For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોલ્ડ અને ફેરારી છોડો, આ છે વિશ્વની સૌથી મોંઘી વસ્તુઓ

|
Google Oneindia Gujarati News

વિશ્વની કોઇપણ વ્યક્તિને જો એક પ્રશ્ન પૂછવામાં આવે કે આ વિશ્વની સૌથી મોંઘી વસ્તું કઇ છે તો તેની જીભ પર સૌથી પહેલા ડાયમન્ડ્સ અને ગોલ્ડ આવશે અને ત્યાર બાદ એ કાર્સની મહારાણી ફેરારીનું નામ લેશે, પરંતુ અનેક ખજાનાઓથી ભરેલા આ વિશ્વમાં એવી ઘણી બધી વસ્તુઓ છેકે જેની કિંમત ઉક્ત ત્રણેય વસ્તુઓ કરતા ઘણી વધારે છે અને તેને મેળવવી પણ સહેલી નથી, જેમાની કેટલીક આપણા સ્વાસ્થ્ય માટે સારી તો કેટલીક અત્યંત હાનિકારક પણ છે.

આજે અમે અહીં એવી જ કેટલીક વસ્તુઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે વિશ્વની રેરેસ્ટ વસ્તુઓ અથવા તો મટેરિયલ છે, જે મેળવવા માટે લોકો અધધ રકમ ચુકવે છે. જેમાં એવા કેટલાક ડાયમન્ડ્સ પણ છે, જેને મેળવવા સહેલા નથી. તો ચાલો તસવીરો થકી આવી જ કેટલીક વસ્તુઓ પર નજર ફેરવીએ.

એન્ટિમેટર

એન્ટિમેટર

એન્ટિમેટર અંગે કદાચ કોઇએ સાંભળ્યું હશે. કારણ કે આ મુખ્યત્વે હાલના મેટરની મિરર ઇમેજ છે અને તેને બનાવવી ઘણી જ અધરી છે. તેનો ઉપયોગ દવાઓમાં કરવામાં આવે છે અને ભવિષ્યમાં કદાચ ફ્યૂલ સ્પેસશીપ તરીકે પણ તેનો ઉપયોગ થઇ શકે છે. તેની કિંમત અંગે વાત કરીએ તો એક ગ્રામના 62.5 ટ્રિલિયન છે.

કેલિફોર્નિયમ 252

કેલિફોર્નિયમ 252

કેલિફોર્નિયમ એ રેડિયોએક્ટિવ ટ્રાન્સર્નિક એલિમેન્ટ છે. તેની શોધ 1950માં કરવામાં આવી હતી. તેની કિંમત અંગે વાત કરીએ તો એક ગ્રામની કિંમત 27 મિલિયન ડોલર છે.

ડાયમન્ડ્સ

ડાયમન્ડ્સ

ડાયમન્ડ્સ પૃથ્વીનું સૌથી હાર્ડેસ્ટ મટેરિયલ છે. ડાયમન્ડ્સની કિંમત તેના કલર, ક્લિયારિટી, કટ તથા વજન પર નક્કી કરવામાં આવે છે, તેમ છતાં તેની અંદાજીત કિંમત એક ગ્રામની 55.000 ડોલર હોય છે.

ટ્રિટિયમ

ટ્રિટિયમ

ટ્રિટિયમ એ હાઇડ્રોજનનું રેડિયોએક્ટિવ ઇસોટોપ છે, જે ઓર્ડિનરી હાઇડ્રોજન એટમ કરતા ત્રણ ગણું વધારે શક્તિશાળી હોય છે. તેનિ કિંમત એક ગ્રામની 30 ડોલર છે.

ટાફિએટ

ટાફિએટ

ટાફિએટ એ વિશ્વનું ભાગ્યેજ મળી આવતું જેમ સ્ટોન છે. 1945માં રિચાર્ડ ટાફે દ્વારા તેને શોધવામાં આવ્યા બાદ તેને ટાફિએટ નામ આપવામાં આવ્યું છે. તેના એક ગ્રામની કિંમત 5.000-20.000 ડોલર છે.

પૈનિટ

પૈનિટ

પૈનિટ ઓરેન્જ રેડ અને બ્રાઉનિશ રેડ કલરનું મિનરલ છે. જે વિશ્વનું ભાગ્યેજ મળી આવતું જેમ મિનિરલ છે. જેની કિંમત એક ગ્રામની 9.000 ડોલર છે.

પ્લેટિનિયમ

પ્લેટિનિયમ

પ્લેટિનિયમ એ સોલિડ સિલ્વરી ગ્રે રેડિયોએક્ટિવ ટ્રાન્સુરનિક એલિમેન્ટ છે. જેનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટર માટે કરવામાં આવે છે. તેની કિંમત અંગે વાત કરવામાં આવે છે તો એક ગ્રામના 4.000 ડોલર છે.

એલએસડી

એલએસડી

એલએસડીને ડ્રગ તરીકે મુલવવામાં આવે છે. તેમજ તેને લેસરજીક એસિડ પણ કહેવામાં આવે છે. તેના મટેરિયલની અંદાજીત કિંમત એક ગ્રામની 3.000 ડોલર છે.

કોકેઇન

કોકેઇન

કોકેઇનનો ઉપયોગ અનેક દેશોમાં મોજ મસ્તી કરવા માટે કરવામાં આવતો હોય છે. તે એક સફેદ પાવડર જેવો દેખાય છે. તેનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે. તેની કિંમત અંગે વાત કરવામાં આવે તો કોકેઇનના એક ગ્રામની કિંમત 130-180 ડોલર હોય છે.

હેરોઇન

હેરોઇન

હેરોઇનને નાર્કોટિક તરીકે મુલવવામાં આવે છે અને તેને હાર્ડ ડ્રગ પણ કહેવામાં આવે છે. તેની લત જો કોઇને લાગી જાય તો તેનાથી તેનો છૂટકારો કરાવવો ઘણો જ અઘરો થઇ પડે છે. જો તેની કિંમતની વાત કરવામાં આવે તો વિશ્વના વિવિધ દેશોમાં તેની કિંમત અલગ અલગ હોય છે, છતાં તેની કિંમત ઘણી બધી હોય છે. તેની પ્રારંભિક કિંમત 100 ડોલરની આસપાસ હોય છે.

English summary
Here is the list of most expensive materials in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X