કરવા ચોથ: પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અને ત્યાગનો પર્વ
કથા
ધાર્મિક પુસ્તકોના જણાવ્યા અનુસાર શાકપ્રસ્થપુર વેદધર્મા બ્રાહ્મણની વિવાહિત પુત્રી વીરવતીએ કરવા ચોથનું વ્રત કર્યું હતું. નિયમનુસાર તેને ચંદ્રોદય પછી ભોજન કરવાનું હતું, પરંતુ તેનાથી ભૂખ સહન થઇ નહી અને તે વ્યાકુળ થઇ ઉઠી.
તેના ભાઇથી તેની બહેનની વ્યાકુળતા જોઇ શકાય અનહી અને તેને પીપળાના ઝાડની પાછળ આતશબાજી દ્રારા પ્રકાશ ફેલાવીને ચંદ્રોદય બતાવી દિધો અને વીરવતીએ ભોજન કરી લીધું. અને પરિણામ એવું આવ્યું કે વીરવતીનો પતિ અદ્રશ્ય થઇ ગયો. અધીરી બનેલી વીરવતીએ બાર મહિના સુધી દરેક ચોથનું વ્રત રાખ્યું અને કરવા ચોથના દિવસે તેની તપસ્યાના કારણે તેનો પતિ પાછો મળી ગયો.
વ્રત પર ફેશનનો પ્રભાવ
ભલે પારંપારિક પૂજા હોય પરંતુ આ વ્રતે ફેશનનું રૂપ ધારણ કરી લીધું છે. સ્ત્રીઓ કરવા ચોથના દિવસે ભૂખી-તરસી રહીને સોળ શણગાર સજે છે. કારણ કે તેમના પતિ તેમના રૂપ અને તપશ્વર્યાને છોડીને બીજે ક્યાં જાય નહી. હવે તો મહિલાઓ અને છોકરીઓ મહિના પહેલાંથી જ તૈયારીઓ કરે છે. બજારમાં જોશો તો તમને તેની ચમક જોવા મળશે. બીજા અલગ તરી આવવા માટે સ્ત્રીઓ સાડીઓ, મહેંદી, અને બંગડીની દુકાનોમાં જોવા મળશે. દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે કે તે બધાની સુંદર લાગે.
સજના હૈ મુજે સજના કે લિયે
તો ચાલો આજના આ પાવન પર્વ નિમિત્તે નવવધૂની જેમ તૈયાર થઇને શ્રદ્ધા સાથે આ વ્રત કરીને પતિને સાતેય જનમ માટે પોતાના બનાવી લઇએ. તમારા મનમોહન રૂપ અને પ્રેમને જોઇને તે ફક્તને ફક્ત તમારા બનીને રહેશે.