For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રસવ માટે હવે અપનાવાઈ રહી છે વૉટર બર્થ ટેકનિક, 45 ટકા ઘટી જાય પીડા

આજના સમયમાં વૉટર બર્થનુ ચલણ ઘણુ વધી ગયુ છે. માનવામાં આવે છે કે આ રીતથી માને 45 ટકા સુધી પીડા ઘટી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે શું હોય છે વૉટર બર્થ.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી બ્રુના અબ્દુલ્લાહે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યુ છે કે તેણે વૉટર બર્થ દ્વારા બાળકને જન્મ આપ્યો છે. તેનુ કહેવુ છે કે તે હંમેશાથી બાળકને જન્મ આપવા માટે એક એવો માહોલ ઈચ્છતી હતી જ્યાં તેને ઓછામાં ઓછી પીડા થાય. બ્રૂનાનુ કહેવુ છે કે તે એ નથી ઈચ્છતી કે તેને અપાતી દવાઓની અસર તેના બાળક પર થાય. આજના સમયમાં વૉટર બર્થનુ ચલણ ઘણુ વધી ગયુ છે. માનવામાં આવે છે કે આ રીતથી માને 45 ટકા સુધી પીડા ઘટી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે શું હોય છે વૉટર બર્થ.

નૉર્મલ ડિલીવરીની નવી ટેકનિક

નૉર્મલ ડિલીવરીની નવી ટેકનિક

વૉટર બર્થ પ્રસવ કરાવવાનો એક પ્રકાર છે. બિલકુલ એ જ રીતે સિઝેરિયન કે પછી નૉર્મલ ડિલીવરી આ રીતના પ્રકાર છે. આને નૉર્મલ ડિલીવરીની નવી ટેકનિક પણ કહેવામાં આવે છે. ડૉક્ટરોનુ માનવુ છે કે આ ટેકનિકમાં લેબર પેઈન ઓછુ થાય છે અને સાથે જ બાળકને પેદા કરવાની પ્રક્રિયા પણ સરળ થઈ જાય છે. આવુ એટલા માટે કારણકે પાણીમાં હોવાના કારણે મહિલાના શરીરમાંથી એન્ડ્રોફિલ હૉર્મોન વધુ માત્રામાં રિલીઝ થાય છે. જેના કારણે પીડા ઘટી જાય છે. વળી જો ગરમ પાણીમા આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો મહિલાને પીડા નિવારવાની જરૂરિયાત 50 ટકા સુધી ઘટી જાય છે.

ઘટી જાય છે પીડા

ઘટી જાય છે પીડા

ડૉક્ટરોનુ કહેવુ છે કે નૉર્મલ ડિલીવરીના મુકાબલે આ ટેકનિકમાં મહિલાનો તણાવ 60 ટકા સુધી ઘટી જાય છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે જ્યારે બાળકનો જન્મ નૉર્મલ ડિલીવરીના માધ્યમથી થાય છે તો યોનિમાં બહુ ખેંચાણ થાય છે. પરંતુ વૉટર બર્થ દરમિયાન પાણીના કારણે ટિશ્યુ ઘણા સોફ્ટ થઈ જાય છે. આ જ કારણ છે કે આનાથી મહિલાને પીડા ઘટી જાય છે જેનાથી તેને તણાવ પણ ઓછો થાય છે.

આ પણ વાંચોઃ રાનૂ મંડલ પર બનશે બાયોપિક, આ દિગ્ગજ અભિનેત્રીને ઑફર થયો રોલઆ પણ વાંચોઃ રાનૂ મંડલ પર બનશે બાયોપિક, આ દિગ્ગજ અભિનેત્રીને ઑફર થયો રોલ

બાળકના જન્મમાં ઓછો સમય લાગે છે

બાળકના જન્મમાં ઓછો સમય લાગે છે

આ રીતથી પ્રસવ કરાવવા માટે બર્થિંગ પુલ બનાવવામાં આવે છે જેમાં હુફાળુ પાણી હોય છે. પાણીની માત્રા 300થી 500 લીટર સુધી હોય છે. પૂલનુ તાપમાન એક જેવુ રહે એના માટે આમાં વૉટર પ્રૂફ ઉપકરણ લગાવી દેવામાં આવે છે. આવુ ખાસ કરીને ઈન્ફેક્શન રોકવા માટે કરવામાં આવે છે. પૂલની લંબાઈ અઢીથી ત્રણ ફૂટ સુધીની હોય છે. તેને મહિલાના શરીર અનુસાર એડજસ્ટ કરવામાં આવે છે. આમાં મહિલાને ત્યારે લાવવામાં આવે છે જ્યારે લેબર પેઈનને ત્રણથી ચાર કલાક થઈ જાય છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે જો યોગ્ય રીત અપનાવવામાં આવે તો આનાથી બાળકના જન્મમાં સમય ઓછો લાગે છે અને આ એક સાચો વિકલ્પ પણ છે.

બીપી નિયંત્રણમાં રહે છે

બીપી નિયંત્રણમાં રહે છે

આ ટેકનિકથી મા અને બાળકને ઈન્ફેક્શનનો ખતરો 80 ટકા સુધી ઘટી જાય છે. આ રીતમાં એવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં મા અને બાળક બંનેને ઈન્ફેક્શન નથી થતુ. આમાં પાણીમાં રહેવાના કારણે મહિલા તણાવમાં નથી હોતી. સાથે જ બીપી પણ નિયંત્રણમાં રહે છે.

એક સરળ પ્રક્રિયા

એક સરળ પ્રક્રિયા

ડૉક્ટર જણાવે છે કે આ ટેકનિક અન્ય ટેકનિકોથી વધુ સારી છે. પાણીમાં જન્મ લેવાના કારણે બાળકના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારુ રહે છે જેનાથી પ્રક્રિયા સરળ બની જાય છે. આ ટેકનિકમાં બાળકને અનુભવ થાય છે કે જાણે તે માના પેટમાં છે. આનાથી ગર્ભનાળ અને બાળકની ખોટી મૂવમેન્ટ જેવી મુશ્કેલીઓ ઘણી હદ સુધી ઘટી જાય છે.

English summary
Know all about water birth and its advantage over normal delivery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X