માર્યા ગયા, લાકડી ચલાવાઇ અને ઘણું બધુ થયું.

1 નવેમ્બર 1956

1 નવેમ્બર 1956

1 નવેમ્બર 1956:માં જ્યારે રાજ્યોના નિર્માણ માટે બનાવવામાં આવેલા આયોગ તેલંગાણાને આંધ્ર પ્રદેશમાં જોડીને રાજ્ય બનાવવાના પક્ષમાં ન હતા. ભલે ત્યાંની ભાષા એક જ હતી. પરંતુ રાજકીય પક્ષોના દબાણના કારણે આયોગે હૈદ્રાબાદના તટીય વિસ્તારો અને તેલંગાણાના વિસ્તારોને એકમાં જોડતાં આંધ્ર પ્રદેશ રાજ્યનું નિર્માણ કર્યું. મદ્રાસ સ્ટેટથી તેલંગાણાને અલગ કરીને આંધ્ર સ્ટેટમાં સામેલ કરી તેલૂગૂભાષીઓ માટે એક અલગ રાજ્ય આંધ્ર પ્રદેશની સ્થાપના કરવામાં આવી.

'જય તેલંગાણા' અને 'જય આંધ્ર' આંદોલન

'જય તેલંગાણા' અને 'જય આંધ્ર' આંદોલન

1969: તેલંગાણાને પૃથક રાજ્ય જાહેર કરવા માટે 'જય તેલંગાણા' આંદોલનની શરૂઆત. પોલીસની ગોળીબારીમાં 300થી વધુ લોકોનું મોત. આ આંદોલન આખા રાજ્યમાં ફેલાઇ ગયું જેમાં દિવસે ને દિવસે હિંસક અથડામણોના કારણે હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા.

1972: આંધ્ર પ્રદેશના તટવર્તી વિસ્તારોમાં 'જય આંધ્ર' આંદોલનની શરૂઆત થઇ. આ આંદોલનની આગ તેલંગાણાથી નીકળી. અહીંથી આંધ્ર પ્રદેશના લોકોમાં તટીય આંધ્રા અને તેલંગાણા વિસ્તારના લોકો વચ્ચે દ્વેષની ભાવના ફેલાઇ ગઇ.

'એક મત, બે રાજ્ય'ના નારા

'એક મત, બે રાજ્ય'ના નારા

1997: ભારતીય જનતા પાર્ટી (ભાજપા) તેલંગાણાના સમર્થનમાં આવ્યું, તથા 1998ની ચૂંટણીમાં તેને 'એક મત, બે રાજ્ય'ના નારા સાથે ચૂંટણી લડી.

2001: તેલંગાણા આંદોલનને જીવીત રાખવા માટે કે. ચંદ્રશેખર રાવે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ની સ્થાપના કરી.

ટીઆરએસે કોંગ્રેસ સાથે સંયુક્ત રીતે ચૂંટણીમાં ભાગ લીધો

ટીઆરએસે કોંગ્રેસ સાથે સંયુક્ત રીતે ચૂંટણીમાં ભાગ લીધો

2004: ટીઆરએસે કોંગ્રેસ સાથે સંયુક્ત રીતે ચૂંટણીમાં ભાગ લીધો અને પાંચ લોકસભા સીટો તથા 26 વિધાનસભા સીટો પર જીત નોંધાવી. યુપીએએ પોતાના લઘુત્તમ યોજના કાર્યક્રમમાં તેલંગાણાના મુદ્દાનો સમાવેશ કર્યો તથા પ્રણવ મુખર્જીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિનું નિર્માણ કર્યું.

ચંદ્રશેખર રાવે પૃથક તેલંગાણા માટે આમરણાંત અનશન

ચંદ્રશેખર રાવે પૃથક તેલંગાણા માટે આમરણાંત અનશન

2 સપ્ટેમ્બર 2009: મુખ્યમંત્રી વાઇ. એસ. રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધનના કારણે રાજ્ય રાજકીય અસ્થિરતાની સ્થિતી.

ઓક્ટોબર 2009: ચંદ્રશેખર રાવે પૃથક તેલંગાણા માટે આમરણાંત અનશન શરૂ કર્યું

9 સપ્ટેમ્બર 2009: કેન્દ્ર સરકારે તેલંગાણા રાજ્યના નિર્માણની પ્રક્રિયા માટે પગલાં ભરવાની જાહેરાત કરી.

શ્રીકૃષ્ણા સમિતિ

શ્રીકૃષ્ણા સમિતિ

ત્રણ ફેબ્રુઆરી 2010: કેન્દ્ર સરકારે તેલંગાણા મુદ્દે પાંચ સભ્યોની શ્રીકૃષ્ણા સમિતિની રચના કરી.

28 ડિસેમ્બર 2012: કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ એક સર્વદળીય બેઠક બાદ એક મહિનામાં અંતિમ નિર્ણય લેવાની જાહેરાત કરી.

પૃથક તેલંગાણા રાજ્યનું નિર્માણ

પૃથક તેલંગાણા રાજ્યનું નિર્માણ

12 જુલાઇ 2013: તેલંગાણા પર આવેલા રિપોર્ટ પર મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સાથે ચર્ચા માટે કોંગ્રેસની કોર કમિટિની બેઠક થઇ.

30 જુલાઇ 2013: યુપીએની સમન્વય સમિતિ અને કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠકમાં પૃથક તેલંગાણાના નિર્માણ પર નિર્ણય લેવામાં આવ્યો.

English summary
Here are some of the facts about Andhra Pradesh's Telangana region, which is all set to become a separate state.Telangana means "land of Telugus" and it was part of the erstwhile princely state of Hyderabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more