For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ પણ 2 અઠવાડીયું રહી શકો છો રાષ્ટ્રપતિ ભવનમાં, જાણો કેવી રીતે!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: હા જો આપ અન્યોથી અલગ વિચાર ધરાવતા હોવ તો આપને પણ રાજધાની દિલ્હીમાં સ્થિત રાયસીન હિલ્સમાં બનેલ રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાની તક મળી શકે છે. તે પણ એક-બે દિવસ માટે નહીં પરંતુ આખા બે અઠવાડીયા માટે.. એ પણ સરકારી ખર્ચ પર. આવો જાણો કેવી રીતે આપ આ સોનેરી તકને પામી શકો છો.

જો આપની અંદર કોઇ રચનાત્મક આઇડિયા છે, જેને આપ સાકાર રૂપ આપવા માંગતા હોવ તો આપ આજે જ રાષ્ટ્રપતિ ભવનમાં સંચાલિત ઇનોવેશન સ્કોલર્સ ઇન રેજીડેંસ પ્રોગ્રામ હેઠળ રજીસ્ટર કરો. જો આપનો ઇનોવેટિવ આઇડિયા પ્રોગ્રામની સમિતિને પસંદ આવી ગયો તો આપને સરકારી ખર્ચ પર દિલ્હી બોલાવવામાં આવશે અને રાષ્ટ્રપતિ ભવનમાં રહીને આપ આપના આઇડિયાને સાકાર રૂપ આપી શકશો.

વાસ્તવમાં આ પ્રોગ્રામની શરૂઆત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ડિસેમ્બર 2013માં કરી હતી. જેને હેઠળ જમીની નવાચાર ગતિવિધિયોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેની પાસે રચનાત્મક આઇડિયા હોય છે, તેમને સાકાર બનાવવામાં સરકાર મદદ કરે છે.

રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રોગ્રામ માટે ફરીથી આવેદન માગ્યા છે. જો આપ ઇચ્છુક છો તો ઓનલાઇન અરજી કરીને રજીસ્ટ્રેશન કરી શકશો.

જુઓ કેટલાંક ઇનોવેટર્સ જે બન્યા આ કાર્યક્રમનો ભાગ....

રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ ભવન

સૌથી પહેલા એક તસવીર રાષ્ટ્રપતિ ભવનની જ્યાં આ કાર્યક્રમ ચાલે છે.

ગુરમેલ સિંહ ધોંસી

ગુરમેલ સિંહ ધોંસી

તેમણે ખેડૂતોના કાર્યને સરળ બનાવ્યું. આ મશીન દ્વારા વૃક્ષોને આકાર આપવામાં આવે છે.

ધરમવીર કંબોલ

ધરમવીર કંબોલ

રીક્ષા ચાલકમાંથી એક ઇનોવેટર બન્યા. કંબોજે આ ફૂડ પ્રોસેસર બનાવ્યું.

ટેનિથ આદિત્ય

ટેનિથ આદિત્ય

આદિત્યએ એવું ઇલેક્ટ્રિક એક્સટેંશન બોર્ડ બનાવ્યું જેમાં પ્લબ પોઇંટ નથી હોતા.

મનીષા મોહન

મનીષા મોહન

એવી બ્રા બનાવી, જેમાં ઇલેક્ટ્રિક કરંટ છે. જે બળાત્કારની ઘટનાઓ રોકવામાં મદદરૂપ થશે.

English summary
Here is an opportinity for every Indian to stay in Rashtrapati Bhavan for at least 2 weeks? Check out how it is possible for you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X