For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી બનાવશે વિશ્વની પ્રથમ ISO 9001 સર્ટિફાઇડ સરકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જૂન: વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ભારત સરકારને દુનિયાની પ્રથમ 'આઇએસઓ 9001' સર્ટિફાઇડ સરકાર બનાવવા માંગે છે. કેન્દ્ર સરકારના પરફોમન્સ મેનેજમેન્ટ ડિવીઝનના સચિવ પ્રજાપતિ ત્રિવેદીએ બધા મંત્રાલયો અને વિભાગોને પત્ર લખીને વડાપ્રધાનની ઇચ્છા જણાવી દિધી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે સામૂહિક પ્રયત્નથી વિશ્વની પ્રથમ 'આઇએસઓ 9001' અમલમાં લાવનાર સરકાર બનાવશે. આ મુખ્ય લક્ષ્ય સરકારના બધા વિભાગોની નિર્ણય ક્ષમતામાં ગતિ લાવવા અને કામકાજમાં પ્રોફેશનલ વલણ લાવવું છે. વડાપ્રધાનમંત્રી આઇએસઓ સર્ટિફિકેશનને ખૂબ પ્રાથમિકતા આપી રહ્યાં છે.

સરકારે નરેન્દ્ર મોદી, ઉમા ભારતીના અંગત સચિવોની કરી નિમણૂંકસરકારે નરેન્દ્ર મોદી, ઉમા ભારતીના અંગત સચિવોની કરી નિમણૂંક

ગુજરાતમાં રહેતાં તેમણે મુખ્યમંત્રી કાર્યકાળને 'આઇએસઓ 9001' સર્ટિફાઇડ બનાવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે પરફોમન્સ ડિવિઝન અને કેબિનેટ સચિવાલય કેન્દ્રમાં પણ તેના પર અમલ કરવા માંગે છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનમંત્રીની લીડરશિપમાં બધા વિભાગોમાં આ કામ જલદી કરી લેશે. આ કામ માટે પરફોમન્સ ડિવીઝન અને કેબિનેટ સચિવાલય બધ વિભાગોને ટેક્નિકલ સપોર્ટ આપશે.

યૂપીએએ શરૂ કરી હતી યોજના

યૂપીએએ શરૂ કરી હતી યોજના

યૂપીએ સરકારે પણ આ દિશામાં પહેલ શરૂ કરી હતી. પરફોમન્સ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવીને વિભાગોના કામકાજની દેખરેખ પણ થવા લાગી હતી. પરંતુ કેટલાક વરિષ્ઠ મંત્રીઓનો રિપોર્ટ નેગેટિવ મળ્યો. ત્યારબાદ સિસ્ટમ નબળી થઇ ગઇ.

શું છે 'આઇએસઓ 9001' સર્ટિફિકેટ

શું છે 'આઇએસઓ 9001' સર્ટિફિકેટ

આ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટેડર્ડાઇઝેશન દ્વારા ગુણવત્તા માટે નક્કી કરવામાં આવેલું માપદંડ છે. તેમાં લીડરશિપ, નિર્ણય લેવામાં ઓબ્ઝેક્ટિવ એપ્રોચ, એકબીજ સાથે જોડાયેલી પ્રક્રિયાઓને એક જ સિસ્ટમ હેઠળ મેનેજ કરવી, દસ્તાવેજની સારી જાળવણી, અસરકારક તથા ત્વરિત કામકાજ, ગુણવત્તા પર ફોકસ કરતાં લોકોની ભાગીદારી નક્કી કરવી અને લોકોની ભાગીદારીની પ્રક્રિયા સામેલ છે. આ માપદંડો પર ખરા ઉતરતાં સર્ટિફિકેશન બોડી પ્રમાણપત્ર જાહેર કરે છે.

હવે આ પ્રક્રિયા થશે

હવે આ પ્રક્રિયા થશે

બધા વિભાગોને 'આઇએસઓ 9001' કન્સલટેંટ નિમણૂંક કરીને નક્કી માપદંડો પર કામ કરવું પડશે. કેન્દ્રના 72 વિભાગોમાંથી 37માં પહેલાંથી જ આ પ્રક્રિયા ચાલી રહી છે.

ગુણવત્તાના ગુર સિખવાડવામાં આવશે

ગુણવત્તાના ગુર સિખવાડવામાં આવશે

બધા વિભાગોમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના વિશેષજ્ઞ ગુણવત્તા સુધારવાના ગુર સિખવાડવા માટે મોકલવામાં આવશે.

100 ટકા અંક મળશે

100 ટકા અંક મળશે

જે પણ વિભાગ 'આઇએસઓ 9001'ના માપદંડો પર ખરા ઉતરશે તેને પરફોમન્સ માટે 100 ટકા અંક મળશે.

English summary
Indian goverment will be world first iso certified.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X