સૌથી ગંદો માણસ: આ માણસે 60 વર્ષથી કર્યું નથી સ્નાન!!

Posted By:
Subscribe to Oneindia News

તહેરાન, 16 જાન્યુઆરી: એક એકલા વ્યક્તિને પ્રેમની શોધ તો છે પરંતુ તે કોઇનું દિલ જીતવામાં નિષ્ફળ છે. આવું એટલા માટે કારણ કે આ એક વિચિત્ર લાઇફસ્ટાઇલ સાથે પોતાની જીંદગી જીવી રહ્યો છે. 80 વર્ષના અમો હાજીએ 60 વર્ષથી પોતાના શરીર પર પાણીની એક બુંદ પણ નાખી નથી. હાજીને લાગે છે કે જો તે પોતાને સ્વચ્ચ કરશે તો બિમાર થઇ જશે.

તેને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ એમ જ નથી કહેવામાં આવી રહ્યો. હાજી વિશે હજુ ઘણી વાતો સાંભળવાની બાકી છે. હાજી કહે છે કે તેને આવું જીવન યુવાનીના દિવસોમાં મળેલા ઉતાર-ચઢાવ બાદ અપનાવ્યું. યુવાનીના સમયગાળા બાદ આશ્વર્યજનક રીતે હાજીએ પોતાને વેરવિખેર કરી દિધો.

સફાઇથી સખત નફરત

સફાઇથી સખત નફરત

ડેલી મેઇલના રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો હાજીને ખાણી-પીણીની વસ્તુઓમાં સફાઇથી સખત નફરત છે.

શાહુડીનું માંસ વધુ પસંદ છે

શાહુડીનું માંસ વધુ પસંદ છે

મોટાભાગે મરેલા જાનવરો સડેલું માંસ ખાનાર હાજીને શાહુડીનું માંસ વધુ પસંદ છે.

પાંચ લીટર પાણી પીવે છે

પાંચ લીટર પાણી પીવે છે

અમો હાજી દિવસમાં પાંચ લીટર પાણી પીવે છે. આ કામ માટે તે કાટ ખાઇ ગયેલા ઓઇલ કેનનો ઉપયોગ કરે છે.

સિગાર પીવે છે

સિગાર પીવે છે

આરામ કરવા માટે હાજી સિગાર પીવે છે, હાજી જે પાઇપનો ઉપયોગ કરે છે તે તંમાકુના બદલે જાનવરોના મળથી ભરેલી રહે છે.

યુવકોએ નહડાવવાનો પ્રયત્ન કર્યો

યુવકોએ નહડાવવાનો પ્રયત્ન કર્યો

હાજીનું ઘર ઇરાનના ફોર્સના દક્ષિણ વિસ્તારમાં છે. હાજીની આ હાલત કેટલાક લોકો જોઇ ના શક્યા. તેને નહવડાવવાનો પ્રયત્ન કર્યો. ડેજગાહ ગામમાં રહેનાર હાજીને કેટલાક યુવકોએ નહડાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હાજી પોતાને બચાવવામાં સફળ રહ્યો હતો.

રંગરૂપથી અજાણ નથી

રંગરૂપથી અજાણ નથી

રાતે હાજી કોઇ ગઢમાં ઉંઘે છે જે કબર વધુ લાગે છે. ખુલ્લામાં તે ઇંટોથી બનાવેલા ઢાંચામાં પણ રહે છે. પરંતુ એવું નથી કે હાજી પોતાના રંગરૂપથી અજાણ છે. તહેરાન ટાઇમ્સના અહેવાલ અનુસાર તે કારના કાચમાં પોતાનો ચહેરો જુએ છે પરંતુ તેમછતાં પોતાને બદલવાનું વિચારી શકતો નથી.

ગરમીમાં ચીથડાં પહેરે છે

ગરમીમાં ચીથડાં પહેરે છે

વાળને કપાવવા કરતાં સળગાવી દેવા તેને વધુ પસંદ છે. આ વ્યક્તિ ગરમીમાં ચીથડાં પહેરે છે અને ઠંડીમાં તે વૉર હેલમેટ પહેરે છે.

ભારતીયનો તોડ્યો રેકોર્ડ

ભારતીયનો તોડ્યો રેકોર્ડ

દુનિયામાં સૌથી લાંબા સમયથી ન નાહવાનો રેકોર્ડ એક ભારતીય વ્યક્તિ કૈલાશ સિંહ (66) નામે નોંધાયેલો હતો. કૈલાશ સિંહ 38 વર્ષ સુધી ન નાહીને પોતાનું નામ રેકોર્ડબુકમાં નોંધાવ્યું હતું. હાજી દાવો કરે છે કે તે આ રેકોર્ડ તોડી ચૂક્યો છે.

English summary
Amou Haji, aged 80, who lives in Dejgah village in the southern Iranian province of Fars has not bathed for 60 years.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.