મહિલાઓ કરતા પુરુષો વધુ ખોટુ બોલે છે, જાણો પુરુષો વિશે આવી જ રસપ્રદ વાતો
સામાન્ય રીતે એનુ માનવામાં આવે છે કે એક મહિલનાને સમજવી ખૂબ મુશ્કેલ છે પરંતુ શું તમે જાણો છો કે પુરુષો સાથે જોડાયેલી એવી પણ હકીકતો છે જેનાથી હજુ પણ લોકો અજાણ્યા છે. પુરુષો વિશે એવા ઘણા તથ્યોછે જે આંકડા આપણને નથી બતાવતા. જેમ કે મોટાભાગે દુનિયાભરમાં મહિલાઓ પુરુષોની સરખામણીએ વધુ સમય સુધી જીવિત રહે છે, પુરુષ પોતાના જીવનનો લગભગ એક વર્ષ મહિલાને જોવામાં પસાર કરે છે અને તે મહિલાઓની સરખામણીમાં બમણુ જૂઠ બોલે છે. આવી જ ઘણી રસપ્રદ ફેક્ટ્સ છે જે એક પુરુષને મહિલાથી લૈંગિંક આધારે તો અલગ કરે જ છે ઉપરાંત તેના સ્વભાવના કારણે પણ તેમાં ભિન્નતા આવે છે. તો ચાલો આજે આ લેખમાં અમે તમને પુરુષો સાથે જોડાયલ આવી જ અમેઝિંગ ફેક્ટ્સ વિશે જણાવીએ જેના વિશે કદાચ ખુદ પુરુષોને પણ ખબર નહિ હોય -

હેલ્ધી યુવતીઓ હોય છે પહેલી પસંદ
તમને કદાચ ખબર નહિ હોય પરંતુ પુરુષોને બહુ વધુ સ્લિમ છોકરીઓ ગમતી નથી. ગ્રેનેડા વિશ્વવિદ્યાલયના બ્લેંકા ઓર્ટેગા-રોલ્ડન ઓલિવાએ પોતાની શોધમાં સાબિત કર્યુ કે પુરુષો પાતળી મહિલાઓને પસંદ કરે છે જે સ્વસ્થ દેખાય છે જેમકે તેમનુ હેલ્ધી વેઈટ હોય. અંડરવેઈટ કે ઝીરો સાઈઝ યુવતીઓ પુરુષોને બહુ ગમતી નથી.

જ્યારે યુવતીમાં હોય રુચિ
શું તમને ખબર છે કે જ્યારે એક પુરુષ કોઈ મહિલાને બતાવવા માંગે કે તે એની રુચિ છે તો તે અજાણતા એક પૉશ્ચર લે છે. આ પૉશ્ચર તેના દિલની વાત જણાવે છે અને એ પણ દર્શાવે છે કે તે સાહસી અને મજબૂત છે. સામાન્ય રીતે એક પુરુષ પોતાના અંગૂઠાને પોતાના બેલ્ટ પર ટીકાવી રાખે છે. આ સાંભળવામાં થોડુ વિચિત્ર લાગે પરંતુ મોટાભાગે આવુ જ બનતુ હોય છે. જો કે આવુ કેમ હોય છે એ જણાવવુ થોડુ મુશ્કેલ છે.

ઝૂકવાની અલગ અલગ રીત
શું તમે ક્યારેય નોટિસ કર્યુ છે કે જ્યારે કોઈ વસ્તુ જમીન પર પડી જાય ત્યારે એક પુરુષ અને મહિલા બંને તેને અલગ અલગ રીતે ઉઠાવે છે. સામાન્ય રીતે મહિલાઓ નીચે બેસીને એ સામાન ઉઠાવવાનુ પસંદ કરે છે જ્યારે પુરુષ એ સામાનને ઉઠાવવા માટે કમરથી ઝૂકે છે. જો કે આની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. પરંતુ એવુ માનવામાં આવે છે કે કદાચ મહિલા તેમજ પુરુષના કપડાના કારણે આવુ થાય છે. જેમકે મહિલાઓ શૉર્ટ્સ વગેરે પહેરે છે અને એવામાં કમરથી ઝૂકવુ તેમને અનકર્ફર્ટેબલ લાગે છે જ્યારે પુરુષોને આવી કોઈ સમસ્યા નથી હોતી.

મહિલાને ઈમ્પ્રેસ કરવા માટે ખાય છે વધુ
થોડુ વિચિત્ર લાગી શકે છે પરંતુ આ એક તથ્ય છે અને શોધમાં આ વાતનો ખુલાસો થઈ ચૂક્યો છે. જ્યારે એક પુરુષ કોઈ મહિલા સાથે લંચ કે ડિનર કરે છે ત્યારે તે સામાન્ય ભૂખથી થોડુ વધુ ખાય છે. કૉર્નેલ યુનિવર્સિટીના પીએચડી કવિન નાઈફિને પોતાની શોધ દરમિયાન આ વાત વિશે જાણ્યુ. તેમના મંતવ્ય મુજબ પુરુષ મહિલાઓને પ્રભાવિત કરવા માટે આમ કરે છે. આ સાંભળવામાં થોડુ મૂર્ખતાપૂર્ણ લાગી શકે છે પરંતુ આ સત્ય છે.

મહિલાઓ કરતા વધુ બોલે છે જૂઠ
સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે મહિલાઓ વધુ જૂઠ બોલે છે પરંતુ વાસ્તવિકતા આનાથી એકદમ ઉલટી છે. 2009માં 20મી સદી ફૉક્સ હોમ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં આ વિશે જાણવા મળ્યુ હતુ. સર્વે અનુસાર સરેરાશ પુરુષ દિવસમાં 6 વાર પોતાના સહયોગીઓ, બૉસ કે સાથી સાથે જૂઠ બોલ છે જ્યારે મહિલાઓ દિવસમાં માત્ર 3 વાર આવુ કરે છે. આ રીતે જોવા જઈએ તો પુરુષ મહિલાઓની સરખામણીએ બમણુ જૂઠ બોલે છે. તેમનુ સૌથી સામાન્ય જૂઠ બોલાતુ વાક્ય છે, 'ઈટ્સ ઓકે, હું ઠીક છુ.'
કોરોનામાં લૉંગ ડિસ્ટંસ રિલેશનશીપમાં આ રીતે જાળવી રાખો પ્રેમ
મહિલાઓ કરતા વધુ બોલે છે જૂઠ
સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે મહિલાઓ વધુ જૂઠ બોલે છે પરંતુ વાસ્તવિકતા આનાથી એકદમ ઉલટી છે. 2009માં 20મી સદી ફૉક્સ હોમ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં આ વિશે જાણવા મળ્યુ હતુ. સર્વે અનુસાર સરેરાશ પુરુષ દિવસમાં 6 વાર પોતાના સહયોગીઓ, બૉસ કે સાથી સાથે જૂઠ બોલ છે જ્યારે મહિલાઓ દિવસમાં માત્ર 3 વાર આવુ કરે છે. આ રીતે જોવા જઈએ તો પુરુષ મહિલાઓની સરખામણીએ બમણુ જૂઠ બોલે છે. તેમનુ સૌથી સામાન્ય જૂઠ બોલાતુ વાક્ય છે, 'ઈટ્સ ઓકે, હું ઠીક છુ.'