ગુજરાતમાં પહેલીવાર 2002માં થયો હતો EVMનો ઉપયોગ

By Gajendra
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 એપ્રિલ: હાલમાં દેશમાં ચૂંટણીની મોસમ છે, અને જ્યારે ચૂંટણીની પ્રક્રિયાની વાત આવે એટલે મતદાન થવાની અને કરવાની પ્રક્રિયાની વાત તો ચોક્કસ કરવી રહી. પહેલા સામાન્ય રીતે એક કાગળ પર જે તે પાર્ટીના નિશાન પર મહોર લગાવીને તેને મત પેટીમાં નાખવાની પરંપરા હતી. પરંતુ હવે જમાનો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો છે. દેશમાં ઇવીએમનો ઉપયોગ 16 વર્ષ પહેલા શરૂ થયો હતો. રાજસ્થાન, દિલ્હી અને મધ્ય પ્રદેશની 16 વિધાનસભા બેઠકો પર નવેમ્બર 1998માં પહેલીવાર ઇવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો અને આજે 16 વર્ષ બાદ ઇવીએમનો ઉપયોગ આખા દેશમાં કરવામાં આવી રહ્યો છે.

સ્વતંત્રતા બાદ દેશમાં થયેલી તમામ ચૂંટણીઓમાં મતપત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પ્રક્રિયા પચાસ વર્ષો સુધી ચાલતી રહી. મતપત્રોથી મતદાનની ગતિ ધીમી રહેતી હતી, તેમજ પરિણામ આવવામાં પણ બેથી ત્રણ દિવસનો સમય લાગી જતો હતો. આ દરમિયાન 1989-90માં ઇવીએમનું નિર્માણ થયું, પરંતુ તેને ઉપયોગમાં પહેલીવાર નવેમ્બર 1998માં લાવવામાં આવ્યું. રાજસ્થાનની 5, મધ્ય પ્રદેશની પાંચ અને દિલ્હી વિધાનસભાની 6 બેઠકો પર ઇવીએમથી મતદાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ ક્રમશ: ઇવીએમનો ઉપયોગ દેશવ્યાપી બનાવવામાં આવ્યો અને પહેલીવાર 2004માં સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી ઇવીએમ મારફત કરાવવામાં આવી.

ગુજરાતમાં પહેલીવાર ઇવીએમનો ઉપયોગ 2002માં કરવામાં આવ્યો. રાજ્યમાં 1998માં થયેલી વિધાનસભા-લોકસભા ચૂંટણી અને 1999ના લોકસભા ચૂંટણી સુધી મતપત્રો દ્વારા જ મતદાન થતું હતું, પરંતુ 2002ના વિધાનસભા ચૂંટણી પહેલીવાર ઇવીએમ દ્વારા મતદાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ 2004ના લોકસભા અને 2007ની વિધાનસભા ચૂંટણી પણ ઇવીએમ દ્વારા જ કરાવવામાં આવી. સ્થાનીક સ્વરાજની સંસ્થામાં ઇવીએમથી મતદાનની શરૂઆત 2003માં મેમનગર(અમદાવાદ), ધોરાજી (રાજકોટ), ખેરાલુ (મેહસાણા) અને વલસાડ નગર પાલિકાઓની સામાન્ય ચૂંટણીથી થઇ. બાદમાં 2005ના અમદાવાદ મનપા અને 2006માં પાંચ મનપાઓની ચૂંટણીમાં પણ ઇવીએમથી જ મતદાન થયું.

જાણો EVMનો ઇતિહાસ...

ગુજરાતમાં 2002થી આગાજ

ગુજરાતમાં 2002થી આગાજ

જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, તો અહીં પહેલીવાર ઇવીએમનો ઉપયોગ 2002માં કરવામાં આવ્યો. રાજ્યમાં 1998માં થયેલી વિધાનસભા-લોકસભા ચૂંટણી અને 1999ના લોકસભા ચૂંટણી સુધી મતપત્રો દ્વારા જ મતદાન થતું હતું, પરંતુ 2002ના વિધાનસભા ચૂંટણી પહેલીવાર ઇવીએમ દ્વારા મતદાન કરાવવામાં આવ્યું. સ્થાનીક સ્વરાજની સંસ્થામાં ઇવીએમથી મતદાનની શરૂઆત 2003માં મેમનગર(અમદાવાદ), ધોરાજી (રાજકોટ), ખેરાલુ (મેહસાણા) અને વલસાડ નગર પાલિકાઓની સામાન્ય ચૂંટણીથી થઇ. બાદમાં 2005ના અમદાવાદ મનપા અને 2006માં પાંચ મનપાઓની ચૂંટણીમાં પણ ઇવીએમથી જ મતદાન થયું.

