• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લખનઉનો રૂંવાડા ઊભા કરી દેતો કિલ્લો, જ્યાં છે આત્માઓનો વાસ!

|

[અજબ ગજબ] જો આપ લખનઉમાં હોવ અને વાત ભૂત, પ્રેત અને આત્માઓની આવે તો બેલીગારદ એટલે કે રેઝીડેંસીનું નામ ચોક્કસ આપના મોઢે આવી જશે. એવું એટલા માટે કારણ કે એક સમય હતો, જ્યારે અહીં સાંજ ઢળતા જ લોકો જવાથી ડરતા હતા. ખાસ વાત એ છે બેલીગારદ જુના લખનઉ અને નવા લખનઉને જોડતા માર્ગ પર સ્થિત છે. એક સમયે હજરતગંઝમાં રહેનારા લોકો રાત્રે જુના લખનઉ તરફ જતા ડરતા હતા, કેમકે વચ્ચે બેલીગારદ આવતું હતું.

રુંવાડા ઊભા કરી દે તેવી સત્યકથા

1971માં જ્યારે લખનઉ યુનિવર્સિટીના લાલ બહાદુર શાસ્ત્રી હોસ્ટેલમાં ભણતા ત્રણ મિત્રોની વચ્ચે શરત લાગી કે કોનામાં એવી હિમ્મત છે જે રેઝીડેન્સીમાં રાત વિતાવી શકે. અત્રે એકલા રાત વિતાવવી શક્ય નથી, કારણ કે અહીં એ કબ્રસ્તાન છે જેમાં 1857ના યુદ્ધમાં માર્યા ગયેલા અંગ્રેજોને દફનાવવામાં આવ્યા હતા. તમામ કબરો પર એક એક પત્થર લાગેલો છે અને પત્થરો પર મનારાઓના નામ.

ત્રણમાંથી એક મિત્રએ શરત મૂજબ અહી રોકાવાની હિમ્મત બતાવી. ત્રણેય મિત્રો વિશ્વવિદ્યાલથી નિકળ્યા. અને રાત્રે 11 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા, અત્રેના માર્ગો પર કોઇ દેખાતું ન્હોતું.

ત્રણેય મિત્રો બેલીગારદની અંદર પહોંચ્યા. તે દિવસે બેલીગારદની ચારેય તરફ બાઉંડ્રી વોલ તુટેલી હતી. કોઇપણ સરળતાથી અંદર જઇ શકે છે. શરત પ્રમાણે 12 વાગતાની સાથે જ બે મિત્રો ત્યાંથી ચાલ્યા આવ્યા, પેલા મિત્રએ ત્યાં રાત વિતાવવાની હતી.

બીજા દિવસે સૌના હોશ ઊડી ગયા

બીજા દિવસે સવારે ઉઠતાની સાથે જ જ્યારે બંને મિત્રો રેઝીડેન્સી પહોંચ્યા, તો ત્યાં મિત્ર નહીં પરંતુ તેની લાશ મળી. લાશનું પોસ્ટમોર્ટમ કરીને પરિવાર જનોને સોંપી દેવામાં આવી.

પોસ્ટમોર્ટમ જાણવા મળ્યું કે યુવકનું મોત હાર્ટએટેકના કારણે થયું. હાર્ટએટેકનું કારણ એ ડર બતાવવામાં આવ્યું, જે ભૂતનો ડર તે સહન કરી શક્યો નહીં.

રેઝીડેન્સી સાથે જોડાયેલી કેટલીક અન્ય રહસ્યપ્રદ વાતો....

અહીં રાત્રે હજી પણ કોઇ જતું નથી

અહીં રાત્રે હજી પણ કોઇ જતું નથી

લખનઉમાં શહીદ સ્મારકની સામે એક તૂટેલ જૂનો કિલ્લો છે. આ કિલ્લાને 1857માં અંગ્રેજોએ નેત્સનાબુદ કરી દીધો હતો. તે સમયે હજારોની સંખ્યામાં ભારતીયો માર્યા ગયા હતા અને અંગ્રેજો પણ. માર્યા ગયેલા અંગ્રેજોને આ જ રેઝીડેન્સીમાં દફન કરવામાં આવ્યા હતા. રાત્રે આની અંદર જતા આજે પણ લોકો ડરે છે.

રસ્તામાં મળતા હતા ભૂત

રસ્તામાં મળતા હતા ભૂત

આસપાસ રહેનારા લોકો જણાવે છે કે એક સમય હતો, જ્યારે કોઇ તેની સામેથી પસાર થતું હતું, અજબ પ્રકારનો વ્યક્તિ તેની સામે મળતો હતો અને રોકીને માચીસ માગતો હતો. જો માચીસ અથવા બીડી આપી દીધી તો તે તેની પાછળ પડી જતો હતો. તે બીજું કોઇ નહીં પરંતુ પ્રેત આત્મા હતી. જે કેટલેક દૂર જઇ અલિપ્ત થઇ જતી હતી.

