For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, મહાશિવરાત્રી વ્રતમાં શું-શું કરવું

|
Google Oneindia Gujarati News

મહાશિવરાત્રી અથવા શિવરાત્રીનું વ્રત, હિન્દુઓનું મહત્વપૂર્ણ વ્રત છે. મહાશિવરાત્રી વ્રતનું ઘણું જ ધાર્મિક મહત્વ છે. આ વ્રત, ભગવાન શિવને સમર્પિત છે, માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ ઉપરાંત અનેક ધાર્મિક ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે આ વ્રત રાખવાથી માનવીને બે મહત્વપૂર્ણ નેચરલ ફોર્સ પર કોન્ટ્રોલ કરવાની શક્તિ મળે છે, માનવ પર પ્રભાવ પાડે છે.

આ બન્ને ફોર્સને રાજસ અને તમસ ગુણોના નામ આપવામાં આવે છે. રાજસ ગુણ અર્થાત ઘૃણા, નફરત, ગુસ્સો, જલન વિગેરે. તમસ ગુણનો અર્થ થાય છે. ભેદભાવ અને વિરોધની ભાવના જાગવી, તેનાથી વિનાશકારી શક્તિઓ નજીક આવે છે. દરેક વ્યક્તિઆ શક્તિ મેળવવા માગે છે. જેથી તે ખરાબ શક્તિઓથી બચી શકે અને એક સારું જીવન વિતાવી શકે. મહાશિવરાત્રીનો વ્રત, મનને સુખ અને શાંતિ પ્રદાન કરે છે અને શરીરને શક્તિ પ્રદાન કરે છે. જો તમે મહાશિવરાત્રીનું વ્રત રાખવાના હોવ તો અહીં તસવીરોમાં આપવામાં આવેલી વાતો પર વિશેષ ધ્યાન આપો.

સવાર-સવારમાં સ્નાન કરો

સવાર-સવારમાં સ્નાન કરો

જે દિવસે વ્રત રાખો, સવારે જ સ્નાન કરી લો અને શરીરને સ્વચ્છ બનાવી રાખો. ટાળવાનું કામ ના કરો, તેનાથી સકારાત્મક શક્તિ આવશે.

શિવલિંગને સ્નાન કરાવો

શિવલિંગને સ્નાન કરાવો

સ્નાન કર્યા બાદ મંદિર અથવા ઘરમાં શિવલિંગને પાણી, મધ અને દૂધથી સ્નાન કરાવો.

પૂજા

પૂજા

શિવલિંગને સ્નાન કરાવ્યા બાદ, તેના પર બિલી પત્ર ચઢાવો. આ પત્રને ચઢાવતા પહેલા જુઓ કે તે યોગ્ય છે કે નહીં, એકપણ પત્ર ફાટેલું ના હોવું જોઇએ. આ ઉપરાંત તમે ફળનો ભોગ લગાવી શકો છો અને ચંદન તથા કુમમકુથી તેનો શ્રૃંગાર કરી શકો છો.

ભોગ

ભોગ

ભગવાન શિવને દૂધથી બનેલા પદાર્થનો ભોગ ચઢાવવામાં આવે છે, જેમ કે ખીર, દહીં વિગેરે. આ ઉપરાંત ભાંગનો પણ ભોગ ચઢાવવામાં આવે છે.

પ્રાર્થના

પ્રાર્થના

ભોગ ચઢાવ્યા બાદ ‘ऊं नम: शिवाय' ના જાપ કરવા જોઇએ. સાથે જ ભગવાન શિવના અન્ય મંત્રોના પણ જાપ કરો.

દિવસ અને રાત્રીના વ્રત

દિવસ અને રાત્રીના વ્રત

શિવરાત્રીનું વ્રત માત્ર દિવસે જ નથી થતું. તે સવારથી લઇને બીજા દિવસની સવાર સુધી રાખવો પડે છે.

વ્રતના નિયમ

વ્રતના નિયમ

મહાશિવરાત્રીનું વ્રત ઘણું સરળ હોય છે. આ માટે કોઇપણ પ્રકારના કોઇ નિયમ હોતા નથી. તમે દિવસમાં ફળાહાર કરી શકો છો. દૂધથી બનેલી સામગ્રીનું સેવન કરી શકો છો.

રાત્રીનું જાગરણ

રાત્રીનું જાગરણ

અનેક લોકો મહાશિવરાત્રીના વ્રત દરમિયાન રાત્રી જાગરણ કરે છે અને રાતભર ભગવાન શિવની કથાઓ વિગેરે સાંભળે છે. તેમના ભજન ગાય છે અને આરાધના કરે છે.

વ્રતની સમાપ્તિ

વ્રતની સમાપ્તિ

વ્રતને તોડવા માટે બીજા દિવસે સવારે સ્નાન કર્યા બાદ શિવલિંગને સ્નાન કરાવો, ત્યારબાદ પૂજા કરો અને પછી પ્રસાદ ગ્રહણ કરતી વખતે વ્રતને સમાપ્ત કરો. આ પ્રકારે મહાશિવરાત્રીનું વ્રત કરી શકાય છે.

English summary
If you are planning to observe the Mahashivratri vrat then take a look at these things that you should do while observing the fast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X