સમગ્ર દેશમાં 2004થી આગાજ

સમગ્ર દેશમાં 2004થી આગાજ

રાજસ્થાનની 5, મધ્ય પ્રદેશની પાંચ અને દિલ્હી વિધાનસભાની 6 બેઠકો પર ઇવીએમથી મતદાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ ક્રમશ: ઇવીએમનો ઉપયોગ દેશવ્યાપી બનાવવામાં આવ્યો અને પહેલીવાર 2004માં સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી ઇવીએમ મારફત કરાવવામાં આવી.

ક્યારેક કાચની મતપેટીઓ હતી

ક્યારેક કાચની મતપેટીઓ હતી

ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે લગભગ બે સદી પહેલા આખા વિશ્વમાં કાચની મતપેટીઓમાં મતદાન કરવાની પરંપરા રહી છે. આની શરૂઆત આજની વિશ્વ મહાસત્તા અમેરિકાએ સર્વપ્રથમ 18મી સદીમાં કાચની મતપેટી બનાવીને કરી હતી. જેમાં લોકો પોતાનો મત નાખીને મતદાન કરતા હતા.

ગુપ્ત મતદાનના સિદ્ધાંતોથી વિપરીત

ગુપ્ત મતદાનના સિદ્ધાંતોથી વિપરીત

ઇસવી સન 1716 બાદ ચૂંટણી દ્વારા કોઇપણ દેશના રાજા અથવા વડાપ્રધાનને ચૂંટવાની પ્રથા શરૂ થઇ હતી. આ દરમિયાન સાત વર્ષો બાદ ફરીથી ચૂંટણી થતી હતી. ચૂંટણીમાં મતદાન માટે અમેરિકાએ કાચની મતપેટી બનાવીને તેને મતદાન માટે ઉપયોગ કરવાની પરંપરાનો પ્રારંભ કર્યો. કાચની મતપેટીઓ પારદર્શી હોવાના કારણે આ પ્રકારનું મતદાન ગુપ્ત મતદાનના સિદ્ધાંતોથી વિપરીત હતું.

ફ્રાન્સના રાજઘરાનાની ક્રાંતિ બાદ મતદાનના નિયમો

ફ્રાન્સના રાજઘરાનાની ક્રાંતિ બાદ મતદાનના નિયમો

આની વચ્ચે ફ્રાન્સના રાજઘરાનાની ક્રાંતિ બાદ ખાનગી મતદાનનો નિયમ બનાવવામાં આવ્યો, પરંતુ તેની પ્રક્રિયામાં ગડબડી થતી હતી. વર્ષ 1958માં ઓસ્ટ્રેલિયામાં ગુપ્ત મતદાનની પ્રથા શરૂ કરવામાં આવી હતી જેમાં લોખંડની મતપેટીઓ અસ્તિત્વમાં આવી. આ રીતે ધીરી-ધીરે વિશ્વના તમામ દેશોમાં લોખંડની મતપેટીઓનું ચલણ થયું. માનવામાં આવે છે કે 1965 બાદ વિશ્વના તમામ દેશોએ એક મતથી લોખંડની મતપેટીઓનો સ્વીકાર કરી લીધો. હવે તેનું સ્થાન ઇવીએમ મશીન લઇ રહી છે.

બેલેટ પેપરથી બેલેટ મશીન

બેલેટ પેપરથી બેલેટ મશીન

મતદાન પેટીઓની જેમ જ મતપત્ર(બેલેટ પેપર)નો પણ રસપ્રદ ઇતિહાસ રહ્યો છે. સેસેસ્ચ્યૂટરી સ્ટેટ ગવર્નરના શાસનમાં આવાસીય અમેરિકા કમિટિએ વિભિન્ન લોકોની સાથે વિચાર-વિમર્શ કરીને મતપત્રક(બેલેટ પેપર)ની શરૂઆત કરી. ત્યારબાદ ઇ.સ 1872માં ક્રમબદ્ધ વ્યવસ્થિત રીતે બેલેટ પેપરની ડમી તૈયાર કરવામાં આવી અને તેને ખાનગી રીતે મતદાન માટે અમલમાં લાવવામાં આવ્યું. આ પ્રકારે લગભગ બે સદી પહેલા શરૂ થયેલી બેલેટ પેપર મતપેટીયોથી મતદાનની પ્રક્રિયા આજે મશીનો સુધી પહોંચી ગઇ છે.

English summary
Lok Sabha Election 2014 Special: know about Electronic Voting Machine's history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X