For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ ટેન ક્રિમિનલ સાંસદોની યાદીમાં પાંચમા નંબર પર ઉમા ભારતી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 મે: લોકસભામાં દર ત્રીજો ચૂંટાયેલ સાંસદદ આપરાધિક પૃષ્ઠભૂમિવાળો છે. આ આશયનો ખુલાસો સાંસદો દ્વારા ભરવામાં આવેલા શપથ પત્રના આધારે થયો છે.

નેશનલ ઇલેક્શન વોચ (એનઇડબ્લ્યૂ) અને એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)એ 543માં 541 સભ્યોના શપથ પત્રના વિશ્લેષણના આધારે કહ્યું કે 186 અથવા 34 ટકા ચૂંટાયેલા સાંસદોએ પોતાના શપથ પત્રમાં ખુલાસો કર્યો છે તેમના વિરૂદ્ધ આપરાધિક મુદ્દો છે.

2009માં 30 ટકા લોકસભા સભ્યોના વિરૂદ્ધ આપરાધિક મુદ્દા હતા. તેમાં હવે ચાર ટકા વધારો થઇ રહ્યો છે. એડીઆર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 2014ની ચૂંટણીમાં અપરાધિક પૃષ્ટભૂમિવાળા એક ઉમેદવારે જીતવાની સંભાવના 13 ટકા રહી, જ્યારે સ્પષ્ટ છબિવાળા ઉમેદવારોના મામલાઓમાં આ પાંચ ટકા રહી.

આપરાધિક પૃષ્ઠભૂમિવાળા 186 નવા સાંસદોમાંથી 112 (21)એ પોતાના વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયત્ન, સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવા, અપહરણ, મહિલાઓ વિરૂદ્ધ વગેરે જેવા ગંભીર અપરાધિક કેસ હોવાની જાહેરાત કરી છે.

પાર્ટીવાર વિશ્લેષણમાં સૌથી વધુ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની છે. પાર્ટીએ 281 સભ્યોમાંથી 98 અથવા 35 ટકાએ પોતાના શપથ પત્રમાં આપરાધિક કેસ દાખલ હોવાની જાહેરાત કરી છે. ભાજપે 282 સીટો જીતી છે.

કોંગ્રેસના 44 માંથી 8 (18 ટકા), એઆઇડીએમકેના 37માંથી 6 (16 ટકા), શિવસેનાના 18માંથી 15 (83 ટકા) અને તૃણમૂલના 34 વિજેતાઓમાંથી 7 (21 ટકા)એ આપરાધિક કેસ દાખલ હોવાનો ખુલાસો કર્યો છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ તે ટોપ 10 સાંસદોના નામ જેમના વિરૂદ્ધ ગંભીર ક્રિમિનલ કેસ દાખલ છે. તેમાં પપ્પૂ યાદવનું નામ સૌથી ઉપર છે.

24 ક્રિમિનલ કેસ

24 ક્રિમિનલ કેસ

બિહારના મધેપુરાથી લાલૂ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીના ભાઇ પપ્પૂ યાદવ તેમનું સાચું નામ રાજેશ રંજન છે, આ યાદીમાં સૌથી ઉપર છે. ગ્રુજ્યુએટ સુધીનું શિક્ષણ મેળવેલ પપ્પૂ યાદવ તરફથી જે શપથ પત્ર ચૂંટણી દરમિયાન દાખલ કરવામાં આવ્યું હતું તેમના અનુસાર તેનમા પર એક બે નહી પરંતુ 24 ક્રિમિનલ કેસ દાખલ છે.

આગરાથી ભાજપના સાંસદ 21 કેસ

આગરાથી ભાજપના સાંસદ 21 કેસ

આગરા જેને તાજનગરીના નામથી જ પણ ઓળખવામાં આવે છે, અહીંથી સંસદ પહોંચનાર ભાજપના સાંસદ રામશંકર કઠેરિયાના વિરૂદ્ધ 21 કેસ દાખલ છે. ડૉક્ટ્રેટની ડ્રિગ્રી ધરાવનાર રામશંકર કઠેરિયા એક કરોડની સંપત્તિના માલિક છે.

