મિઠાઇ પર લાગેલ ચાંદીનું વરખ અસલી છે કે નકલી? કઇ રીતે ચકાસશો?

Written By:
Subscribe to Oneindia News

આજના જમાનામાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામાન્ય બાબત થઇ ગઇ છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં મિઠાઇમાં ખૂબ ભેળસેળ જોવા મળે છે. આવી મિઠાઇઓ, ખાદ્યપદાર્થો તમારા આરોગ્ય માટે હાનિકારક છે. આને કારણે સામાન્ય રોગો ઉપરાંત ક્યારેક ગંભીર બીમારીઓ પણ થાય છે. મિઠાઇઓ ઉપરાંત મિઠાઇ પર લગાવવામાં આવતા ચાંદીના વરખની બનાવટમાં પણ ભેળસેળ જોવા મળે છે, જે ખૂબ હાનિકારક હોય છે.

ચાંદીના વરખના સ્થાને એલ્યુમિનિયમ?

ચાંદીના વરખના સ્થાને એલ્યુમિનિયમ?

બજારમાં આજકાલ ચાંદીના વરખના નામે એલ્યુમિનિયમ વરખ વેચાઇ રહ્યાં છે. તમે કલ્પના કરી શકો છો કે, આવા વરખવાળી મિઠાઇઓ તમારા શરીર અને આરોગ્યને કેવું નુકસાન કરી શકે છે. આનાથી મગજ અને ફેફેસાંના રોગો તથા કેન્સર થવાનો ભય રહેલો છે. જો કે, મિઠાઇ પર ચાંદીનું વરખ લગાવવામાં આવ્યું છે કે ભેળસેળવાળું નકલી વરખ, એ ખૂબ સરળતાથી જાણી શકાય છે. કઇ રીતે? વાંચો અહીં...

ટેસ્ટ 1

ટેસ્ટ 1

આ ખૂબ સામાન્ય ટેસ્ટ છે, જે કોઇ પણ પોતાના ઘરે કરી શકે છે. તમારી આંગળીથી મિઠાઇ પર લાગેલ ચાંદીના વરખને સાફ કરવાનો પ્રયત્ન કરો. જો વરખ તમારી આંગળીએ ચોંટી જાય, તો એનો અર્થ છે કે ચાંદીના વરખમાં એલ્યુમિનિયમ ભેળવવામાં આવ્યું છે. જો વરખ આંગળીએ ન ચોંટે તો મિઠાઇ સુરક્ષિત છે.

ટેસ્ટ 2

ટેસ્ટ 2

ચાંદીના વરખને ચકાસવા માટેનો અન્ય એક સમાન્ય ટેસ્ટ છે, કે મિઠાઇ પર લાંગેલ ચાંદીના વરખને કાઢી લો. ત્યાર બાદ તેને ગરમ કરો. જો વરખ માત્ર ચાંદીનું હશે, તો ગરમ થતાં તેનો એક નાનો બોલ બની જશો. પરંતુ જો વરખમાં ભેળસેળ હશે તો ગરમીથી વરખ કાળું થવા માંડશે. ચાંદીના વરખમાં મોટે ભાગે ભેળવવામાં આવતું એલ્યુમિનિયમ ગરમ થતાં કાળી રાખમાં પરિવર્તિત થઇ જાય છે.

ટેસ્ટ 3

ટેસ્ટ 3

આ પણ એક સામાન્ય હોમ ટેસ્ટ છે. આ માટે તમારે ચાંદીનું વરખ હાથમાં લઇને તેને હથેળી પર ઘસવાનું છે. જો વરખ શુદ્ધ ચાંદીનું હશે, તો એ ગાયબ થઇ જશે. પરંતુ જો વરખમાં એલ્યુમિનિયમ હશે તો તેનો એક નાનકડો બોલ બની જશે.

ટેસ્ટ 4

ટેસ્ટ 4

જો તમારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ હોય, તો એના દ્વારા તમે ચાંદીના વરખની ચકાસણી કરી શકો છો. આ માટે એક ટેસ્ટ ટ્યૂબમાં ચાંદીનું વરખ નાંખો અને ત્યાર બાદ હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપા નાંખો. જો તે સફેદ વેગ સાથે ટર્બાઇડ થઇ જતું હોય, તો એનો અર્થ છે કે ચાંદી શુદ્ધ છે. જો વરખમાં એલ્યુમિનિયમ હશે તો તે ટર્બાઇડ નહીં થાય.

English summary
One such commonly available adulterated sweets are sweets with silver leaf or chandi-ki-vark. So to help you detect adulteration in silver leaf with suggests few simple tests.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.