ભ્રષ્ટાચાર સામે અવાજ બુલંદ કરનારા પ્રામાણિક અધિકારીઓ

તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં આઇએએસ અધિકારી દુર્ગા શક્તિ નાગપાલને પોતાની પ્રામાણિકતા બદલ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટાચારીઓના રોષનો ભોગ બનવું પડ્યું અને પોતાની નોકરી ગુમાવી પડી છે. જો કે, ભારતમાં માત્ર આ એકલા એવા પ્રામાણિક નથી કે જેમને આ રીતે ભ્રષ્ટચારીઓનો સમનો કરવો પડ્યો હોય, ભારતમાં એક તરફ જ્યાં ભ્રષ્ટ લોકોની ફોજ છે તો બીજી તરફ આ મોટી ફોજ સામે લડી શકે તેવા પ્રામાણિક અધિકારીઓની એક ટૂકડી પણ છે. જે કોઇપણ ભોગે પોતાના પ્રામાણિકતાના માર્ગ પર અડગ રહેવા તૈયાર છે.

ત્યારે આ વખતે અમે અહીં એવા જ કેટલાક પ્રામાણિક અધિકારીઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જેમણે પોતાની કારકિર્દીમાં અનેકવાર ભ્રષ્ટાચારીઓ સાથે બાથ ભીડી છે અને તેના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સજાના ભાગરૂપે બદલીઓ પણ સહી છે, છતાં પણ પાતાના ઝમીર સાથે સોદો કર્યો નથી. તો ચાલો તસવીરો થકી દેશના પ્રામાણિક અધિકારીઓ અંગે આછેરી માહિતી મેળવીએ.

ઉમા શંકર

ઉમા શંકર

ઉમા શંકર 1990ની બેન્ચના આઇએએસ અધિકારી છે કે જેમણે તમિળનાડુના માયિલડુથુરાઇ ખાતે સાયકલોન રિલિફ વર્કમાં થઇ રહેલી ગેરરીતિ સામે પગલા ભરતા તેમની શૈઇયર ખાતે બદલી કરી દેવામાં આવી હતી.

અરૂણ ભાટિયા

અરૂણ ભાટિયા

અરૂણ ભાટિયા હાલ રાજકારણી છે, પરંતુ એ પહેલા તેઓ આઇએએસ અધિકારી હતા અને તેમણે મહારાષ્ટ્રમાં વિવિધ પદો પર નોકરી કરી છે. ભ્રષ્ટાચારીઓ સામે નહીં ઝુકવાની સજાના રૂપે 26 વર્ષની કારકિર્દીમાં તેમની 26 વખત બદલી થઇ છે.

મનોજે નાથ

મનોજે નાથ

મનોજે નાથ એક પ્રામાણિક આઇપીએસ અધિકારી છે, જેમની 39 વર્ષ લાંબી કારકિર્દીમાં 40 વખત એટલા માટે બદલી થઇ છે કે તેમણે ક્યારેય રાજકારણીની હામાં હા મિલાવી નથી.

મુગ્ધા સિન્હા

મુગ્ધા સિન્હા

મુગ્ધા સિન્હા 1999ની બેન્ચના આઇએએસ અધિકારી છે કે, તેઓ પહેલા મહિલા કલેક્ટર છે કે જેમની ઝુન્ઝુનુ ખાતેથી બદલી એટલા માટે કરી દેવામાં આવી હતી કે તેમણે લોકલ માફિયા અને સ્થાનિક ધારાસભ્યની માંગણીનો વિરોધ કર્યો હતો.

અશોક ખામેકા

અશોક ખામેકા

તેઓ 1991ની બેન્ચના આઇએએસ અધિકારી છે કે જેમણે રોબર્ટ વાડ્રા અને ડીએલએફ ડીલને કેન્સલ કરી હતી.

દુર્ગા શક્તિ નાગપાલ

દુર્ગા શક્તિ નાગપાલ

2010ની બેન્ચના આઇએએસ કે જેમણે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર ખાતે ગેરકાયદે માઇનિંગ અને ભ્રષ્ટાચાર સામે પગલાં ભર્યા હતા, જેના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X