• search

'કાશી કા અસ્સી'ની રિયાલિટી બની નરેન્દ્ર મોદીનો રોડ શો

By Kumar Dushyant
narendra-modi-road-show-varanasi
અજય મોહન: કાશીમાં નરેન્દ્ર મોદીના રોડ શોમાં લાખોની ભીડ જોવા મળી રહી છે. ચારે તરફ નમો-નમોના જયકાર લાગી રહ્યાં છે અને ભાજપના ઝંડા લહેરાય રહ્યાં છે. આ નજારો દેખતાં એવું લાગે છે કે જાણે તેમની ભવિષ્યવાણી પ્રસિદ્ધ લેખક કાશીનાથ સિંહે પોતાના પુસ્તક 'કાશી કા અસ્સી'માં પહેલાં જ કરી દિધી હતી. જી હાં કાશી ક અસ્સીમાં જે પ્રકારે બનારસનું વર્ણન કરવામાં આવ્યું છે તે સંપુર્ણપણે મોદીમય કાશીમાં પરિલક્ષિત થઇ રહ્યું છે.

કાશી કા અસ્સીમાં લખ્યું છે: અસ્સીની બધી દુકાનો બંધ. એવા ગાઢ સમય જ્યારે મોટા મોટા નેતા રણ છોડીને જતા રહ્યાં હતા- ગયા સિંહે માઇક સંભાળ્યું- ગર્જતા પહેલાં તેમણે મંચને ત્રણ તરફથી ઘેરાયેલા હજારો સિપાહીઓ સહિત હવાલદાર શર્માને જોયા, ''શર્મા જી! જોઇ રહ્યાં છો મારું માથું?એપિસોડ? ખોપડી પર એકપણ વાળ નહી. તમારા ડંડાનો વાર આના પર ભરપૂર પડશે! મારો માર શકી તો! પરંતુ શર્મા તમે કાશીની સંસ્કૃતિ અને પરંપરાને મિટાવવા માંગો છો? તમારી હેસિયત છે કે તમે હજારો વર્ષોથી ચાલી આવતી કાશીની સંસ્કૃતિ અને પરંપરા તોડી દો?''

મોદીમય કાશી: અહીંયા જો ગયા સિંહની જગ્યાએ ભાજપને ઉભું કરી દઇએ અને શર્માની જગ્યાએ જિલ્લા વહિવટી તંત્રને તો આજનો નજારો હુ-બ-હુ એવો જ છે.

કાશી કા અસ્સી: મહાન પર્વ પર આયોજિત થનાર એકમાત્ર વિશ્વસ્તરનું સંમેલન, જેને જોવા અને સાંભળવા માટે આવનાર દેશ-વિદેશના લાખો લોકો. વીડિયો-કેમેરા અને ટેપરેકોર્ડર સાથે પત્રકારો. રસ્તા અને ગલીઓ જામ. ટ્રાફિક જામ, લંકાથી માંડીને શિવાલા સુધી ક્યાંય પણ પગ મુકવાની જગ્યા નહી. મહિનાઓથી એંસીના આ દિવસનો બનારસની જનતા રાહ જોઇ રહી હતી અને રાહ જુએ છે.

મોદી મય કાશી: આ સંમેલનને જો મોદીની જનસભાઓનું નામ આપી દઇએ તો આજનો નજારો એવો જ છે.

કાશી કા અસ્સી: બાબાની ધરતીનો આ ચમત્કાર 'અવસિ દેખિયે દેખન જોગૂ'. માનવ શરીરનું કોઇ અંગ નથી જે સક્રિય ન હોય. લિટ્ટે, ખાલિસ્તાન, ઉગ્રવાદ, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કોઇ સમસ્યા નથી...

મોદીમય કાશી: જી હાં આ ચમત્કાર નરેન્દ્ર મોદીનો જ છે, જેણે બનારસની જનતાને એવા તમામ મુદ્દાઓથી માઇલો દૂર લાવીને ઉભા કરી દિધા છે.

કાશી કા અસ્સી: શ્રીવાસ્તવજી પોતાના કોંગ્રેસી ગુરૂને જોતા કહે છે-

"तेरे हुस्न का हुक्का बुझ गया है,

एक हम हैं कि गुड़गुड़ाए जाते हैं!"

મોદીમય કાશી: પુસ્તક કાશી કા અસ્સીની આ લાઇન ચૂંટણી 2014ના પરિણામની તરફ ઇશારો કરી રહી છે, જ્યાં જનતા આ વાત રાહુલ ગાંધીને કહી રહી છે.

English summary
Book Kashi ka Assi reflecting as reality during Narendra Modi's Road Show for Lok Sabha Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more