For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપણા લક્ષ્મી વિલાસ પેલેસ આગળ લંડનનો બકિંઘમ પેલેસ પણ પડે ઝાંખો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પર્યટન પદચિહ્નો એકદમ વિશાળ છે. જ્યારેપણ કોઇ પર્યટક ક્યાંક ફરવા જતો હોય છે તો તે પહેલાંથી નક્કી કરી લે છે કે તેને પોતાના સ્થળમાં શું જોવું છે. આપણે અહીં સમજી શકીએ છીએ કે દરેક પર્યટકનો એક ટેસ્ટ, એક સ્વભાવ હોય છે, જે એ વ્યક્તિને કહે છે કે તેને શું પસંદ છે. કેટલાક પર્યટક એવા હોય છે કે જેમને પ્રકૃતિ અને સુંદર મનોરમ દ્રશ્યો સાથે પ્રેમ હોય છે તો બીજી તરફ કેટલાક એવા પર્યટકો છે જે એડવેન્ચરના દિવાના છે. આ બધાથી અલગ કેટલાક એવા પણ પર્યટકો હોય છે જેમને આર્કિટેક્ચર, કલા, નક્શીકામ જોવાનો શોખ હોય છે.

જો આપણે આર્કિટેક્ચર અને કલાની વાત કરીએ અને એવામાં ભારતના સુંદર મહેલોનું વર્ણન ન કરીએ તો વાત અધુરી રહી જાય. જ્યારે પણ તમે વિશાળ મહેલોની કલ્પાના કરી હશે તો દુનિયાના કેટલાક પસંદીદા મહેલ જ તમારા મગજમાં આવ્યા હશે અને તેમાં પણ વિદેશોના મહેલ જેમ કે લંડનનો બકિંઘમ પેલેસ, ઇટલીનો વૈટિકન પેલેસ, સ્પેનનો રોયલ પેલેસ ઓફ મેડ્રિડ વગેરે. હવ જો અમે તમને એમ કહીએ કે આપણા દેશમાં એક મહેલ એવો છે જે પોતાની સુંદરતા અને બનાવટના મુદ્દે આ બધા મહેલોને માત આપે છે તો કદાચ તમે અમારી વાત પર વિશ્વાસ ન કરો, પરંતુ આ સત્ય છે.

જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ ગુજરાતના વડોદરા સ્થિત આવેલા લક્ષ્મી વિલાસ પેલેસની, કહેવામાં આવે છે કે લંડનના બકિંગઘમ પેલેસ કરતાં આકારમાં ચાર ગણો મોટો અને અધિક વિશાળ અને વિરાટ છે. પોતાની ખુબસુરતી અને બેહતરીન વાસ્તુકલાના કારણે આ મહેલનો સમાવેશ દુનિયાના સૌથી સુંદર મહેલોમાં કરવામાં આવ્યો છે. આ મહેલનું નિર્માણ 1890માં મહારાજા સયાજીરાવે કરાવ્યું હતું. કહેવામાં આવે છે કે આ મહેલના નિર્માણ માટે રાજાએ બે અંગ્રેજ અધિકારીઓ મેજર ચાર્લ્સ મેંટ, આરએફ ચિસોલ્મને નિમવામાં આવ્યા હતા. ઇન્ડો-સારાસેનિક પરંપરા દ્વારા બનેલા આ મહેલમાં તમે ભારતીય, ઇસ્લામિક અને યૂરોપીય વાસ્તુશિલ્પના મિશ્રરૂપમાં જોઇ શકો છો.

જો આ રાજમહેલને તમે ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે અહીંયા પચ્ચીકારી ટાઇલ્સ, રંગબેરંગી સંગેમરમર, ઘણીવારની ચિત્રકલા, ફુવારા અને મહેલમાં પ્રવેશ દ્વાર પર તાડના ઝાડ આ મહેલને એકદમ સુંદર બનાવી દે છે. કદાચ તમને જાણીને આશ્વર્ય થશે કે તે સમયગાળામાં પણ આ મહેલોમાં એલિવેટર જેવી સુવિધાઓ આપવામાં આવી હતી.

