For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આઇસ બકેટ' બાદ હવે હવે જાણો ભારતની 'રાઇસ બકેટ ચેલેંજ' વિશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 26 ઓગષ્ટ: વિદેશોની સાથે-સાથે ભારતમાં પણ ચર્ચિત થઇ રહેલી આઇસ બકેટ ચેલેંજ સોશિયલ સાઇટ્સ પર પણ ઘણા દિવસોથી છવાયેલી છે. ટ્વિટર, ફેસબુક દરેક જગ્યાએ તેની જ ચર્ચા છે. પરંતુ હવે ભારતે આ ચેલેંજની તર્જ પર શરૂ કરી છે 'રાઇસ બકેટ ચેલેંજ'. ઘણા લોકોનું માનવું હતું કે ભારત જેવા દેશમાં જ્યાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ છે, ત્યાં આઇસ બકેટ જેવી ચલેંજ ફક્ત પાણીની બરબાદી છે.

જો કે એક મહિલા દ્વારા ફેસબુક રાઇસ બકેટ ચેલેંજની શરૂઆત કરવી સમાજ માટે એક સકારાત્મક પગલું ગણવામાં આવી રહ્યું છે. આ ચેલેંજના માધ્યમથી તે એ લોકોને અપીલ કરી રહી છે જે ગરીબોની મદદ કરવા માંગે છે. રાઇસ બકેટ ચેલેંજ પણ સોશિયલ મીડિયા પર આઇસ બકેટ ચેલેંજની માફક વાયરલ થઇ રહી છે. પરંતુ આ રાઇસ બકેટ ચેલેંજ છે શું? જેના દ્વારા તમે પણ જરૂરિયાતમંદોની મદદ કરી શકે છો.

તો પછી સ્લાઇડર પર ક્લિક કરો અને જુઓ રાઇસ બકેટ ચેલેંજ સાથે જોડાયેલી જાણકારી.

આઇસ બકેટ ચેલેંજનું ભારતીય રૂપ

આઇસ બકેટ ચેલેંજનું ભારતીય રૂપ

આઇસ બકેટ ચેલેંજમાં પોતાના માથા પર ઠંડુ પાણી રેડવાનું હોય છે અને એએલએસ બિમારી પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે દાન આપવાનું હોય છે. રાઇસ બકેટ આ ચેલેંજના તર્જ પર શરૂ કરવામાં આવી છે.

ચોખા દાન કરો

ચોખા દાન કરો

ભારતના રાઇસ બકેટ ચેલેંજને સ્વિકાર કરનારે શક્ય એટલા ચોખા કોઇ જરૂરિયાત મંદને દાન આપવાના હોય છે.

મિત્રોને આપો ચેલેંજ

મિત્રોને આપો ચેલેંજ

ચોખા દાન કરતો તમારો એક ફોટો પાડવાનો હોય છે. આ ફોટો ફેસબુક પર લગાવીને તમારા મિત્રોને ટેગ કરીને ચેલેંજ સ્વિકાર કરનારે પણ આ જ પ્રમાણે ચેલેંજ આપવાની રહે છે.

હૈદરાબાદથી શરૂ

હૈદરાબાદથી શરૂ

હૈદરાબાદની એક મહિલા પત્રકાર મંજૂ લતા કલનિધીએ આ ચેલેંજને શરૂ કરી. મંજૂ લતાનું કહેવું છે કે રાઇસ ચેલેંજ આઇસ બકેટ ચેલેંજનું ભારતીય રૂપ છે.

દાન કરો ચોખા

દાન કરો ચોખા

જરૂરી નથી કે આ ચેલેંજમાં તમે જરૂરિયાતમંદોને કાચા ચોખા જ આપો. તમે પુલાવ બિરયાની કંઇપણ આપી શકો છો.

વાઇરલ થઇ રહી છે આ ચેલેંજ

આઇસ બકેટ ચેલેંજનું ભારતીય વર્જન છે રાઇસ બકેટ ચેલેંજ. હવે આ રાઇસ બકેટ ચેલેંજની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. અને સાથે જ આ સોશિયલ સાઇટ્સ પર પણ વાયરલ થઇ રહી છે.

જરૂરિયાતમંદોને કરો દાન

આ પડકારને શરૂ કરનાર મંજૂ લતા પોતાના ફેસબુક પેજ પર લખે છે, ''આ ચેલેંજ આપણા અહીંના મુદ્દા સાથે જોડાયેલી છે, દેસી છે અને પ્રેક્ટિકલ પણ. આઇસ બકેટ ચેલેંજમાં પાણી બરબાદ કરવાના બદલે પાણી બચાવો અને ગરીબોને ખવડાવો.''

ગરીબ અને જરૂરિયાતમંદો માટે કરી શરૂ

આઇસ બકેટ ચેલેંજ દ્વારા મળેલા દાનને જ્યાં એએલએસ બિમારીથી પીડિત લોકોના સેવાર્થમાં ઉપયોગ કરવામાં આવે છે, તો બીજી આ રાઇસ બકેટ ચેલેંજને ગરીબ અને જરૂરિયાતમંદોના સેવાર્થમાં શરૂ કરવામાં આવી છે.

જે સક્ષમ નથી, તે પણ કરે દાન

જે સક્ષમ નથી, તે પણ કરે દાન

જો કોઇ વ્યક્તિ આ પડકારને પુરો કરવામાં સક્ષમ નથી, તો તેને 100 રૂપિયાની દવાઓ પોતાની નજીક હોસ્પિટલમાં જઇને ગરીબ દર્દીઓને વહેંચવાની હોય છે.

English summary
Inspired from the concept of Ice Bucket Challenge, now the India has got its own version of charity called the Rice Bucket Challenge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X