દશેરા એટલે સવારે 4 વાગે ગરબા કરી, ફાફડા જલેબી ખાવાના!

Posted By:
Subscribe to Oneindia News

દશેરાનો ખરો અર્થ એટલે અર્ધમ પર ધર્મનો વિજય. પણ ગુજરાતીઓ માટે દશેરાનો આ સિવાય પણ એક અર્થ થાય છે. જે પ્રમાણે ગુજરાતી માટે દશેરો એટલે આખી રાત આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે તેવું વિચારી જબદસ્ત ગરબા કરવાના અને વહેલી સવાર સુધી ગરબા કર્યા પછી શહેરના પ્રસિદ્ધ ફાફડા જલેબીના દુકાન પર પહોંચી જઇ, લાઇનમાં ઊભા રહી જવાનું. અને તે પછી ગરમા ગરમ ફાફડા જલેબીની જાયફત માણી થાક્યા પાક્યા ઘરે આવી સૂઇ જવાનું.

જાણો દશેરાનુ મહત્વ અને તેની સાથે જોડાયેલી ખાસ બાબતો

દશેરો એટલે ફાફડા જલેબી

દશેરો એટલે ફાફડા જલેબી

ગુજરાતમાં ભાગ્યેજ તેવું કોઇ ઘર હશે જ્યાં દશેરાના દિવસે ફાફડા જલેબી ના આવ્યા હોય. અને ખાલી ફાફડા જલેબીથી ના ચાલે સાથે પેલા મરચાં, પપૈયાનું છીણ અને કઢી પણ જોઇએ જ! અને સાથે જ ખમણ, ખાંડવી પણ આવી જાય તો કંઇ વાંધો નહીં...

ફાફડા જલેબી

ફાફડા જલેબી

જો કે આ વખતે અનેક લોકોએ ઓક્રોશ પણ વ્યક્ત કર્યો છે કે ફાફડા જલેબી પર જે મોંધવારી દેખાય છે તે અસહનીય છે! એટલું જ નહીં કેટલીક જગ્યાએ ફાફડાના ભાવ જલેબી કરતા પણ વધી ગયા છે??

વોટ્સઅપ દશેરો

વોટ્સઅપ દશેરો

એટલું જ નહીં આજ કાલના સોશ્યલ મીડિયાના જમાનામાં દશેરો વોટ્સઅપ પર કંઇક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. અને લોકો કોઇને કોઇ રીતે તેમાં રમૂજ શોધી જ લે છે. આજ સવારથી જ આવા ફોટો વોટ્સઅપ પણ વાયરલ થઇ રહ્યા છે.

સોશ્યલ મીડિયા

તો એક ભાઇએ તેમના બાળક માટે આવી કેકનો ઓર્ડર પણ આપ્યો છે. અને તેમણે આ ફોટો ટ્વિટર પર પણ મૂક્યો છે.

નવરાત્રી ગઇ!

નવરાત્રી ગઇ!

જો કે દશેરાના દિવસે ભલે ફાફડા જલેબી ખાવાની મઝા આવેે, પણ મનમાં ક્યાંક ને ક્યાંક લોકોને તેવું પણ થાય છે કે નવરાત્રી પૂરી થઇ ગઇ! બહુ બહુ તો શરદપૂનમના દિવસે રમવા મળશે. બસ પછી તો આવતા વર્ષ સુધી નવરાત્રીની રાહ જોવી પડશે!

English summary
Gujarati special: Read here being Gujarati how he/she associate with dussehra.
Please Wait while comments are loading...