આ બંને સીટો પર ભાજપે કર્યો નથી જીતનો દાવો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

જયપુર, 15 મે: ચૂંટણીના પરિણામોની તસવીર લગભગ ઉપસી આવી છે. રાજસ્થાનમાં ભાજપ પૂર્વ કેન્દ્રિય મંત્રી તથા ભાજપના બાગી જસવંત સિંહને બાડમેરથી હારેલા માને છે. ભાજપના નેતાઓનું માનવું છે કે જસવંત સિંહે ભાજપના ઉમેદવાર કર્નલ સોનારામને સારી ટક્કર આપી છે, પરંતુ બાડમેર સીટ પર લગભગ 50 હજાર મતોથી ભાજપ જીતશે.

ભાજપ રાજસ્થાનમાં 25માંથી 23 સીટો જીતવાનો દાવો કરી રહ્યો છે. નાગૌર અને દૌસા સીટ પર ભાજપ જીતનો દાવો કરી રહી નથી. બાડમેર ચૂરૂ સીટ પર કોંગ્રેસના ઉમેદવારને સારી ટક્કર મળવાની વાત સામે આવી છે. પરંતુ અંતર ભલે ઓછું હોય, પરંતુ આ બંને સીટો પર પણ ભાજપના ઉમેદવારોની જીત માનવામાં આવી રહી છે. એવામાં ભાજપ 23 સીટોનો દાવો કરી રહી છે.

સૂત્રોના અનુસાર ફીડબેકમાં કહેવામાં આવ્યું છે કે દૌસા સીટમાં જેટલું મુશ્કેલ છે. અહીંથી કોંગ્રેસના ઉમેદવાર કેન્દ્રિય મંત્રી નમોનારાયણ મીણા છે અને ભાજપે તેમના ભાઇ રાજસ્થાનમાં પૂર્વ ડીજીપી હરીશ મીણાને ઉભા રાખ્યા છે. હરીશ મીણા પહેલીવાર ચૂંટણી લડી રહ્યાં છે. આ સીટ પરથી મજબૂત ઉમેદવાર રાજપાથી ધારાસભ્ય કિરોડી લાલ મીણા છે.

jaswant-singh-15-may.jpg

એવામાં સમીકરણ ઘણા ગુંચવાડા ભર્યા બની ગયા છે. અહીંથી ભાજપની પાસે જીતનો દાવો કરવો પણ મુશ્કેલ થઇ રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ફીડબેંકમાં જાણકારી મળી રહી છે કે નાગૌર સીટ પર પણ હારનો પડછાયો મંડરાઇ રહ્યો છે. ભાજપે આરપીએસસીના પૂર્વ અધ્યક્ષ સી.આર.ચૌધરીને ટિકીટ આપી, જે પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમની સામે કોંગ્રેસની જ્યોતિ મિર્ધા છે, જે વર્તમાન સાંસદ છે.

મિર્ધાથી સ્થાનિક લોકો નારાજ છે. પરંતુ આ મુકાબલાને રોચક માનવામાં આવી રહ્યો છે ભાજપના બાગી ધારાસભ્ય હનુમાન બેનીવાલ મજબૂત ઉમેદવાર છે. ભાજપ આ સીટ પર પણ જીતની ઘણી આશા લગાવી રહી છે. અસલી તસવીરને જનતા સમય આવતાં જોઇ લેશે, પરંતુ રસપ્રદ એ હશે કે જસવંતને બગાવતના બદલામાં જીત મળે છે કે આકારી હાર.

English summary
Here BJP is not saying to win these two seats may be because of Jaswant Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X