For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરેક મૉડર્ન કપલે શીખવી જોઈએ શિવ પાર્વતીની આ વાતો

જો તમે પોતાના દામ્પત્ય જીવનને સુખદ બનાવવા ઈચ્છતા હોય તો તમારે ભગવાન શિવ અને પાર્વતી માતાનુ અનુસરણ કરવુ જોઈએ.

|
Google Oneindia Gujarati News

લગ્ન બાદ દરેક પતિ પત્નીને નવા જીવનની શરૂઆત દરમિયાન વિવિધ પ્રકારની સલાહ આપવામાં આવે છે. જ્યારે પણ આદર્શ દામ્પત્ય જીવનનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ભગવાન રામ અને માતા સીતા તેમજ ભોલેનાથ અને માતા પાર્વતીનો ઉલ્લેખ થાય છે. જો તમે પોતાના દામ્પત્ય જીવનને સુખદ બનાવવા ઈચ્છતા હોય તો તમારે ભગવાન શિવ અને પાર્વતી માતાનુ અનુસરણ કરવુ જોઈએ.

અપાર પ્રેમ

અપાર પ્રેમ

ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે પ્રેમના ઉંડણને માપી ન શકાય. એક રાજાની પુત્રી(પાર્વતી) હોવા છતાં માતા પાર્વતીએ એક વૈરાગી(શિવ)સાથે પ્રેમ થઈ ગયો અને તેમણે તેમની સાથે લગ્ન પણ કર્યા. પિતા દ્વારા પતિના અપમાન તેમનાથી સહન ન થયુ અને તેમણે યજ્ઞની સળગતી અગ્નિમાં કૂદીને સ્વયંને ભસ્મ કરી દીધા. ભગવાન શિવને આ ઘટનાથી ખૂબ દુઃખ થયુ અને તેમનો ક્રોધ રાજા દક્ષે સહન કરવો પડ્યો.

યોગ્ય વિધિથી લગ્ન

યોગ્ય વિધિથી લગ્ન

ભગવાન શિવ સૃષ્ટિના કર્તાધર્તા છે તેમછતાં પણ તેમણે માતાપાર્વતી સાથે ગાંધર્વ વિવાહ નહોતો કર્યો. લગ્ન માટે સમાજમાં જે રીતિ રિવાજ પ્રચલિત હતા એ બંનેએ તેનુ સંપૂર્ણપણે પાલન કર્યુ. ભલે તે માતા સતી હોય કે દેવી પાર્વતીનુ રૂપ, બંને સમયે બધાની સંમતિ મળ્યા બાદ જ પૂરા વિધિ વિધાન સાથે લગ્નની રસમો પૂરી કરવામાં આવી હતી. આખા પરિવારને સાથે લઈને ચાલવુ આદર્શ દંપત્તિનુ કર્તવ્ય હોય છે.

દરેક જન્મનો સાથ

દરેક જન્મનો સાથ

સતી સ્વરુપે જ્યારે ભગવાન શિવ સાથે દામ્પત્ય જીવનની શરૂઆત ન થઈ શકી ત્યારે તેમણે આવતા જન્મે પાર્વતીનુ રૂપ લીધુ અને ભોલેનાથને પોતાના જીવનસાથી રૂપે મેળવવા ઘોર તપસ્યા કરી. ભગવાન શિવે પોતાના જીવનમાં માત્ર પાર્વતીની રાહ હતી અને આ તરફ માતા પાર્વતીએ તેમને મેળવવા માટે દરેક પ્રકારની મુશ્કેલ પરીક્ષા આપી હતી.

એક જીવનસાથી પ્રત્યે સમર્પણ

એક જીવનસાથી પ્રત્યે સમર્પણ

માતા પાર્વતીએ દરેક જન્મમાં માત્ર ભગવાન શિવને જ પોતાના પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યુ. વળી, કૈલાશપતિએ પણ માત્ર મા પાર્વતીને જીવનસાથી તરીકે સ્વીકાર કર્યો. દામ્પત્ય જીવનમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ અને સમર્પણનો ભાવ હોવો ખૂબ જરૂરી છે.

બાળકોના આદર્શ માતાપિતા

બાળકોના આદર્શ માતાપિતા

ભગવાન શિવ અને માતા પાર્વતીએ દર્શાવ્યુ કે એક આદર્શ પરિવાર કેવો હોવો જોઈએ. પતિ પત્ની વચ્ચે પ્રેમ અને ઘનિષ્ઠતા હોય સાથે તેઓએ પોતાના સંતાનોનુ પાલનપોષણમાં પણ પૂર્ણ જવાબદારી સાથે કર્યુ.

એકબીજા માટે જીવવુ

એકબીજા માટે જીવવુ

ભગવાન શિવ અને માતા પાર્વતીનુ વૈવાહિક જીવન એકબીજાના પ્રેમમાં ડૂબીને સાર્થક બન્યુ અને આના કારણે જ તેમને અર્ધનારેશ્વર પણ કહેવામાં આવે છે. બંને પાસે અલૌકિક શક્તિઓ હતી પરંતુ તેમછતાં તે એકબીજા સાથે પોતાની દરેક વાતનુ વર્ણન કરતા હતા. એકબીજાના પ્રશ્નોના ઉત્તર આપતા અને કોઈને કોઈ કથા સાથે પોતાના રહસ્યો જણાવતા.

પ્રેમ સાથે સમ્માન પણ

પ્રેમ સાથે સમ્માન પણ

વૈવાહિક જીવનમાં એકબીજા માટે પ્રેમ હોવો જરૂરી છે પરંતુ આ સાથે સંબંધમાં સમ્માન પણ જરૂર હોવુ જોઈએ. જે કપલ્સ સંબંધમાં સમ્માન નથી હોતુ ત્યાં કલેશ થાય છે. ભગવાન શિવે હંમેશા માતા પાર્વતી માટે મનમાં સમ્માન રાખ્યુ અને માતા પાર્વતી શિવના માન સમ્માન માટે પોતાનુ જીવન ત્યાગ કરવાથી પણ પાછા ન હટ્યા.

પ્રેમથી યોગીને બનાવ્યા ગૃહસ્થ જીનવના સ્વામી

પ્રેમથી યોગીને બનાવ્યા ગૃહસ્થ જીનવના સ્વામી

ભગવાન શિવ એક યોગી અને સન્યાસી હતા જે સદૈવ સમાધિ અને ધ્યાનમાં લીન રહેતા હતા. પરંતુ મા પાર્વતીા પ્રેમે તેમને ગૃહસ્થ જીવન સાથે જોડ્યા અને આ દંપત્તિએ સફળ વૈવાહિક જીવનનુ ઉદાહરણ લોકો સામે રાખ્યુ.

કાનપુર એનકાઉન્ટર કેસઃ ગેંગસ્ટર વિકાસ દૂબેનો સાથી અમર દૂબે ઠાર મરાયોકાનપુર એનકાઉન્ટર કેસઃ ગેંગસ્ટર વિકાસ દૂબેનો સાથી અમર દૂબે ઠાર મરાયો

English summary
Modern couple should know this tips from lord Shiva and Parvati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X