2013માં કોર્ટના આ નિર્ણયો જે રહ્યાં ચર્ચામાં
નવી દિલ્હીઃ ભારત માટે આ વર્ષ અનેક રીતે મહત્વનું રહ્યું છે. દેશે એવા કેટલાક નિર્ણયો જોયા જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિદેશો માટે પણ સમાચાર બની ગયા. આપણા દેશની ન્યાયિક વ્યવસ્થા એવી છે કે નિર્ણયો આવવામાં વર્ષો લાગી જાય છે, પરંતુ આ વર્ષ દેશની અદાલતોએ કેટલાક એવા નિર્ણય કર્યા જેમણે લોકોની વિચારસરણી બદલી નાંખી. જો કે, કેટલાક એવા નિર્ણય પણ લેવામાં આવ્યા જે ટીકાઓનું કારણ બન્યા તો કેટલાકના વખાણ પણ કરવામાં આવ્યા. વર્ષના અંતિમ પડાવમાં આજે અમે કેટલાક એવા નિર્ણય અંગે જાણીવશુ જે વર્ષ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહ્યાં.
વર્ષ 2013માં ભારતીય ન્યાયપાલિકા દ્વારા માટે ચર્ચિત નિર્ણયમાં સૌથી ઉપર રહ્યો પાંચ વર્ષ સુધી લંબિત આરુષિ-હેમરાજ હત્યાકાંડનો નિર્ણય. 2008માં ઘટેલી આ ઘટના પર નિર્ણય 5 વર્ષ બાદ 2013માં આવ્યો. આરુષિના માતા-પિતા જ તેના હત્યારા નિકળ્યા. સીબીઆઇની વિશેષ અદાલતના નિર્ણયની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દેશોમાં પણ ચર્ચાયો.
દિલ્હી ગેંગ રેપ પર દિલ્હી ફાસ્ટટ્રેક કોર્ટના નિર્ણયોની પણ ચર્ચા કરવામાં આવી. એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં કોર્ટે આ મામલે નિર્ણય લાવી દોષીઓને ફાંસી આપી દેવામાં આવી. આ મામલે વિશ્વના 10 સૌથી મોટી વારદાતો સામેલ કરવામાં આવી. આજે અમે તમને તસવીરો થકી આ વર્ષના એ મોટા અને મહત્વના નિર્ણયો અંગે જણાવી રહ્યાં છીએ.

દિલ્હી ગેંગ રેપ
16 ડિસેમ્બર 2012માં ઘટેલી આ ઘટનાએ દેશની હચમચાવીને રાખી દીધો હતો. છાત્રા સાથે છ લોકોએ હેવાનિયત દર્શાવી કે તેને જોઇને રૂંવાટા કંપી ઉઠ્યા. આ વારદાતમાં હેવાનોએ દર્શાવેલી હેવાનિયતના કારણે તેને વિશ્વની ટોપ 10 વારદાતોમાં સામેલ કરવામાં આવી છે. દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટે ગેંગરેપના તમામ આરોપીઓએ 8 મહિના અને 25 દિવસની અંદર ફાંસીની સજા સંભળાવી.

આરુષિને મળ્યો ઇન્સાફ
પાંચ વર્ષની રાહ બાદ 25 નવેમ્બરે આરુષિ તલવાર અને તેના નોકર હેમરાજના હત્યારાનો ખુલાસો થયો અને તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. સીબીઆઇની વિશેષ અદાલતે આરુષિના માતા-પિતાને આરોપી માનીને તેમને આજીવન કેદની સજા સંભળાવી. આરુષિની હત્યા તેના પોતાના ઘરના રૂમમાં કરવામાં આવી, જ્યારે નોકર હેમરાજનો મૃતદેહ છત પરથી મળ્યો હતો.

સંજય દત્તને જેલ
1993 મુંબઇ વિસ્ફોટ દરમિયાન આર્મ એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટે અભિનેતા સંજય દત્તને માર્ચ 2013માં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી. સંજય હાલ પૂણેની યરવાડા જેલમાં કેદ છે. જેલ પ્રશાસન દ્વારા તેને વારંવા પેરોલ આપવાના કારણે તાજેતરમાં વિવાદ ઉભો થયો હતો.

