For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 વર્ષ પહેલા આજના દિવસે જ જન્મ્યુ હતું Facebook, જાણો રસપ્રદ તથ્યો

|
Google Oneindia Gujarati News

સોશિયલ નેટર્વિંક વેબસાઇટ ફેસબુક આ અઠવાડીએ પોતાની દસમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ એક દાયકામાં તેણે ઘણાબધા ઉતાર ચડાવ જોયા છે. વિશ્વભરમાં તેના 1.2 અરબથી પણ વધારે યૂઝર છે.

તેના યૂઝરોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખતા તેના બંધ થવાની સંભાવના તો ખૂબ જ ઓછી છે, પરંતુ ફેસબુકની ઓછી થતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા એ વાતને ટાળી શકીએ નહી કે લોકોનો રસ તેમાંથી ઓછો થતો જઇ રહ્યો છે.

કંપનીની સ્થાપના માર્ક જુકરબર્ગે ચાર ફેબ્રુઆરી 2004ના રોજ કર્યું હતું. હાવર્ડ વિશ્વવિદ્યાલયના આ વિદ્યાર્થીએ અલગ-અલગ લોકોની વચ્ચે અનુભવોની વહેંચણી કરવા માટે એક મંચ તરીકે ફેસબુક વેબસાઇટની શરૂઆત કરી.

જાણો ફેસબુક અંગેના રસપ્રદ તથ્યો...

Fact 1

Fact 1

- ધરતીનો દર 13મો વ્યક્તિ ફેસબુક યુઝર છે.
- 71.2 ટકા યુએસના ઇન્ટરનેટ યુઝરોમાં 30 ટકા યુઝર્સ ફેસબુકના છે.
- દર 20 મિનિટમાં 1,000,000 લિંક ફેસબુકમાં શેર કરવામાં આવે છે.

Fact 2

Fact 2

- દર 20 મિનિટમાં 1.484,000 ઇવેન્ટ ઇનવાઇટ પોસ્ટ કરવામાં આવે છે.
- દર 20 મિનિટમાં 1,323,000 તસવીરો ટેગ કરવામાં આવે છે.
- દર 20 મિનિટમાં 1,851,000 સ્ટેટસ અપડેટ કરવામાં આવે છે.

Fact 3

Fact 3

- દર 20 મિનિટમાં 1.972 મિલિયન મિત્રોની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં આવે છે.
- દર 20 મિનિટમાં 2,716,000 ફોટો અપલોડ કરવામાં આવે છે.
- દર 20 મિનિટમાં 2,716,000 સંદેશાઓ મોકલવામાં આવે છે.

Fact 4

Fact 4

- દર 20 મિનિટમાં 10.2 મિલિયન કોમેન્ટ પોસ્ટ કરવામાં આવે છે.
- દર 20 મિનિટમાં 1,587,000 વોલપોસ્ટ લખવામાં આવે છે
- નવા વર્ષ દરમિયાન લગભગ 750 મિલિયન ફોટા ફેસબુકમાં અપલોડ કરવામાં આવે છે.

Fact 5

Fact 5

- 48 ટકા અમેરિકાના યુવાનોનું કહેવું છે કે તેમને ન્યૂઝ ફેસબુક દ્વારા મળે છે.
- 18થી 34 વર્ષના 48 ટકા લોકો પોતાનું ફેસબુક ત્યારે ચેક કરે છે જ્યારે તેઓ સવારે ઊંઘીને ઉઠે છે, અથવા તો ઊંઘતા પહેલા ફેસબુક ચેક કરે છે.
- 50 ટકા એક્ટિવ યુઝર રોજ ફેસબુકમાં લોગઇન કરે છે.
- લોકો દર મહિને ફેસબુકમાં લગભગ 700 બિલિયન મિનિટ આપે છે.

English summary
Facebook celebrates its 10th birthday, Shocking Facts About Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X