Happy Father's Day: આ ફાધર્સ ડે પર પિતાને આ ગિફ્ટ આપી કરી દો ખુશ
આજે અમે તમને અમુક ગિફ્ટ આઈડિયા બતાવવા જઈ રહ્યા છે જે તમે પપ્પાને ગિફ્ટ કરી શકો છો.
દરેકની જિંદગીમાં પિતાનુ ઘણુ મહત્વ હોય છે. પિતા જ હોય છે જે પોતના બાળકોની ખુશી માટે કોઈ પણ કામ કરી લે છે. આખી દુનિયા દર વર્ષે મધર્સ ડેની જેમ ફાધર્સ ડે પણ ઉજવે છે. આ વર્ષે ફાધર્સ ડે 21 જૂન 2020ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે બાળકો પોતાના પિતા સાથે સમય પસાર કરે છે અને તેમના માટે સારુ જમવાનુ બનાવે છે. અમુક લોકો પોતાના પિતાને બહાર ફરવા લઈ જાય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે તમે ઘરની બહાર ન નીકળી શકતા હોય તો ઘરમાં રહીને પણ તમે ફાધર્સ ડે મનાવી શકો છો. જો તમે હજુ સુધી નક્કી ન કર્યુ હોય કે તમે તેમને શું ગિફ્ટ આપવાના છો તો તેના માટે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને અમુક ગિફ્ટ આઈડિયા આપીશુ જે તમે તમારા પિતાને ગિફ્ટ કરી શકશો.

ઘડિયાળ
જેન્ટ્સને ઘડિયાળ ખૂબ જ ગમતી હોય છે. ઘડિયાળ ક્યારેય પણ આઉટ ઑફ ફેશન નથી હોતી. આ ફાધર્સ જે પર તમે પોતાના પિતાને તમારા બજેટ અનુસાર ઘડિયાળ ગિફ્ટ કરી શકો છો. તમારા પપ્પા આ ગિફ્ટ જોઈને ખરેખર ખુશ થઈ જશે.

શેવિંગ કિટ
આ ફાધર્સ ડે પર તમે પપ્પાને શેવિંગ કિટ પણ ગિફ્ટ કરી શકો છો. આ એક સારુ ઑપ્શન હોઈ શકે છે.

જ્યુસર
જો તમારા પિતા હેલ્થ માટે ઘણા એક્ટિવ રહેતા હોય અને રોજ એક્સરસાઈઝ કરતા હોય તો તમે તેમને જ્યુસર પણ ગિફ્ટ કરી શકો છો જેથી તે હેલ્ધી અને ફિટ રહે.

વીમો
જો તમે ઈચ્છતા હોય કે કોઈ મેડિકલ ઈમરજન્સી દરમિયાન તમારી વર્તાન બચત અને રોકાણ પર અસર ન પડે તો આરોગ્ય વીમો એક સારો વિકલ્પ છે.

બૉડી ચેક અપ
તમે તમારા પપ્પાનુ ફૂલ બૉડી ચેક અપ પણ કરાવી શકો છો. ઘણી જગ્યાઓ ચેકઅપમાં ઘણી સારી ડીલ મળી જાય છે.

કપડા
જો તમારા પપ્પા ફેન્સી કપડા પહેરવાનુ પસંદ કરતા હોય તો તમે એમને ફાધર્સ ડે પર ટીશર્ટ સાથે શર્ટ ગિફ્ટ કરી શકો છો અને જો તે ફોર્મલ કપડા પહેરતા હોય તો તેમને કૉટન કે ખાદીનો કૂર્તો ગિફ્ટ કરી શકો છો.

રનિંગ શૂઝ
તમે તમારા પપ્પાને રનિંગ શૂઝ ગિફ્ટ કરી શકો છો. તમે ઈચ્છો તો ઑનલાઈન પણ ખરીદી શકો છો. તમને વધુ ઑપ્શન જોવા મળશે.

ઈયરફોન
તમે તમારા પપ્પાને ઈયરફોન પણ ગિફ્ટ કરી શકો છો. આજકાલ વર્કઆઉટ માટે સ્પેશિયલી ડિઝાઈન કરેલા ઈયરફોન આવે છે.

મોબાઈલ ફોન
ફાધર્સ ડે પર પોતાના પિતાને મોબાઈલ ફોન ગિફ્ટ કરી શકો છો. માર્કેટમાં ઘણા એવા ફોન છે અને ઘણા સારા પણ છે જેમાંથી તમે સારી પસંદગી કરીને કોઈ પણ મોબાઈલ લઈ શકો છો.
ગરીબ કલ્યાણ રોજગાર યોજના વિશે નાણામંત્રીએ કર્યા મોટા એલાન, જાણો PCની મહત્વની વાતો












Click it and Unblock the Notifications
