
Makar Sankranti 2020: મકર સંક્રાંતિ સાથે જોડાયેલ આ ખાસ વાત નહિ જાણતા હોવ તમે
હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ 15 જાન્યુઆરી 2020ના રોજ મનાવવામાં આવશે. શાસ્ત્રોમાં આ ખાસ પર્વનું અધિક મહત્વ વર્ણવવામાં આવ્યું છે. દેશના દરેક ખુણે મકર સંક્રાંતિને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આમ તો દરેક મહિને આવતી સંક્રાંતિનું પોતાનું મહત્વ હોય છે, પરંતુ મકર સંક્રાંતિનું અલગ જ મહત્વ હોય છે. આ દિવસે જાપ, તપ અને દાન અને ધ્યાનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે મકર સંક્રાંતિ પહેલા અમે તમને મકર સંક્રાંતિ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શાસ્ત્રો મુજબ મકર સંક્રાંતિ પર સૂર્ય ધન રાશિમાંથી નિકલીને મકર રાશિમાં પ્રવેશે છે અને આ કારણે આ તહેવારને મકર સંક્રાંતિ તહેવાર કહેવાય છે.

ઉત્તરાયણ
કેટલીક જગ્યાએ મકર સંક્રાંતિને ઉત્તરાયણ નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બંને નામ પ્રચલિત છે. જણાવી દઈએ કે મકર સંક્રાંતિથી સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ દિશામાં ચાલવા લાગે છે. ભારતીય સંસ્કૃતિમાં સૂર્યના દક્ષિણાયનને નકારાત્મક તથા ઉત્તરાયણને સકારાત્મક પ્રતીક માનવામાં આવે છે. મકર સંક્રાતિના દિવસે ભગીરથની તપસ્યાથી મા ગંગા પૃથ્ીમાં આવી સાગરમાં મળ્યાં હતાં. આ દિવસે આમ તો કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરી શકો છો પરંતુ ગંગા સ્નાનનું અધિક મહત્વ હોય છે.

પૌરાણિક માન્યતા
પૌરાણિક માન્યતાઓ મુજબ ભીષ્મ પિતામહે પ્રાણ ત્યાગવા માટે મકર સંક્રાંતિના દિવસને જ પસંદ કર્યો હતો. માન્યતા મુજબ મકર સંક્રાંતિના દિવસે દેહ ત્યાગવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ ભારતમાં આ હેવારને પોંગલના રૂપમાં ઉજવવામાં આવે છે. પોંગલનો તહેવાર પણ ખેતીવાડીનો પાક અને ખેડૂતોનો તહેવાર છે. પોંગલનો અર્થ થાય છે ઉબાળવું. દક્ષિણ ભારતમાં ગુળ, ચણા ઉકાળીને સૂર્યને પ્રસાદના નામે અર્પણ કરવામાં આવે છે અને તેને પોંગલ કહેવાય છે.

લોહરીનો તહેવાર
મકર સંક્રાંતિના એક દિવસ બાદ લોહરીનો તહેવાર ઉજવવામાં આવે છે. પંજાબ અને હરિયાણામાં લોહરીનો તહેવાર ધૂમ-ધામથી ઉજવાય છે. ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિને ખિચડી સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે તથા આ દિવસે ખિચડી ખાવાની અને ખિચડી દાન આપવાની પરંપરા પણ પ્રચલિત છે. ભારતમાં મકર સંક્રાંતિના દિવસે પતંગબાજી કરવમાં આવે છે. ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં પતંગ ઉડાી આ પર્વ મનાવવામાં આવે છે.
10 જાન્યુઆરીએ આવી રહ્યુ છે વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ, જાણો રાશિઓ પર કેવો રહેશે પ્રભાવ?