For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ખુશ્બુ ગુજરાત કી' લઇને આવી રહ્યો છે કચ્છ રણોત્સવ!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 નવેમ્બર: મિત્રો આપના ટેલિવિઝનમાં રોજ અમિતાભ બચ્ચન આવીને એવું કહેલા હશે કે 'કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા...' 'કુછ દિન તો બિતાઇએ ગુજરાત મેં...'

મિત્રો દરવર્ષે શિયાળો જામતા જ, ડિસેમ્બર મહિનાની ઠંડીમાં જ્યારે ચંદ્રમાં તેની સોળે કળાએ ખીલે છે ત્યારે કચ્છની ધરતી પર શરૂ થાય છે અનોખો ઉત્સવ જેને કહેવાય છે 'રણોત્સવ'. દેશ-વિદેશના ખૂણેથી પર્યટકો અહીંની શ્વેત ચાંદનીનો અનેરો આનંદ માણવા માટે ઉમટી પડે છે કચ્છના રણમાં... આ રણોત્સવ છેક બે મહિના સુધી ચાલે છે. બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસડર છે. તેઓ કહે છે કે અહીંના રંગો અને અનુભવ દરેકને ગતિમાન કરી દે છે.

આ રણોત્સવ ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત કરવામાં આવે છે. રણોત્સવને ખાસ કરીને પ્રવાસીઓ માટે એક તહેવાર તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓ અહીંની સ્થાનીય ભાતીગળથી અવગત થઇ શકે, અત્રેની સંસ્કૃતિને સમજી શકે, તેમજ અત્રેની સુંદરતા, હેરિટેજ અને સુવિધાઓને માણી શકે.

કચ્છ રણોત્સવની તસવીરી ઝલક જોઇને તેમને પણ આ અહીં જવાનું મન થઇ જશે....

સફેદ રણ

સફેદ રણ

કચ્છમાં આ સફેદ રણની સુંદરતા જોતા બને છે, અને રાત્રે પૂનમની રાત્રે અત્રેનું રણ એવું દેખાય છે જાણે જમીન પર ચાંદી પથરાયેલું પડ્યું હોય. પૂનમના દિવસોમાં અહીંની ધરતી ચંદ્રની જેમ ખીલી ઊઠે છે.

રહેવા માટે તંબૂઓની સુવિધા

રહેવા માટે તંબૂઓની સુવિધા

અહીં આવ્યા બાદ આપ પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરાયેલા સસ્તા અને સુવિધાસભર તંબૂમાં રહી શકો છો. અહીં તમારું વેકેશન એક વખત માણો તમે દર વખત અહીં જ આવશો.

આપનું સ્વપ્ન સાચું બનશે

આપનું સ્વપ્ન સાચું બનશે

અહીંના સફેદ રણમાં તમારું ટેન્ટ દુનિયાની બહાર દેખાશે. અને તમને જાણે સ્વર્ગની અનુભૂતિ થશે.

કચ્છના રંગો..

કચ્છના રંગો..

કચ્છના લોક હાથવણાટ અને ભરતકામવાળા સુંદર અને રંગબેરંગી પોશાકોમાં અહીનું વાતાવરણ વધુ રંગીન બની જાય છે, અને તેમાંય તેમનું લોકસંગીત આ રંગોમાં ચાર ચાંદ લગાવી દે છે.

સ્થાનીય ફ્લેવર

સ્થાનીય ફ્લેવર

અત્રેની સ્થાનીય સંસ્કૃતિને દુનિયા સુધી પહોંચાડવાનો મુખ્ય હેતું કચ્છ રણોત્સવ પાછળ રહેલો છે. માટે પ્રવાસીઓ અત્રે આયોજીત થતા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં હાજરી આપે છે

આકર્ષણ...

આકર્ષણ...

કચ્છમાં એવા ઘણા સ્થળો છે જે પર્યટકોને આકર્ષિત કરે છે. ભુજ, ધોળાવીરા, માંડવીના વિજય વિલાસ પેલેસનો સમાવેશ થાય છે.

સુંદર દરિયા કિનારો

સુંદર દરિયા કિનારો

માંડવીનો દરિયા કિનારો પણ આકર્ષનું કેન્દ્ર છે, જેની રેતમાં રમવાની મજા પણ કઇ અનેરી છે.

English summary
The Kutch Rann Utsav starts on the full moon day of December and continues for a minimum of two months that leaves every tourist saying, Khushbhoo Gujarat Ki - just the way Amitabh Bachchan does it!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X