હાઇસ્કુલ પાસે ચૌધરી પર 16 કેસ

હાઇસ્કુલ પાસે ચૌધરી પર 16 કેસ

ઇંડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે કોંગ્રેસ પાર્ટીના પશ્વિમ બંગાળના બહરામપુરથી સાંસદ અધીર રંજન ચૌધરીની વિરૂદ્ધ 16 કેસ દાખલ છે. હાઇસ્કૂલ સુધી અધીર રંજન ચૌધરીના વિરૂદ્ધ 16 કેસ દાખલ છે. હાઇસ્કૂલ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરનાર અધીર રંજન ચૌધરી પાસે આઠ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

13 આપરાધિક કેસ

13 આપરાધિક કેસ

મહારાષ્ટ્રના ઠાણેથી શિવસેના સાંસદ વિછરે રાજન બાબૂ રાવ પર 13 આપરાધિક કેસ દાખલ છે. અધીર રંજન ચૌધરીની જ જેમ વિછારેએ પણ ફક્ત હાઇસ્કુલ સુધી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને તે 10 કરોડની સંપત્તિના માલિક છે.

લોકપ્રિય નેતા અને 13 કેસ

લોકપ્રિય નેતા અને 13 કેસ

ભાજપની લોકપ્રિય નેતા અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની યાદીમાં આવનર ઉમા ભારતી પણ આ યાદીનો ભાગ છે. મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલી અને પાંચમા ધોરણ સુધી શિક્ષણ પ્રાપ્ત કરનાર ઉમા ભારતી વિરૂદ્ધ પણ 13 કેસ દાખલ છે.

12 ક્રિમિનલ કેસ

12 ક્રિમિનલ કેસ

મહારાષ્ટ્રના હાતકણંગલે સંસદીય વિસ્તારથી સ્વાભિમાન પક્ષે પાર્ટીના સાંસદ રાજૂ શેટ્ટીની વિરૂદ્ધ એક ડઝન એટલે કે 12 ક્રિમિનલ કેસ દાખલ છે. રાજૂ જ મહારાષ્ટ્રના તે સાંસદ છે જેમણે અહીં પર શેરડી અને દૂધના ઓછા ભાવ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી.

ભાજપના સાંસદ અને 11 કેસ

ભાજપના સાંસદ અને 11 કેસ

નાગપુર જિલ્લાના અંતર્ગત આવનાર ચંદ્રપુર સંસદીય વિસ્તારથી ચૂંટાયેલા ભાજપના સાંસદ હંસરાજ ગંગારામ પણ આ રેસનો ભાગ છે. 10મા પાસ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરતનાર અને એક કરોડની સંપત્તિના માલિક ગંગારામના વિરૂદ્ધ 11 કેસ દાખલ છે.

પાલાક્કડથી સીપીઆઇના સાંસદ

પાલાક્કડથી સીપીઆઇના સાંસદ

કેરલના પાલાક્કડથી માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીના સાંસદ એમબી રાજેશ વિરૂદ્ધ 11 ક્રિમિનલ કેસ દાખલ છે.

આ પણ ભાજપના સાંસદ

આ પણ ભાજપના સાંસદ

અલ્હાબાદ જિલ્લાના ફૂલપુર સંસદીય વિસ્તારથી આવનાર ભાજપના સાંસદ કેશવ પ્રસાદ વિરૂદ્ધ 11 આપરાધિક કેસ દાખલ છ્હે. કેશવ પ્રસાદે કોંગ્રેસના મોહમંદ કૈફને ચૂંટણીમાં માત આપી છે અને સંસદ પહોંચ્યા છે.

શિરૂરથી શિવસેના સાંસદ

શિરૂરથી શિવસેના સાંસદ

મહારાષ્ટ્રના શિરૂરથી શિવસેનાના સાંસદ અધાલરાવ શિવાજી દત્તાત્રેય પર 10 ક્રિમિનલ કેસ દાખલ છે. દત્તાત્રેયે ફક્ત 10 ધોરણ સુધી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને તેમની પાસે 25 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

English summary
Every third member of parliament having criminal background,Uma Bharti in top five.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X