For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની પાંચ સૌથી ખતરનાક આફતોની નદીઓ

|
Google Oneindia Gujarati News

પાછલા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદને પગલે ભાગીરથી નદી તેના પૂરા જોશમાં છે. વર્તમાન સમયમાં તે 1102 મીટરની જોખમી સપાટીથી માત્ર 2 મીટર નીચે વહી રહી છે. આ સ્થિતિને જોતા બુધવારે ઉત્તરકાશી જિલ્લામાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

ભાગીરથીના રૌદ્ર સ્વરૂપને જોતા સ્થાનિક અધિકારીઓને તેના પર નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે સ્પષ્ટતા પણ આપવામાં આવી છે કે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે ચોક્કસ છે અને કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

ભારતમાં નદીઓને માતા કે દેવીનો દરજ્જો આપીને તેમની પૂજા કરવામાં આવે છે. પરંતુ અનેકવાર આ જ નદીઓએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે હજારો લોકોએ પોતાની જીંદગીથી હાથ ધોવા પડ્યા છે. આવો જોઇએ ભારતની સૌથી ખતરનાક પાંચ નદીઓ જેમણે લોકો પર કહેર વરસાવીને હજારોની જીંદગીઓનો ભોગ લીધો છે...

બીયાસ નદી

બીયાસ નદી

હિમાચલ પ્રદેશના મંડી શહેરની નજીકથી વહેતી બીયાસ નદીએ હૈદરાબાદની એન્જીનિયરિંગ કોલેજના 24 વિદ્યોર્થીઓને પોતાના પ્રવાહમાં ખેંચી લીધા હતા. તમામ પ્રકારની આધુનિક તકનીકોના ઉપયોગ છતાં અનેક વિદ્યાર્થીઓની ભાળ હજી સુધી મળી નથી.

ભાગીરથી નદી

ભાગીરથી નદી

ગંગાની સહાયક અથવા તો પેટા નદી ભાગીરથીનું રૌદ્ર સ્વરૂપ કેવું છે તેનો અનુભવ ગયા વર્ષે ઉત્તરાખંડના લોકોને થઇ ગયો છે. તેણે સાર્વત્રિત તબાહી મચાવી હતી. અનેક લોકો તેની અસરમાંથી આજે પણ બહાર આવી શક્યા નથી. તેમાં આવેલા પૂરને કારણે કેદારનાથ મંદિરને નુકસાન પહોંચ્યું હતું અને હજારો લોકો માર્યા ગયા હતા. વર્તમાન સમયમાં તે ખતરાની નિશાનીથી બે મીટર નીચે વહી રહી છે.

બ્રહ્મપુત્રા નદી

બ્રહ્મપુત્રા નદી

બ્રહ્મપુત્રા નદીમાં આવેલા પૂરમાં અત્યાર સુધીમાં હજારોની જીંદગીઓનો ભોગ લેવાયો છે. વર્ષ 2012માં અસમમાં થયેલી નૌકા દુર્ઘટનામાં 150થી વધારે લોકો માર્યા ગયા હતા. અનેક લોકો ગુમ થઇ ગયા હતા. બ્રહ્મપુત્રા નદી પોતાના તળિયાના ઊંડાણ માટે જાણીતી છે.

ગંગા નદી

ગંગા નદી

વર્ષ 2013ની ઉત્તરાખંડ આફતને ભુલાવી શકાય તેમ નથી. તેના કારણે સમગ્ર ઉત્તરાખંડ રાજ્ય પ્રભાવિત થયું હતું. જેમાં મુખ્ય વહેણ ગંગામાંથી નીકળ્યું હતું.

કોસી નદી

કોસી નદી

બિહારમાં આવેલી કોસી નદીમાં વર્ષ 2008માં જોરદાર પૂર આવ્યું હતું. આ કુદરતી આફતને બિહારના લોકો ક્યારેય ભૂલશે નહીં. તેના કારણે ઉત્તરી બિહાર અને નેપાળમાં પણ અસર થઇ હતી. હજારોએ જીવ ગુમાવ્યા હતા અને લાખોનું નુકસાન થયું હતું.

English summary
Five most dangerous rivers of disaster in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X