આવી રહ્યો છે ગૂગલનો નવો ફોન જાણો તેના શાનદાર ફીચર્સ વિશે

Posted By:
Subscribe to Oneindia News

મોટો જી બાદ ગૂગલ મોટોરોલાનો મોટો એક્સ સ્માર્ટફોન ભારતીય બજારમાં આવતા અઠવાડીએ લોન્ચ થઇ રહ્યો છે. ગૂગલ દ્વારા મોટોરોલા હસ્તગત કરાયા બાદ આ તેનો પહેલો સ્માર્ટફોન છે.

2012માં ગૂગલે મોટોરોલા મોબિલિટીને પોતાને હસ્તક કર્યું હતું, તે સમયે ગૂગલે તેના માટે 12.5 અરબ ડોલરની રકમ ચૂકવી હતી. મોટો એક્સમાં કેટલાંક ખાસ એવા ફીચર આપવામાં આવેલા છે જે તેને એક કોમ્પેક્ટ સ્માર્ટફોન બનાવે છે.

તેમાં 4.7 ઇંચની 720 પિક્સલ એચડી એમોલ્ડ સ્ક્રીન આપવામાં આવી છે. મોટો એક્સમાં 1.7 ગીગાહર્ટનું ડ્યુઅલ કોર પ્રોસેસર લાગેલું છે સાથે જ 2 જીબી રેમ અને ઇંટરનલ મેમરી માટે 16 અને 32 જીબી ઓપ્શન આપવામાં આવેલા છે. આ ઉપરાંત તેમની સૌથી ખાસ વાત એ છે કે ગૂગલનું કિટકૈટ ઓએસ મળશે જે હાલમાં સૌથી લેટેસ્ટ એન્ડ્રોઇડ ઓએસ છે. મોટો એક્સમાં કેટલાંક એવા હિડેન ફીચર આપવામાં આવેલા છે જે અંગે ઘણા લોકોને માલૂમ નથી, આજે અમે કેટલાંક એવા જ ફીચરો અંગે બતાવીશું સાથે જાણીશું મોટો એક્સના કેટલાંક ફીચર્સ અંગે...

ટચ ઇંટરફેસ

ટચ ઇંટરફેસ

મોટો એક્સમાં ટચલેસ કંટ્રોલ ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે એટલે કે યૂઝર ફોનની સેટિંગમાં જઇને ટચલેસ ઇન્ટરફેસ સીલેક્ટ કરીને અવાજની મદદથી મેસેજ, સર્ચ અને કોલ કરી શકે છે.

મોટો કનેક્ટ ફીચર

મોટો કનેક્ટ ફીચર

મોટો એક્સમાં આ એક પ્રીઇન્સ્ટોલ એપ્લિકેશન આપવામાં આવી છે જેની મદદથી ફોનને આપ બીજી ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકો છો, જેમકે લેપટોપ, પીસી આ ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી યૂઝર કોલ, ટેક્ટ પણ પોતાના પીસીમાં મોકલી શકે છે.

સ્ક્રીન શોટ

સ્ક્રીન શોટ

મોટો એક્સમાં સ્ક્રીનશોટ લેવો ખૂબ જ સરળ છે આના માટે બસ તમારે પાવર બટન અને બોલ્યૂબટનને એક સાથે થોડીવાર માટે પ્રેસ કરી રાખવું પડશે.

ઓપરેટિંગ સિસ્ટમ

ઓપરેટિંગ સિસ્ટમ

મોટોએક્સમાં એન્ડ્રોઇડનું 4.2.2 ઓએસ આપવામાં આવ્યું છે જે 1.7 ગીગાહર્ટ ડ્યૂઅલ કોર મોટોરોલા એક્સ 8 મોબાઇલ પ્રોસેસર છે સાથે જ એડ્રિનો 320 જીપીયૂ ગ્રાફિકલ પ્રોસેસિંગ યૂનિટ આપવામાં આવ્યું છે.

સ્ક્રીન

સ્ક્રીન

ફોનમાં 4.7 ઇંચની એમોલ્ડ સ્ક્રીન આપવામાં આવી છે. જે 1280X768 પિક્સલ રેઝિલેશન સપોર્ટ કરે છે. તેની સાઇઝ ખૂબ જ હેંડી છે આપ આરામથી ફોનને હથેળીમાં પકડી શકો છો.

કેમેરો

કેમેરો

એક્સના કેમેરા પર નજર નાખીએ તો એલઇડી ફ્લેશની સાથે 10 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. જે 1080 પિક્સલ એચડી રેકોર્ડિંગ કરે છે. ફ્રંટમાં 2 મેગાફિક્સલનો કેમેરો લાગેલો છે.

બેટરી બેકપ

બેટરી બેકપ

શાનદાર બેટરી બેકપ માટે મોટો એક્સમાં 2200 એમએએચની બેટરી આપવામાં આવી છે જેને ફોનથી નીકાળી શકાય છે.

બેક કવર

બેક કવર

મોટોરોલા મોટો એક્સમાં પોતાની પસંદ અનુસાર બેક પેનલ, ફ્રંટ કલર ઓપ્શન અને મેમરી સિલેક્ટ કરી શકો છો.

English summary
Moto X Arriving in India Next Week? Top 5 Hidden Features You Should Remember.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.