For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: 50 'કરોડ'ના અજમલ કસાબને 50 રૂપિયામાં ફાંસી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ajmal-kasab
બેંગ્લોર, 21 નવેમ્બર: મુંબઇ હુમલામાં જીવતા પકડાયેલા અજમલ કસાબને આજે મુંબઇને ફાંસી આપવામાં આવી છે. અંતે એક આતંકનો અંત થયો છે પરંતુ જ્યારે સામાન્ય પ્રજા તેની મોત પર હાશ અનુભવે છે તો બીજી તરફ કેટલાક લોકોએ કસાબના મોત અંગે કોંગ્રેસને આડે હાથ લીધી છે.

ભારતના જાણીતા લેખક અને હંસ પત્રિકાના અનુપમ કાર્યકર્તા રાજેન્દ્ર યાદવે ફેસબુક પર લખ્યું છે કે સવાર સવારમાં અજમલ કસાબથી છુટકારો મળી ગયો એ પણ ફક્ત પચાસ રૂપિયામાં. તેની મહેમાન-નવાજીમાં પચાસ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચાર વર્ષોમાં કસાબ ભારતની કેદમાં હતો. સમય સમય અજમલ કસાબ અંગે અવનવી વાતો થતી રહી છે. થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યાં હતા કે મુંબઇ હુમલામાં જીવતો પકડાયેલ એકમાત્ર આતંકવાદી અજમલ કસાબ પર દરરોજ લગભગ 3.5 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જેના કારણે સરકારની ખૂબ ટીકા થઇ હતી.

આ ખર્ચામાં કસાબનો ખાવાનો ખર્ચ, સુરક્ષા, વકિલ, દવાનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. ગત વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભામાં ગૃહ મંત્રી આર આર પાટીકે અજમલ કસાબ પર લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાની વાત કરી હતી.

પરંતુ અજમલ કસાબને ફાંસીએ લટકાવવાનો ખર્ચ માત્ર 50 રૂપિયા છે. જો નિયમ પર ધ્યાન આપીએ તો ગુનેગારને ફાંસી આપવા માટે સરકારી બજેટમાંથી માત્ર 50 રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે અજમલ કસાબની યાચિકાને 5 નવેમ્બરે નકારી કાઢવામાં આવી હતી. આઠ નવેમ્બરના રોજ અજમલ કસાબને ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અજમલ કસાબને આજે સવારે 7:30 વાગે પુણેની જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

English summary
Government had so far spent Rs 53.5 crore on Ajmal Kasab said Writer Rajendra Yadav on Facebook. Ajamal Kasab Hanged AT 7.30 am, Today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X