For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાશિવરાત્રી વિશેષઃ જાણો પૂજાનો સમય અને શિવના 10 અવતારો વિશે

મહાશિવરાત્રી વિશેષઃ જાણો પૂજાનો સમય અને શિવના 10 અવતાર વિશે

By Staff
|
Google Oneindia Gujarati News

જાગૃતિ અને સાધનાની મહાશિવરાત્રી આ વખેત 4 માર્ચે સોમવારે આવી રહી છે. આ વખતે શિવરાત્રી વિશેષ રૂપે ફળદાયક રહેશે. કેમ કે 4 માર્ચે સોમવાર છે અને શ્રવણ નક્ષત્ર રહેશે. દિવસ સોમવારે અધિષ્ઠાતા છે ચન્દ્રમા છે અને શ્રવણ નક્ષત્ર પણ ચન્દ્રમાના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ચન્દ્રમા મનનો કારક અને ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે. ત્યારે જે કોઈપણ ભક્ત પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શિવની આરાધના કરશે, તેમને અવશ્ય માનસિક શક્તિ, માનસિક શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. આવો આ શુભ અવસર પર જાણીએ ભગવાન શિવ વિશે વિશેષ જાણકારી. શિવરાત્રીના દિવસે શિવનો અંશ પ્રત્યેક શિવ લિંગમાં રાત્રિ-દિન રહે છે. શિવપુરાણ મુજબ સૃષ્ટિના નિર્માણ સમયે મહાશિવરાત્રીની મધ્યરાત્રિમાં શિવ પોતાના રૂદ્ર રૂપમાં પ્રગટ થયા હતા. શિવરાત્રિના દિવસે માનવ શરીરમાં પ્રાકૃતિક રૂપે ઉર્જા ઉપર તરફથી ચઢે છે.

કલ્યાણકારી શિવના 10 અવતાર

કલ્યાણકારી શિવના 10 અવતાર

શક્તિ અને સાધનાના પ્રતિક શિવના 28 અવતારોનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે, પરંતુ તેમાંથી 10 અવતારોની પ્રમુખતાથી ચર્ચા થાય છે. જે નિમ્ન પ્રમાણે છે.

1- મહાકાલ

1- મહાકાલ

શિવનો પહેલો અવતાર મહાકાલને માનવામાં આવે છે. આ અવતારની શક્તિ મા કાળી છે. ઉજ્જૈનમાં મહાકાલ નામથી જ્યોતિર્લિંગ પ્રસિદ્ધ છે.

2- તારા

2- તારા

શિવનો બીજો અવતાર તારા નામથી પ્રસિદ્ધ છે. આ અવતાર શક્તિની તારા દેવી માનવામાં આવે છે. આ સ્થાન પશ્ચિમ બંગાળના બીરભૂમિમાં દ્વારિકા નદીની પાસે મહાશમશાનમાં સ્થિત છે.

3- બાલ ભુવનેશ્વર

3- બાલ ભુવનેશ્વર

દસ મહાવિદ્યામાંથી એક માતા ભુવનેશ્વરીની શક્તિ પીઠ ઉત્તરાંચલમાં સ્થિત છે જે શિવના ત્રીજા અવતાના રૂપમાં પ્રસિદ્ધ છે.

4- ષોડેશ શ્રી વિદ્યેશ

4- ષોડેશ શ્રી વિદ્યેશ

દસ મહાવિદ્યાઓમાં ત્રીજા મહાવિદ્યા ભગવતી ષોડશી છે, જે ત્રિપુરાના ઉદયપુરની નજીક રાધાકિશોરપુ ગામના માતાબાઢી પર્વત શિખર પ માતાનો જમણો પગ પડ્યો હતો. આ સ્થાન શિવના ચોથા અવતારના રૂપે પ્રસિદ્ધ છે.

5- ભેરવ

5- ભેરવ

શિવનો પાંચમો રૂદ્રાવતાર ભૈરવ સૌથી વધુ વિખ્યાત છે. જેને કાળ ભૈરવ કહેવાય છે. ઉજ્જૈનની શિપ્રા નદીના તટ સ્થિત ભૈરવ પર્વત પર માં ભૈરવી શક્તિના નામે પ્રચલિત છે. અહીં માતાના હોઠ પડ્યા હતા.

6- છિન્નમસ્તક

6- છિન્નમસ્તક

છિન્નમસ્તિકા મંદિર તાંત્રિક પીઠના નામથી વિખ્યાત છે. આ ઝારખંડની રાજધાની રાંચીથી 75 કિમી દૂર રામગઢ સ્થિત છે. રૂત્રનો છઠ્ઠો અવતાર છિન્નમસ્તક નામથી પ્રસિદ્ધ છે.

7- દ્યૂમવાન

7- દ્યૂમવાન

ધૂમવતિ મંદિર મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શક્તિ પીઠ પીતામ્બરા પીઠના પ્રાંગણમાં સ્થિત છે. આખા ભારતમાં ધૂમાવતીના નામથી એકમાત્ર મંદિર છે. આ શક્તિ પીઠ રૂદ્રના સાતમા અવતારના રૂપે પ્રસિદ્ધ છે.

8- બગુલામુખી શિવ

8- બગુલામુખી શિવ

દસ મહાવિદ્યાઓમાંથી બગલામુખીના ત્રણ પ્રસિદ્ધ શક્તિ પીઠ છે. 1) હિમાચલ પ્રદેશમાં કાંડણાંમાં બગલામુખી મંદિર. 2) મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં બગલામુખી મંદિર. 3) મધ્ય પ્રદેશના શાજાપુરમાં સ્થિત બગલામુખી મંદિર. શિવનો આઠમો રુદ્ર અવતાર બગલામુખ નામથી પ્રચલિત છે.

9- માતંગ

9- માતંગ

શિવના નવ અવતારોમાં માતંગ સૌથી પ્રસિદ્ધ છે. માતંગ દેવી અર્થાત રાજમાતા દસ મહાવિદ્યાઓના દેવી છે અને મોહકપુરની મુખ્ય અધિષ્ઠા છે.

10- કમલ

10- કમલ

શિવનો દશમો અવતાર કમલ નામથી પ્રસિદ્ધ છે. આ અવતારની શક્તિ મા કમલા દેવી છે.

કુંભના અંતિમ સ્નાન સાથે મહાશિવરાત્રિ આજે, મંદિરોમાં ભારે ભીડકુંભના અંતિમ સ્નાન સાથે મહાશિવરાત્રિ આજે, મંદિરોમાં ભારે ભીડ

English summary
Mahashivratri Vishesh: Date, Time, Significance and Shiva 10 Avatar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X