સફેદ પોષાકમાં પ્રેત, મારો કાપોના ભણકા

સફેદ પોષાકમાં પ્રેત, મારો કાપોના ભણકા

એ જ સમયની વાત છે કે જ્યારે રેઝીડેંસીની પાસેથી પસાર થતી વખતે મારો કાપોના અવાજો સંભળાતી હતી. હંમેશા અત્રે ઝાડ પર સફેદ વસ્ત્રોમાં પ્રેત લટકતા દેખાતા હતા. હંમેશા બેલીગારદની પાછળ લાશો મળી આવતી હતી.

સમય બદલાયો પરંતું ડર નહીં

સમય બદલાયો પરંતું ડર નહીં

જોકે હવે સમય બદલાઇ ગયો છે. સરકારે બેલીગારદને સંરક્ષિત કરતા ચારેય તરફ બાઉંડ્રી વોલ ખિંચવાદી અને લાઇટની વ્યવસ્થા કરી દીધી. હવે આ રોડ રાત્રે પણ ચાલે છે. લાઇટો હોવા છતા પણ લોકો હજી પણ રાત્રે આ કબ્રસ્તાનમાં જતા ડરે છે

શું કહે છે જૂના જમાનાના લોકો

શું કહે છે જૂના જમાનાના લોકો

લખનઉના ચોક વિસ્તારમાં રહેનાર 89 વર્ષીય ફરહદ અંસારીની વાતચીત પર આધારિત છે. તેમના કહેવા પર આપને વિશ્વાસ નહીં થાય પરંતુ છેલ્લે તેમણે આ ઘટનાઓ વિશે જે જણાવ્યું તેને વાંચીને આપને ચોક્કસ વિશ્વાસ થઇ જશે.

કોણ હતું તે જે માંગતું હતું બીડી

કોણ હતું તે જે માંગતું હતું બીડી

બેલીગારદની સામે સૂમસામ અંધારા માર્ગ પર અડધી રાત્રે બીડી માંગનાર બીજું કોઇ નહીં પરંતુ સ્થાનીય લુટારુંઓ હતા. 80ના દાયકામાં જ્યારે પોલીસે અભિયાન ચલાવ્યું તો ડઝનથી વધારે લોકો પકડાઇ ગયા, જે રાતોરાત લોકોને ડરાવીને લૂંટી લેતા હતા.

કેવી રીતે થયું હતું 1971માં યુવકનું મોત

કેવી રીતે થયું હતું 1971માં યુવકનું મોત

ફરહદ અનુસાર બે મિત્રો પોતાના જીગરી યારને કબ્રસ્તાનમાં ઘાસ પર બેસાડીને એકલો મૂકીને ચાલ્યા ગયા હતા અને સવારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ હકિકત એ છે કે તેના મિત્રોએ તેના કુર્તાને ખિલ્લી ઠોકીને જમીનમાં દબાવી દીધો હતો. અને રાત્રે તેને લાગ્યું કે કોઇએ તેને પાછળથી પકડ્યો છે, અને ભયથી તેનું હૃદય બેસી ગયું.

સફેદ કપડામાં પ્રેતોનું રાજ

સફેદ કપડામાં પ્રેતોનું રાજ

સફેદ કપડામાં લટકેલા પ્રેતો અંગે ફરહદ જણાવે છે કે પાસમાં બલરામપુર હોસ્પિટલ છે, ત્યાંથી હાડકાના વિભાગમાંથી પ્લાસ્ટર નીકળતું તેને લોકો મજાક માટે ત્યા લટકાવી દેતા હતા.

લાશ મળી આવવાનું રાજ

લાશ મળી આવવાનું રાજ

રહી વાત બેલીગારદમાં લાશો મળી આવવાની, તો તેની ઠીક પાછળ બલરામપુરની મર્ચરી છે. ત્યાંથી નીકળનાર લાવારિશ લાશો હંમેશા ફેંકી દેવામાં આવતી હતી, બાદમાં પોલીસે પહેરો વધારી દીધો, તો લાશો ફેંકવાનો સિલસિલો બંધ થઇ ગયો.

સવારે રેઝીડેન્સી

સવારે રેઝીડેન્સી

ભૂતપ્રેત હોય છે કે નહીં તેનો જવાબ અમારી પાસે નથી. પરંતુ હા તેવી તમામ વાર્તા અનુસાર બેલીગારદ રાત્રીના સન્નાટામાં હોન્ટેડ પ્લેસ બની જાય છે. પરંતુ સવારે ફરવા માટેના સ્થળોમાં તેની પણ ગણતરી થાય છે.

English summary
Read haunted stories related ancient monument Residency in Lucknow. It is said to be a haunted place of the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more