અહીના દરબાર હોલમાં ફેલિસકી દ્વારા તૈયાર કરવામાં આવેલા કાંસા, સંગેમરમર તથા ટેરીકોટાની મૂર્તિઓ અને વિલિયમ ગોર્ડલિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલા બગીચાઅને જોતા તમે રોમાંચિત થઇ જશો. રાજમહેલની અંદર સ્થિત મોતી બાગ મહેલ અને મહારાજા ફતેહ સિંહ મ્યૂઝિયમ પણ ફરવા માટેનો એક સારો વિકલ્પ પુરો પાડે છે. મોતીબાગ મહેલને અડીને આવેલા મોતી બાગ ક્રિકેટ મેદાનમાં છે, જેમાં સાગના પડવાળા ટેનિસ અને બેડમિન્ટન કોર્ટ છે.

તો હવે જ્યારે પણ તમે ગુજરાત જવાનો પ્લાન બનાવો તો ત્યાં જઇને આ મહેલનો જોવાનું ભૂલશો નહી. નીચે સ્લાઇડરમાં જુઓ લક્ષ્મી વિલાસ મહેલની કેટલીક તસવીરો.

લક્ષ્મી વિલાસ પેલેસ

લક્ષ્મી વિલાસ પેલેસ

લક્ષ્મી વિલાસ પેલેસ લંડનના બકિંગઘમ પેલેસ કરતાં આકારમાં ચાર ગણો મોટો અને અધિક વિશાળ અને વિરાટ છે. પોતાની ખુબસુરતી અને બેહતરીન વાસ્તુકલાના કારણે આ મહેલનો સમાવેશ દુનિયાના સૌથી સુંદર મહેલોમાં કરવામાં આવ્યો છે.

લક્ષ્મી વિલાસ પેલેસ

લક્ષ્મી વિલાસ પેલેસ

આ મહેલનું નિર્માણ 1890માં મહારાજા સયાજીરાવે કરાવ્યું હતું.

લક્ષ્મી વિલાસ પેલેસ

લક્ષ્મી વિલાસ પેલેસ

આ મહેલના નિર્માણ માટે રાજાએ બે અંગ્રેજ અધિકારીઓ મેજર ચાર્લ્સ મેંટ, આરએફ ચિસોલ્મને નિમવામાં આવ્યા હતા. ઇન્ડો-સારાસેનિક પરંપરા દ્વારા બનેલા આ મહેલમાં તમે ભારતીય, ઇસ્લામિક અને યૂરોપીય વાસ્તુશિલ્પના મિશ્રરૂપમાં જોઇ શકો છો.

લક્ષ્મી વિલાસ પેલેસનો દરબાર હોલ

લક્ષ્મી વિલાસ પેલેસનો દરબાર હોલ

અહી દરબાર હોલમાં પેલિસકી દ્વારા તૈયાર કરવામાં આવેલા કાંસા, સંગેમરમર તથા ટેરીકોટાની મૂર્તિઓ અને વિલિયમ ગોર્ડલિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલા બગીચાને જોતા તમે રોમાંચિત થઇ ઉઠશે.

લક્ષ્મી વિલાસ પેલેસ

લક્ષ્મી વિલાસ પેલેસ

રાજમહેલની અંદર સ્થિત મોતી બાગ મહેલ અને મહારાજા ફતેહ સિંહ મ્યૂઝિયમ પણ ફરવા માટેનો એક સારો વિકલ્પ પુરો પાડે છે. મોતીબાગ મહેલને અડીને આવેલા મોતી બાગ ક્રિકેટ મેદાનમાં છે, જેમાં સાગના પડવાળા ટેનિસ અને બેડમિન્ટન કોર્ટ છે.

English summary
Did you hear that Laxmi Vilas Palace is four times the size of the Buckingham Palace?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X