જાણો, તમારા લેપટોપને કેવી રીતે કરશો ફોર્મેટ

Posted By:
Subscribe to Oneindia News

લેપટોપ ફોર્મેટ કરવાના ઘણા કારણો હોઇ શકે છે જેમકે આપ જો તમા વિન્ડો અપગ્રેડ કરી રહ્યા હોવ, અથવા આપ તમારા લેપટોપની બધી ડ્રાઇવ ફોર્મેટ કરવા ઇચ્છતા હોવ. જો વિન્ડોમાં કોઇ ખરાબી આવી ગઇ હોય ત્યારે ઘણી વિન્ડો ફોર્મેટ કરી શકો છો અથવા તેને રિપેર કરી શકો છો.

વિન્ડો ફોર્મેટ કરવા માટે આપને કોઇ ખાસ ટ્રેનિંગ અથવા કોઇ એક્સપર્ટની જરૂરીયાત નથી આપ ઇચ્છો તો આપનું પીસી જાતે ફોર્મેટ કરી શકો છો. બસ એના માટે આપની પાસે માત્ર ઓરીજનલ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની સીડી હોવી જોઇએ. જો આપ પણ તમારા પીસીના વિંડોને ફોર્મેટ અથવા તો રિપેર કરવા ઇચ્છતા હોવ તો નીચે આપવામાં આવેલા સ્ટેપને ફોલો કરીને પીસી ફોર્મેટ કરી શકો છો.

સ્ટેપ 1

સ્ટેપ 1

સૌથી પહેલા તમારા પીસીમાં સેવ તમામ ડેટા એક્ટર્નલ હાર્ડડિસ્ક અથવા કોઇ અન્ય ડિવાઇસમાં સેવ કરી લો કારણ કે લેપટોપ ફોર્મેટ કર્યા બાદ આપના પીસીમાં સેવ બધો ડેટા ડિલીટ થઇ જશે.

સ્ટેપ 2

સ્ટેપ 2

ડેટા સેવ કર્યા બાદ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની સીડી ડ્રાઇવમાં લગાવો.

સ્ટેપ 3

સ્ટેપ 3

સીડી હાર્ડડિસ્કમાં લગાવ્યા બાદ વિન્ડો સેટઅપ લોડ થવા સુધી થોડી રાહ જુઓ.

સ્ટેપ 4

સ્ટેપ 4

લેપટોપને રીબૂટ થવા દો અને વિન્ડો સેટઅપના મેન મેનુ આવવાની રાહ જુઓ.

સ્ટેપ 5

સ્ટેપ 5

વિન્ડો સેટઅપ મેન મેનું આવ્યા બાદ સેટઅપ સ્ક્રિનમાં દેખાતા ઇન્સ્ટોલ નાવના ઓપશન પર ક્લિક કરો.

સ્ટેપ 6

સ્ટેપ 6

વિન્ડો સેટઅપ મેનુમાં એન્ટર કર્યા બાદ માઇક્રોસોફ્ટના લાઇસન્સ એગ્રીમેન્ટ પર ટિકમાર્ક કરો, તેના માટે આપ ઇચ્છો તો શોર્ટકટ બટન 'F8'નો ઉપયોગ પણ કરી શકો છો, નહી તો માઉસની મદદથી બોક્સમાં ટિકમાર્ક લગાવી દો.

સ્ટેપ 7

સ્ટેપ 7

જો આપ પોતાના લેપટોપમાં ઇન્સ્ટોલ વિન્ડોને રિપેર કરવા ઇચ્છતા હોવ તો 'Esc' બટન દબાવીને રિપેર કરી શકો છો. આનાથી આપ પીસીનો ડેટા સેવ રહેશે પરંતુ બીજી સેટિંગ વિન્ડો પોતાની જાતે સેટ કરી દેશે. પીસીમાં હાર્ડડ્રાઇવના પાર્ટીશનને બદલવા માટે પોતાના કીબોર્ડમાં 'D' બટન દબાવ્યા બાદ 'Enter' બટનને દબાવી દો. હવે આપના પીસીની હાર્ડડ્રાઇવ ફોર્મેટ થવાનું ચાલુ થઇ જશે.

English summary
How to format your Laptop or computer, know...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.