For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં જોવા મળ્યો રોષ, શહીદોની યાદમાં આંખો થઇ નમ

By Super
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન સેના દ્વારા જમ્મૂ કાશ્મિરના પૂંછ વિસ્તારમાં 450 મીટર અંદર ઘુસીને ભારતીય પાચ જવાનોની હત્યા કરી દીધી હતી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. શહીદોની શહાદતને લઇને દેશભરના નાગરીકોની આંખો નમ થઇ ગઇ છે. તો બીજી તરફ રાજકારણીઓ દ્વારા આ બાબતને રાજકીય મુદ્દો બનાવીને ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો ક્યાંક વિવાદીત નિવેદનો આપવામાં આવી રહ્યાં છે.

પહેલા રક્ષા મંત્રી એકે એન્ટોની દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે આ હુમલો પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યો નથી અને બાદમાં કહ્યું હતું કે તેમની પાસે ખોટી માહિતી આવી હોવાનું કહીં પોતાના નિવેદનનો બચાવ કર્યો હતો, તો બીજી તરફ બિહારના નેતા ભીમ સિંહ દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે કે, લોકો સેના અને પોલીસમાં મરવા માટે જ આવતા હોય છે, જેનો આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ભારતીય સેના દ્વારા તેમના સાથીઓને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી તો શહીદોના ઘરે માતમ છવાયો હતો. અહી તસવીરો થકી શહીદોને આપવામાં આવેલી શ્રદ્ધાંજલી, શહીદોના પરિવારની વેદના અને દેશમાં વ્યાપેલો રોષ દર્શાવવામાં આવ્યો છે.

આર્મી જવાનોના કોફિન

આર્મી જવાનોના કોફિન

પૂંછ ખાતે થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોના કોફિનને લઇ જઇ રહેલા આર્મી જવાનો.

આર્મી જવાનોને શ્રદ્ધાંજલી

આર્મી જવાનોને શ્રદ્ધાંજલી

નવી દિલ્હી ખાતે લાવવામાં આવેલા આર્મી જવાનોના મૃતદેહોને શ્રદ્ધાંજલી અર્પી રહેલા સૈનિકો.

શહીદનું કોફિન

શહીદનું કોફિન

પૂંછમાં થયેલા હુમલામાં પાંચ આર્મી જવાનો શહીદ થયા હતા. નવી દિલ્હી એરપોર્ટ ખાતે એક શહીદના કોફીનને લઇ જઇ રહેલા સૈનિકો.

આર્મી જવાનો દ્વારા લઇ જવામાં આવી રહેલું શહીદનું કોફિન

આર્મી જવાનો દ્વારા લઇ જવામાં આવી રહેલું શહીદનું કોફિન

નવી દિલ્હી એરપોર્ટ ખાતે એક શહીદના કોફીનને લઇ જઇ રહેલા સૈનિકો. નોંધનીય છે કે, પૂંછ ખાતે થયેલા હુમલામાં ભારતના પાંચ આર્મી જવાનો શહીદ થયા હતા.

આર્મી જવાનોએ શહીદોને અર્પી અંજલી

આર્મી જવાનોએ શહીદોને અર્પી અંજલી

નવી દિલ્હી ખાતે આર્મી જવાનોએ પૂંછમાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પી હતી.

પૂંછમાં શહીદોને શ્રદ્ધાંજલી

પૂંછમાં શહીદોને શ્રદ્ધાંજલી

પૂંછ ખાતે સાથી જવાનો દ્વારા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.

સૈનિકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી

સૈનિકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી

પૂંછમાં થયેલા હુમલામાં પાંચ ભારતીય જવાનો શહીદ થયા હતા. પૂંછ ખાતે સાથી સૈનિકો દ્વારા આ જવાનોને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.

પાંચ શહીદોને શ્રદ્ધાંજલી

પાંચ શહીદોને શ્રદ્ધાંજલી

પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલા પાંચ જવાનોને પૂંછમાં શ્રદ્ધાંજલી અર્પવામાં આવી.

શહીદ જવાન વિજય કુમારના પત્ની

શહીદ જવાન વિજય કુમારના પત્ની

પૂંછમાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાન વિજય કુમાર રાયના પત્ની.

શહીદ શંભુ શરણ રાયનો પરિવાર

શહીદ શંભુ શરણ રાયનો પરિવાર

પૂંછ હુમલામાં શહીદ થયેલા જવાન શંભુ શરણ રાયનો પરિવાર.

પાકિસ્તાનના વિરોધમા વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનના વિરોધમા વિરોધ પ્રદર્શન

હૈદરાબાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અમદાવાદમાં પણ વિરોધ

અમદાવાદમાં પણ વિરોધ

અમદાવાદ ખાતે પણ લોકો દ્વારા પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ નાપાક હરકતના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનનો ઝંડો બાળ્યો હતો.

નવી દિલ્હીમાં પ્રદર્શન

નવી દિલ્હીમાં પ્રદર્શન

નવી દિલ્હીમાં હિન્દુ સેનાના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન હાઉસ બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

English summary
The Army today paid tribute to the five martyrs who were killed in a deadly ambush in Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X