For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 લાખ કિમીની યાત્રાઃ ભારતીય સાઇકલિસ્ટ પહોંચ્યો કતાર

By Super
|
Google Oneindia Gujarati News

દુબઇ, 12 ઑગસ્ટઃ એક સારા અને ઉમદા સંદેશા સાથે ભારતીય સાઇકલિસ્ટે એક પ્રયાસ આદર્યો છે. તેણે આખા વિશ્વમાં અંદાજે 2 લાખ કિમીના યાત્રા કરીને લોકોને જાગૃત કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગ રૂપે તેણે 79 દેશોની યાત્રા કર્યા બાદ હવે તે કતાર પહોંચ્યો છે.

સોમેન દેબનાથ નામના યુવા સાઇકલિસ્ટે આ યાત્રા શરૂ કરી છે અને તેની યોજના કોલકતા નજીક એક ગ્લોબલ વિલેજ ઉભૂ કરવાની છે. તેણે અત્યારસુધીમાં અંદાજે 79 દેશોની યાત્રા કરી લીધી છે અને તે 2020 સુધીમાં બીજા 191 દેશોની યાત્રા કરવા માગે છે. તેનું હવે પછીનું ડેસ્ટિનેશન સાઉદી અરેબિયા છે જ્યાં જવા માટે તે કતારથી 15 ઑગસ્ટના રોજ પ્રયાણ કરસે.

નોંધનીય છે કે દેબનાથે તેની આ 'એરાઉન્ડ ધ વર્લ્ડ ઓન બાઇસિકલ' યાત્રાની શરૂઆત 2004માં કરી હતી, તેની આ યાત્રા એચઆઇવી એઇડ્સ સંબંધિત જાગૃતિ માટે છે. દેબનાથે જણાવ્યું છે કે, તેને આશા છે કે સ્થાનિક સરકાર તેને એવોર્ડના ભાગ રૂપે આઠ એક્ટર જમીન આપશે, જેમાં તે તેના ગ્લોબલ વિલેજનું નિર્માણ કરશે. તેની યોજના 2 લાખ કિમીનો એરિયા કવર કરવાની છે અને એ દરમિયાન તે 2 મિલિયન લોકોને મળવા માગે છે. તેની આ યાત્રા 2020 સુધીમાં પૂર્ણ થશે.

તેણે પોતાની ગ્લોબલ વિલેજની યોજના અંગે જણાવ્યું કે, તેનો આ વિચાર એ લોકો માટે છે કે જેમને તેની જાતિ, રંગ અને અન્ય બાબતોના કારણે તરછોડવામાં આવે છે, તેઓ એક સાથે અહીં રહી શકશે. આ યુવા સાહસિકે દાવો કર્યો છે કે તેનો તમામ ખર્ચ એ લોકો તરફથી ચુકવવામાં આવી રહ્યો છે, જેમને તે તેની આ યાત્રા દરમિયાન મળી રહ્યો છે. (ફાઇલ તસવીરો)

કતાર પહોંચ્યો

કતાર પહોંચ્યો

આ યુવા સાઇકલિસ્ટ 79 દેશોને ભેદીને કતાર પહોંચ્યો છે.

તેની યોજના

તેની યોજના

તેની યોજના 2 લાખ કિમીની યાત્રા કરવાની છે.

2 મિલિયન લોકોને મળવાની યોજના

2 મિલિયન લોકોને મળવાની યોજના

આ યાત્રા દરમિયાન તે 2 લાખ લોકોને મળવા માગે છે, તેની આ યાત્રા 2020માં પૂર્ણ થશે.

કોણ ઉપાડે છે તેનો ખર્ચ

કોણ ઉપાડે છે તેનો ખર્ચ

આ યુવા સાહસિકે જણાવ્યું છે કે તેનો તમામ ખર્ચ તેને તેના પ્રવાસ દરમિયાન મળી રહેલા લોકો દ્વારા ઉઠાવવામાં આવે છે.

English summary
An Indian cyclist who is on a mission to peddle around the globe has reached Qatar after touring 79 countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X