લાલુ પ્રસાદ યાદવને સજા
કરોડો રૂપિયાના ચારા કૌભાંડમાં આરજેડી અધ્યક્ષ અને દેશના પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષની જેલ અને 25 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી. ઝારખંડ અદાલતે તેમને ઓક્ટોબર 2013માં સજા સંભળાવી હતી. તે રાંચીની બિરસા મુંડા જેલમાં કેદ છે.

સમલૈંગિકતા ગુનો
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને પલટાવતા સમલૈંકિગતાને ગુનો ગણાવ્યો છે. કોર્ટે તેને ગેરકાયદે ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સમલૈંગિકોના સમુહ રસ્તા પર ઉતરી ગયા છે. ધારા 377 પર ચર્ચા શરૂ થઇ ગઇ છે.

જેલ થતા નહીં લડી શકાય ચૂંટણી
સુપ્રીમ કોર્ટે રાજકારણને ગુનાઓથી દૂર રાખવા માટે જુલાઇમાં એક ઐતિહાસિક નિર્ણય કર્યો, જે હેઠળ સાંસદ, ધારાસભ્યોને નીચલી અદાલતમાં દોષી જાહેર કરવામાં આવ્યાની તારીખથી જ તે અયોગ્ય થઇ જશે. તેમની સભ્યતા ખતમ થઇ જશે. આ નિર્ણયનો રાજકીય દળોમાં ઘણો જ વિરોધ કરવામાં આવ્યો.

લાલ બત્તી પર મહત્વનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે ડિસેમ્બરમાં એક મહત્વનો નિર્ણય લાલ બત્તીના દુરુપ્યોગ પર પ્રતિબંધ લાગી ગયો. કોર્ટના આદેશ બાદ લાલ બત્તીની ગાડીઓનો ઉપયોગ માત્ર સંવૈધાનિક પદો પર બેસેલા લોકો જ કરી શકે છે.

EVM મશીન પર નોટાનું બટન
ઉચ્ચતમ ન્યાયાલયે એક મહત્વના નિર્ણયમાં દેશના મતદાતાઓને આ અધિકાર આપવામાં આવ્યો કે તેઓ મતદાન દરમિયાન તમામ ઉમેદવારોને ઠુકરાવી શકે છે. આ અધિકારને રાઇટ ટૂ રિજેક્ટ નામ આપવામાં આવ્યું.

ના બદલાઇ સગીરની ઉમર
સુપ્રીમ કોર્ટે જૂવેનાઇલ જસ્ટિસ એક્ટમાં જૂવેનાઇલની પરિભાષા પર વિચાર કરવાની યાચિકાને ખારીજ કરી જૂવેનાઇલની ઉમર 18થી ઘટાડીને 16 કરવાની માંગને ખારીજ કરી દીધી. જેના કારણે દિલ્હી ગેંગરેપનો સગીર આરોપી સજાથી બચી ગયો.

ખેલથી રાજકારણ દૂર
સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના નિર્ણયમાં ખેલોમાં ચાલી રહેલા રાજકારણને ખતમ કરવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે ખેલ સંગઠન ખેલાડી જ ચલાવે.

લિવ ઇન રિલેશન
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયોમાં લિવ ઇન રિલેશનશિપ માટે કહ્યું કે, આ ના તો પાપ છે અને ના તો ગુનો. સુપ્રીમ કોર્ટે લિવ ઇન રિલેશનશિપ અને તેમાંથી પેદા થયેલા બાળકોની રક્ષા કરવા માટે સંસદને સમુચિત કાયદો બનાવવાનો આદેશ આપ્યો છે.

આઇ કાર્ડ દર્શાવ્યા બાદ તેજાબ
તેજાબના હુમલાઓને રોકવા માટે સુપ્રીમ કોર્ટે તેના વેચાણ અને ખરીદી પર નિયમ લગાવી દીધો. કોર્ટે તેજાબ વેચનારાઓ માટે લાયસન્સ પર પ્રતિબંધ લગાવી દીધી અને ખરીદદારો માટે આઇડી કાર્ડ અનિવાર્ય કરી દીધું.