For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એગ ફ્રિઝિંગ: જાણો આ નવી પ્રક્રિયાથી જોડાયેલા 6 મુખ્ય તથ્યો

|
Google Oneindia Gujarati News

હાલમાં જ તમે છાપામાં વાંચ્યુ હશે કે જાણીતી બોલીવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ તેવી ડાયના હેડયને એગ ફ્રિઝિંગ પ્રક્રિયા હેઠળ 42 વર્ષની ઉંમર એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. બસ ત્યારથી જ અનેક લોકો આ પ્રક્રિયા વિષે જાણવા માંગે છે. તેમાં પણ ખાસ કરીને તેવી મહિલાઓ જે ગર્ભધારણ અને માતૃત્વને પોતાના કેરિયરની વચ્ચે નથી આવવા દેવા માંગતી અને સાથે જ માતૃત્વનો પોતાનો અધિકાર પણ જતો નથી કરવા માગતી.

તેવી મહિલાઓ માટે આ ખરેખરમાં એક વરદાન સમાન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા મહિલાને આઝાદી મળે છે કે તેને ક્યારે માતૃત્વ ધારણ કરવું. જો કે આ પ્રક્રિયા ખૂબ જ મોંધી છે. અને આંગળીના વેઠે ધણી શકાય તેવી કંપનીઓ જ આ કામ ભારતમાં હાલ કરે છે. ત્યારે શું છે એગ ફ્રિઝિંગ, તેવું ક્યારે કરાવાય, તે પછી બાળક ક્યારે કરાવી શકાય, શું તે વિજ્ઞાનની અને બાળકની દ્રષ્ટ્રિએ સેફ છે આવા તમામ સવાલોના જવાબ મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને સાથે જ સમજો ગર્ભધારણ કરવાની આ નવી અને અનોખી પ્રક્રિયાને...

શું છે એગ ફ્રિઝિંગ?

શું છે એગ ફ્રિઝિંગ?

એગ ફ્રિઝિંગ એક નવી ટેકનોલોજી. જેમાં મહિલાઓના અંડાણુને નીકાળીને તેને ફ્રીઝરમાં ક્લોડ સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવે છે. જે બાદ મહિલા જ્યારે માં બનવા ઇચ્છતી હોય ત્યારે આ અંડાણુને બહાર નીકાળી વૈજ્ઞાનિક પ્રક્રિયા હેઠળ તેને ગર્ભમાં સ્થાનંતરીત કરવામાં આવે છે. જેથી મહિલા માં બની શકે.

કોણ અપનાવી શકે છે આ ટ્રીટમેન્ટ?

કોણ અપનાવી શકે છે આ ટ્રીટમેન્ટ?

1. કેન્સરથી પીડિત મહિલાઓ
2. તેવી મહિલાઓ જે વ્યક્તિગત કારણોથી નજીકના ભવિષ્યમાં માં બનવા નથી ઇચ્છતી. અને કારકિર્દીને પૂર્ણ રીતે માણીને પછી માતૃત્વ મેળવવા માંગે છે.
3. જો કે અંડકોશમાંથી અંડાણુ નીકાળવા માટે મહિલાની ઉંમર 18 થી 20 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે.

ક્યારે ફ્રીઝ કરાવવા જોઇએ?

ક્યારે ફ્રીઝ કરાવવા જોઇએ?

ફ્રીઝિંગ કરવાની કોઇ યોગ્ય ઉંમર નથી. પણ સારા પરિણામો માટે તમે જેટલું જલ્દી કરાવી શકો તેટલું સારું. મોટાભાગની મહિલાઓ 30 વર્ષ કે 34/35 વર્ષે અંડાણુ ફ્રીઝ કરાવતી હોય છે.

કેટલા સમય સુધી ફ્રીઝ કરી શકાય?

કેટલા સમય સુધી ફ્રીઝ કરી શકાય?

આ પર કોઇ અધ્યયન નથી થયું. પણ કહેવાય છે કે 20 વર્ષ પછી પણ ફ્રીઝ કરેલા અંડાણુ સફળતાપૂર્વક ભ્રૃણમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.

શું તે સુરક્ષિત છે?

શું તે સુરક્ષિત છે?

યુએસસી પ્રજનનની એક રિપોર્ટ મુજબ સામાન્ય બાળકો અને ફ્રીઝ કરેલા અંડાણુથી જન્મેલા 900 જેટલા બાળકોમાં જન્મદોષની કોઇ ખાસ તકલીફ જોવા નથી નળી. રિપોર્ટ મુજબ તાજા અંડાણુ અને ફ્રીઝ કરેલા અંડાણુમાં ગુણસુત્રની કોઇ સમસ્યા નથી આવી એટલે મનાય છે કે તે સુરક્ષિત છે.

કિંમત

કિંમત

એગ ફ્રિજિંગની કિંમત દરેક દેશમાં અલગ અલગ છે. તેની કિંમત $5000 થી લઇને $12,000 ની વચ્ચે પડે છે. તેમાં પ્રજનન દવાઓનો ખર્ચો પણ સામેલ હોય છે જે લગભગ $4,000 કે $5,000 જેટલો હોય છે. વળી દર વર્ષે ફ્રિઝિંગ માટે તમારે $100 થી લઇને વધુમાં વધુ $1000 સુધીની રાશિ પણ ખર્ચવી પડે છે.

English summary
With more women opting to have their eggs frozen wishing to have babies in the future, here are some key facts that you need to know about the egg freezing process.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X