For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

International Nurses Day 2020: જાણો કેમ અને ક્યારથી મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ

International Nurses Day 2020: જાણો કેમ અને ક્યારથી મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાભરમાં દર વર્ષે 12મી મેના દિવસને આંતરરાષ્ટ્રીય નર્ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીમાર લોકોને નવી જિંદગી આપવામાં જેટલું યોગદાન ડૉક્ટર્સનું હોય છે, તેટલું જ યોગદાન નર્સનું પણ હોય છે. નર્સ બીમાર લોકોની તન અને મનથી સેવા કરે છે. તે પોતાની પરવા કર્યા વિના દર્દીનો જીવ બચાવે છે. આજનો દિવસ તેમના યોગદાનને સમર્પિત છે. આની સાથે જ આ દિવસ દુનિયામાં નર્સિંગનીસંસ્થાપક ફ્લોરેંસ નાઈટિંગેલ (Nightingale of Florence)ને શ્રદ્ધાંજલિના રૂપમાં મનાવવામાં આવે છે.

nurse

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ મહામારીનાઆ સમયે નર્સોની ભૂમિકા વધીગઈ છે. નર્સ દિસ રત કામ કરે છે, તેઓ દર્દીને આપવામાં આવતી દરેક સવિધાઓ અને સેવાઓનો ખ્યાલ રાખે છે. આધુનિક નર્સિંગના જનની ફ્લોરેંગ નાઈટિંગલની યાદમાં દર વર્ષે 12 મેને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેમણે ક્રીમિયાના યુદ્ધ દરમિયાન કેટલીય મહિલાઓને નર્સની ટ્રેનિંગ આપી હતી અને કેટલાય સૈનિકોના ઈલાજ પણ કર્યા હતા.

તેમણે નર્સિંગને એક પ્રોફેશન બનાવ્યું અને તેઓ વિક્ટોરિયન સંસ્કૃતિનાએક આઈકન બન્યા. વિશેષ રૂપે તેઓ લેડી વિથ ધી લેમ્પ (Lady With the Lamp)ના નામે ઓળખાયા કેમ કે તેઓ રાજના સમયે કેટલાય સૈનિકોનો ઈલાજ કરતા હતા. જે બાદ નાઈટિંગેલે વર્ષ 1860માં લડનમાં સેન્ટ થૉમસ હોસ્પિટલમાં પોતાની નર્સિંગ સ્કૂલની સ્થાપના સાથે પ્રોફેશનલ નર્સિંગનો પાયો રાખ્યો. આ દુનિયાની પહેલી નર્સિંગ સ્કૂલ હતી, જહવે લડનના કિંગ્સ કૉલેજનો ભાગ છે.

નર્સિંગમાં પોતાના અગ્રણી કાર્યોને કારણે ઓળખ બનાવનાર ફ્લોરેંસના નામે જ નવી નર્સો દ્વારા નાઈટિંગેલ પ્લેજ લેવામા આવે છે. નર્સ માટે આંરરાષ્ટ્રીય સ્તરે ફ્લોરેંસ નાઈટિંગેલ મેડલ જ સૌથી ઉચ્ચ પ્રતિષ્ઠિત છે. દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ફ્લોરેન્સના જન્મદિવસ પર મનાવવામાં આવે છે. જાન્યુઆરી 1974માં ફ્લોરેન્સ નાઈટિંગેલની યાદમાં 12 મેને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે મનાવવાનો પ્રસ્તાવ યૂએસમાં પાસ થયો હતો. બ્રિટિશ પરિવારમાં 12 મે 1820ના રોજ જન્મેલી ફ્લોરેન્સ નાઈટિંગેલ પોતાની સેવા ભાવના માટે આજે પણ યાદ કરવામાં આવે છે.

સાત વાર કોરોના પોઝિટિવ થયો આ ગુજરાતી છોકરો, તબિયત ઠીક પણ વાયરસ નથી જાતોસાત વાર કોરોના પોઝિટિવ થયો આ ગુજરાતી છોકરો, તબિયત ઠીક પણ વાયરસ નથી જાતો

English summary
International Nurses Day 2020 why we celebrate nurses day know its history
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X