For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીરિયડ્ઝ દરમિયાન પેટની આખી સિસ્ટમ બગડી જાય છે, કેમ?

શું તમને સામાન્ય દિવસોના બદલે પીરિયડ્ઝ દરમિયાન ગેસની સમસ્યા વધુ થાય છે? જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

શું તમને સામાન્ય દિવસોના બદલે પીરિયડ્ઝ દરમિયાન ગેસની સમસ્યા વધુ થાય છે? આના કારણે તમને ઘણી મુશ્કેલીઓ થાય છે. ચિંતા ન કરો, તમે એકલા નથી જેને આ સમસ્યા થાય છે કારણકે આ એક સામાન્ય સમસ્યા છે જે પીરિયડ દરમિયાન મોટાભાગની મહિલાઓને અનુભવાય છે. જો તમે વિચારી રહ્યા હોય કે તમને પીરિયડ્ઝ દરમિયાન વધુ ફાર્ટ કે ગેસ પાસ કરવાની સમસ્યા થાય છે, તો જાણી લો આનુ કારણ.

હોર્મોનલ ફેરફાર

હોર્મોનલ ફેરફાર

એસ્ટ્રોજન હોર્મોનલ સાઈકલની શરૂઆતથી ઓવ્યુલેશન સુધી મુખ્ય ભૂમિકા હોય છે. જ્યારે પ્રોજેસ્ટેરો હોર્મોન ઓવ્યુલેશન બાદ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પીરિયડ્ઝ દરમિયાન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વચ્ચે હોર્મોનલ પરિવર્તન માત્ર આપના મૂડ પર પ્રભાવ નથી પાડતુ પરંતુ આનાથી તમારા ગેસ્ટ્રોઈન્ટેસ્ટનલ સિસ્ટમ પર પણ પ્રભાવ પડે છે. તમારા શરીરમાં પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થનારા ફેરફારોના કારણે ઘણી વાર મહિલાઓને બોવલ સાથે જોડાયેલી ગરબડ કે ડાયરિયા જેવી સમસ્યાઓ થાય છે. વળી, બીજી તરફ જ્યારે પ્રોજેસ્ટેરોન આંતરડાની ચિકણી માંસપેશીઓને આરામ આપે છે તો પરિણામસ્વરૂપ કબજિયાત થઈ શકે છે.

આ એસિડના કારણે પણ થાય છે ગેસની સમસ્યા

આ એસિડના કારણે પણ થાય છે ગેસની સમસ્યા

પીરિયડ્ઝ શરૂ થવાના થોડા સમય પહેલા તમારા ગર્ભાશયની અંદરનુ પડ એક પ્રકારનો એસિડ રિલીઝ કરે છે. આ એસિડ એ સમયે હોર્મોન જેવુ જ કામ કરે છે. આ એસિડનુ નામ છે પ્રોસ્ટાગ્લેંડિન. જે તમારા ગર્ભાશયની અંદરના પડને સંકોચાવામાં મદદ પણ કરે છે. જેથી લોહી બહાર ન નીકળી શકે. જો પ્રોસ્ટાગ્લેંડનની માત્રા વધુ વધી જાય તો આ તમારી પાચન ક્રિયા પર પણ અસર પાડે છે. આની અસર તમારી પાચનક્રિયા પર પડે છે.

આ પણ વાંચોઃ આટલી સેક્સી છે ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરી રીવા, જુઓ હૉટ ફોટાઆ પણ વાંચોઃ આટલી સેક્સી છે ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરી રીવા, જુઓ હૉટ ફોટા

શું કરશો

શું કરશો

બહુ જ બધુ પાણી પીઓ.
કબજિયાતથી બચવા માટે કસરત કરો.
થોડુ થોડુ ખાવ જેથી ખોરાક સારી રીતે પચી શકે. કોલ્ડ્રીંક અને કેફીનથી દૂર રહો.
તમે ઈચ્છો તો ગેસની દવા ડૉક્ટરને પૂછીને લઈ શકો.

બીજા પણ કારણ હોઈ શકે છે?

બીજા પણ કારણ હોઈ શકે છે?

આમ તો પીરિયડ્ઝ દરમિયાન ગેસ બનવો બહુ સામાન્ય વાત છે પરંતુ આની પાછળ બીજા પણ કારણો હોઈ શકે છે. જેવા કે ઈર્રિટેબલ બાઉલ સિંડ્રોમ એટલે કે આંતરડાની બિમારી. એન્ડોમીટ્રીઓસિસ, આમાં ગર્ભાશયની અંદર રહેતા એંડોમેટ્રિયલ સેલ્સ તેની બહાર આવવા લાગે છે. જો ગેસ આ કારણોથી બનતો હોય તો તમારે ડૉક્ટરની તરત જ સલાહ લેવી જોઈએ.

આ દરમિયાન આ ખાવ અને આ નહિ

આ દરમિયાન આ ખાવ અને આ નહિ

લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી, દહીં, કેળા, પપૈયાનુ સેવન કરો. આવા ભોજનમાં સલ્ફરની માત્રા વધુ હોય છે. આ દરમિયાન ઈંડા, ડુંગળી, લમણ અને બ્રોકલી વગેરેનુ સેવન ન કરો કારણકે તેનાથી ગેસ વધુ માત્રામાં બને છે. ગેસથી બચવા માટે શક્કરિયા, કોળુ, ઓટ્સ અને બ્રાઉન રાઈસન વધુ સેવન કરો.

English summary
Gas before your period as well as during is usually caused by fluctuations in hormones, particularly estrogen and progesterone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X