For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવું સંશોધન: ઇ-સિગરેટથી વધે છે નિકોટીનની લત

|
Google Oneindia Gujarati News

ઇ-સિગરેટને પારંપરિક સિગરેટને છોડવાના એક વિકલ્પ તરીકે પ્રચારિત કરવામાં આવતી રહી છે, પરંતુ એક નવા સંશોધનમાં માલૂમ પડ્યું છે કે તેનાથી કિશોરોમાં પારંપરિક સિગરેટ અને નિકોટીનની લતનું પ્રમાણ વધી રહ્યું છે. શોધ પત્રિકા 'જેએએમએ પિડિએટ્રિક્સ'માં પ્રકાશિત અધ્યયન રિપોર્ટ અનુસાર, જો કિશોર ઇ-સિગરેટનો પ્રયોગ કરે છે, તો તેમનામાં સિગરેટ છોડવાની અપેક્ષાએ તેની લત લાગવાની શક્યતાઓ વધી જાય છે.

યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા- સેન ફ્રાંસિસ્કો (યુસીએસએફ)ના સેંટર ફોર ટોબેકો કંટ્રોલ રિસર્ચ એન્ડ એજ્યુકેશનના પોસ્ટ ડોક્ટોરલ ફેલો લોરેન ડુટ્રાએ જણાવ્યું કે 'એવો દાવો કરવામાં આવતો રહ્યો છે કે ઇ-સિગરેટ લોકોને સિગરેટની લત છોડવામાં મદદ કરે છે, પરંતુ અમારા સંશોધનમાં ધ્યાનમાં આવ્યું છે કે ઇ-સિગરેટ કિશોરોને સિગરેટ છોડવાને બદલે તેનો વધારે પડતો પ્રયોગ કરવા માટે પ્રેરિત કરે છે. માદ્યમિક અને ઉચ્ચ વિદ્યાલયના 40 હજારથી વધારે બાળકો પર કરવામાં આવેલા આ અધ્યયનમાં સામે આવેલા પરિણામ અનુસાર 2011-12ની વચ્ચે ઇ-સિગરેટનો પ્રયોગ 3.1 ટકાથી બેગણો વધીને 6.5 ટકા થઇ ગયું.'

વાસ્તવમાં ઇ-સિગરેટ નિકોટીન અને પારંપરિક સિગરેટની દુનિયામાં પહોંચવાનું એક પ્રવેશ દ્વાર બનતું જઇ રહ્યું છે. પારંપરિક સિગરેટ જેવું દેખાનાર ઇ-સિગરેટ બેટરીથી ચાલનારું એક ઇલેક્ટ્રિક ઉપકરણ છે, જેનાથી નિકોટીન અને અન્ય રસાયણોથી મિશ્રિત હવા ખેંચી શકાય છે. તે ચોકલેટ અને સ્ટ્રોબેરી જેવા ફ્લેવરમાં પણ ઉપલબ્ધ હોય છે. જેનો ઉપયોગ પારંપરિક સિગરેટમાં કરવાની મનાઇ છે, કારણ કે આ ફ્લેવર કિશોરોને ખૂબ જ ભાવે છે.

ઇ-સિગરેટ

ઇ-સિગરેટ

ઇ-સિગરેટ 2003માં એક ચાઇનીઝ ફાર્માસિસ્ટ હોન લિક દ્વારા શોધવામાં આવી હતી.

ઇ-સિગરેટ

ઇ-સિગરેટ

ઇ-સિગરેટનું વેચાણ સૌથી પહેલા ગોલ્ડન ડ્રેગન હોલ્ડિંગે 2005-2006માં વિદેશોમાં શરૂ કર્યું અને બાદમાં તેનું નામ બદલીને રૂયાન રાખવામાં આવ્યું જેનો અર્થ ધૂમ્રપાન એવો થાય છે.

ઇ-સિગરેટ

ઇ-સિગરેટ

ઇ-સિગરેટમાં તમ્બાકૂથી તૈયાર થતું હાનિકારક તત્વ નથી બનતું જે વ્યક્તિને નુકસાન કરતું નથી.

ઇ-સિગરેટ

ઇ-સિગરેટ

ઇ-સિગરેટમાં ઉક કોર્ટેજ લાગેલી હોય છે જેમાં નિકોટીન અને પ્રોપેલિન ગ્લાઇકોલનું દ્રવ્ય પદાર્થ હોય છે જે બાષ્પ બનીને ધુમાળો છોડે છે.

ઇ-સિગરેટ

ઇ-સિગરેટ

બાળકોને ઇ-સિગરેટ નુકસાન કરે છે જ્યારે મોટેરાઓ પર આની વધારે અસર થતી નથી.

ઇ-સિગરેટ

ઇ-સિગરેટ

ઇ-સિગરેટ સાધારણ સિગરેટના મુકાબલે મોંઘી હોય છે તેની શરૂઆત 800 રૂપિયાથી થાય છે.

ઇ-સિગરેટ

ઇ-સિગરેટ

સાધારણ સિગરેટની જેમ ઇ-સિગરેટ પણ પબ્લિક પ્લેસમાં પી શકાય નહીં.

ઇ-સિગરેટ

ઇ-સિગરેટ

જોવામાં ઇ-સિગરેટ અસલી સિગરેટ જેવી જ લાગે છે બસ ઇ-સિગરેટની લંબાઇ થોડી વધારે હોય છે.

English summary
E cigarettes may cause nicotine addiction in teens.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X