• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનના કારણે મહિલાઓમાં અનિયમિત પીરિયડ્ઝ અને ક્રેમ્પ્સની ફરિયાદ

|
Google Oneindia Gujarati News

જો કોઈ પણ દેખીતા કારણ વિના તમારા પીરિયડ્ઝ અનિયમિત થઈ ગયા હોય અથવા તેમાં વિલંબ થઈ રહ્યો હોય તો તે પણ કોરોના વાયરસ મહામારીના કારણે થઈ રહેલ સ્ટ્રેસનુ પરિણામ હોઈ શકે છે. દુનિયામાં જીવલેણ કોરોના વાયરસ ફાટી નીકળ્યો છે. તમે ઘણા દિવસોથી લૉકડાઉનમાં છો જેનાથી તમને તણાવ થઈ શકે છે તે સ્વાભાવિક છે. તમારી ઉંઘની પેટર્નમાં ફેરફાર થઈ રહ્યો છે. વળી, જો તમે હેલ્ધી ખોરાક ન લેતા હોય અને શારીરિક પ્રવૃત્તિઓ પણ ઓછી થઈ ગઈ હોય તો તેની અસર માનસિક આરોગ્ય સાથે સાથે તમારા માસિક ચક્ર પર પણ થઈ શકે છે.

લૉકડાઉનના કારણે લાઈફસ્ટાઈલ ખોરવાઈ

લૉકડાઉનના કારણે લાઈફસ્ટાઈલ ખોરવાઈ

મોટાભાગના દેશોમાં કોરોના વાયરસ મહામારીને કાબુમાં લેવા માટે સંપૂર્ણ લૉકડાઉનની ઘોષણા સાથે દુનિયાભરની મહિલાઓ આ મુદ્દા વિશે ફરિયાદ કરી રહી છે - અનિયમિત પીરિયડ્ઝ અને સામાન્ય કરતા વધુ ક્રેમ્પ્સ. જ્યારે તમારુ જીવન સામાન્ય કરતા કંઈક અલગ વીતિ રહ્યુ છે ત્યારે તેની પ્રતિક્રિયાઓ દરેક મહિલાઓમાં અલગ અલગ આવતી હોય છે કેટલાકમાં તે માથાના દુઃખાવા રૂપે હોઈ શકે અને કેટલાકમાં તે માસિક ચક્રને સંપૂર્ણપણે ડિસ્ટર્બ કરી મૂકે છે. ડૉક્ટર્સનુ માનવુ છે કે મહિલાઓના નિયમિત માસિકચક્ર માટે તેમની ફિક્સ રૂટિન સાથેની તેમની હેલ્ધી લાઈફસ્ટાઈલ જવાબદાર છે જે અત્યારે લૉકડાઉનના કારણે ખોરવાઈ ગઈ છે જેના કારણે કેટલીક મહિલાઓ અનિયમિત પીરિયડ્ઝની ફરિયાદ કરી રહી છે.

બની શકે કે પીરિયડ્ઝ આવે જ નહિ!!

બની શકે કે પીરિયડ્ઝ આવે જ નહિ!!

ડૉક્ટરોના મત મુજબ તણાવ આપણી શરીર દ્વારા ઉત્પન્ન થતા કૉર્ટીસોલની માત્રાને અસર કરે છે. કૉર્ટીસોલને સ્ટ્રેસ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે આપણી આખા હોર્મોનલ અક્ષના મુખ્ય નિયમનકારોમાંનુ એક છે. તેથી જો આપણને વધુ તણાવ હોય તો વધુ કૉર્ટીસોલ ઉત્પન્ન થાય છે જે બદલામાં આપણા રિપ્રોડ્ક્ટીવ હોર્મોન્સનુ શમન કરે છે.

મહિલાઓ સરેરાશ 28 દિવસનુ માસિકચક્ર ધરાવે છે તેમછતાં તે દરેક મહિલામાં અલગ અલગ હોઈ શકે છે. કેટલીક મહિલાઓને નિયમિત પીરિયડ્ઝ આવે છે, કોઈને વિલંબથી જ્યારે કોઈને વહેલા આવી જાય છે. પરંતુ એનએચએસ સમજાવે છે કે તણાવની અસામાન્ય અસરમાં પીરિયડ્ઝ વધુ વિલંબથી આવી શકે છે અથવા તો પીરિયડ્ઝ આવે જ નહિ. એક વરિષ્ઠ સ્ત્રીરોગ નિષ્ણાતનુ માને છે કે અનિયમિત જીવનશૈલી સાથે તણાવ અહીં મુખ્ય જવાબદાર પરિબળ છે. તેમણે ચેતવણી આપી કે તણાવથી મહિલાઓમાં હોર્મોનલ અસંતુલન અને પીસીઓએસ(પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)નુ કારણ બને છે અને આ મહામારીથી સ્ટ્રેસમાં વધારો થાય છે.

વ્યાપક ભય ફેલાયેલો છે

વ્યાપક ભય ફેલાયેલો છે

વધુમાં તેમણે જણાવ્યુ કે કોરોના મહામારી દ્વારા અનિયમિતતા આવી છે અને કોઈ નથી જાણતુ કે આ ક્યારે ખતમ થશે. પરિણામે વ્યાપક ભય ફેલાયેલો છે. મોટાભાગની મહિલાઓ હવે ઘરની અંદર લૉક થઈ ગઈ હોવાથી તેઓ સંભવતઃ આરોગ્યપ્રદ જીવનશૈલી નથી જીવી રહી. તેમની ઉંઘ અને આહાર પણ અસરગ્રસ્ત થયા છે. જેની અસર તેમના માસિકચક્રમાં થઈ રહી છે. જે મોટેભાગે 7-8 દિવસ વિલંબથી આવી રહ્યો છે આને ઓલિગોમેનોરિયા કહેવામાં આવે છે.

વંધ્યત્વ તરફ દોરી શકે છે

વંધ્યત્વ તરફ દોરી શકે છે

એક અભ્યાસ મુજબ કોરોના વાયરસના કારણે આવેલ સ્ટ્રેસથી માસિકચક્રની લંબાઈમાં પણ ફરક આવી શકે છે. વિશ્વભરના આરોગ્યકર્મીઓ કોવિડ-19ની સારવાર માટે 24x7 કામ કરી રહ્યા છે. આવા કામદારોમાં સ્ટ્રેસ અને એનોવ્યુલેશન વચ્ચે પણ કડીઓ મળી આવી છે. એનોવ્યુલેશન એ માસિક સ્ત્રાવ દરમિયા ઓવ્યુલેશનના અભાવનો સંદર્ભ આપે છે અને વંધ્યત્વ તરફ દોરી શકે છે. જે કામના અનિયમિત કલાકોનુ પરિણામ હોઈ શકે છે. આ લૉકડાઉનના કારણે મહિલાઓએ વધુ તણાવપૂર્ણ પીરિયડ્ઝ માટે પણ તૈયાર રહેવુ જોઈએ.

આ પણ વાંચોઃ એરલાઈન્સે વચ્ચેની સીટ ખાલી રાખવાના પ્રસ્તાવને માનવાનો કર્યો ઈનકાર, આપ્યુ આ સૂચનઆ પણ વાંચોઃ એરલાઈન્સે વચ્ચેની સીટ ખાલી રાખવાના પ્રસ્તાવને માનવાનો કર્યો ઈનકાર, આપ્યુ આ સૂચન

English summary
Lockdown effect: Women experiencing irregular periods and more intense cramps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X