For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં લોન્ચ થયો દુનિયાનો સૌથી પાતળો Gionee ELIFE S5.5

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચાઇનીઝ કંપની જિયોનીએ ગોવામાં એક ઇવેન્ટ દરમિયાન દુનિયાનો સૌથી સ્લિમ સ્માર્ટફોન ઇલાઇફ એસ 5.5 લોન્ચ કરી દિધો છે. જિયોની ઇલાઇફની જાડાઇ માત્ર 5.55 મિલીમીટર છે, આ ભારતીય બજારમાં 22,999 રૂપિયામાં ઉતારવામાં આવ્યો છે. કંપનીના અનુસાર એપ્રિલના બીજા અઠવાડિયા સુધી ઇલાઇફ એસ 5.5 રીટેલ શોપમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોનને લોન્ચ કરતાં જિયોની ઇન્ડિયાના હેડ અરવિંદ વોહરાએ કહ્યું હતું કે તેમાં ફ્રન્ટ કેમેરામાં પ્રથમ વાર 95 ડિગ્રીનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે. જેનાથી યૂજર એક સાથે મોટા ગ્રુપની સેલફી પણ આરામથી લઇ શકે. જિયોનીએ ઇલાઇફ એસ એસ 5.5ને 2011માં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન શો કેસ કર્યો હતો.

ના ફક્ત દેખાવમાં ફોન કિનારાથી શાર્પ છે પરંતુ આ વજનમાં પણ ઘણો ઓછો છે. ફોનને બ્લેક, વ્હાઇટ, પિંક, બ્લ્યૂ અને પર્પલ કલરના કેસ પોતાની પોતાની પસંદ મુજબ લગાવી શકાય છે. ગિજબૉટે ફોન લોન્ચ થયા બાદ તેને નજીક જાણવાનો પ્રયત્ન કર્યો હતો આવો થોડો બારીકાઇથી નજર કરીએ ફોનમાં આપવામાં આવેલા ફિચરો પર.

ડિસ્પ્લે અને ડિઝાઇન

ડિસ્પ્લે અને ડિઝાઇન

જિયોની ઇલાઇફ એસ 5.5ની બોડી એકદમ સ્લિમ છે જે તમારા ખિસ્સામાં સરળતાથી ફિટ થઇ જશે. આ ઉપરાંત તેની સ્ક્રીનમાં ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, ફોનના ખૂણા પર એલ્યૂમીનિયમ ફ્રેમ છે જે તેને વધુ સારો બનાવે છે. ફોનની સ્ક્રીન રિઝોલ્યુવેશનની વાત કરીએ તો તેની સ્ક્રીન 1,920x1,080 પિક્સલ સપોર્ટ કરે છે જેથી ઇમેજ બ્લર દેખાતી નથી.

પરર્ફોમન્સ

પરર્ફોમન્સ

ઇલાઇફ એસ 5.5માં હાઇઇંડ ફીચરો ઉપરાંત ઓક્ટાકોર સીપીયૂ આપવામાં આવ્યું છે જે 1.7 ગીગાહર્ટ સ્પીડથી રન કરે છે. સાથે જ ફોનમાં 2 જીબી રેમ આપવમાં આવી છે. આ ઉપરાંત માળી 450 એમપી ક્વૉડ કોર જીપીયૂની મદદથી તમે તેમાં કોઇપણ ગેમ આરામથી રમી શકો છો. ફોનમાં એન્ડ્રોઇડનું જેલીબીન 4.2.2 ઓએસ આપવામાં આવી છે જેનો યૂઆઇ બીજા સ્માર્ટફોનથી અલગ છે તેના માટે તેમાં અમિગો 2.0 કસ્મરાઇઝ યૂ આઇડિય આપવામાં આવ્યો છે.

કેમેરો

કેમેરો

જિયોની ઇલાઇફમાં 13 મેગાપિક્સલનો ઓટો ફોકસ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ સિંગલ લિડ લાઇટ લાગેલી છે. જોવામાં કેમેરો ઘણોખરો ઇલાઇફ રઇ 7 સાથે મળતો છે. જ્યારે ફ્રંટમાં 5.0 મેગાપિક્સલનો ઓટોફોકસ કેમેરો લાગેલો છે આ ઉપરાંત 95 ડિગ્રી અલ્ટ્રાવાઇડ લેંસ લાગેલ છે જેની મદદથી મોટા ગ્રુપની સેલફી આરામ લઇ શકો છો.

બેટરી

બેટરી

ઇલાઇફ એસ 5.5માં 2300 એમએએચની બેટરી આપવામાં આવી છે આ ઉપરાંત સાઇડમાં હેડફોન જેક અને યૂએસબી પોર્ટ ઓપ્શન આપવામાં આવ્યા છે. જો કે કંપનીનું કહેવું છે કે ફોનને અપડેટ કર્યા બાદ બેટરી 2450 એમએએચ સુધી પાવર આપશે.

English summary
Gionee has brought its Mobile World Congress launch and the world’s slimmest smartphone, the ELIFE S5.5, in India. Named after its 5.55mm body, the phone will be available in India from mid-April. The phone has been priced at a very competitive Rs 22,999.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X